ભગવાન શિવજીનાં ખુબ જ મોટા ભક્ત છે બોલીવુડનાં આ સિતારાઓ, શ્રાવણ મહિનામાં અચુક મહાદેવનાં દર્શન કરવા જાય છે

Posted by

ફિલ્મી દુનિયાનાં કલાકારોને તમે ભગવાનનાં દરબારમાં જતા તો જોયા જ હશે. આજે દરેક કલાકાર પોતાના નવા પ્રોજેક્ટ ચાલુ કરતા પહેલા ભગવાનનાં દરબારમાં હાજરી આપવા જરૂર જાય છે. પરંતુ આજે અમે તમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીનાં અમુક એવા જાણીતા કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ભગવાન ભોલેનાથ પ્રત્યે ખુબ જ વધારે આસ્થા છે. એજ કારણ છે કે તેમની શ્રાવણ મહિનાનાં આ પર્વ પર ભગવાન ભોલેનાથનાં દરબારની તસ્વીરો વાયરલ થઇ રહી છે.

કંગના રનૌત

પોતાનાં બિન્દાસ અને એક્ટિંગ માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌતને આજે કોઈ ઓળખની જરૂરિયાત નથી. તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આટલો મોટું સ્થાન પોતાની મહેનતથી બનાવ્યું છે. અભિનેત્રી ભગવાન શિવની ખુબ જ મોટી ભક્ત છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં અભિનેત્રી ભગવાન શિવની આરાધનામાં તલ્લીન થતી નજર આવે છે.

ઋત્વિક રોશન

અભિનેતા ઋત્વિક રોશન પણ ખુબ જ મોટા શિવભક્ત છે અને તે પોતાના સમગ્ર પરિવાર સાથે દર વર્ષે શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથના મંદિરમાં દર્શન કરવા જાય છે. તેમની સાથે જોડાયેલી ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર આજે પણ રહેલ છે. જેમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે તે ભગવાન ભોલેનાથની આરાધના શ્રદ્ધા અને ભક્તિ સાથે કરે છે.

મનોજ વાજપેયી

અભિનેતા જેટલા વધારે પોતાની અદાકારી માટે જાણીતા છે. એટલા જ તેઓ પોતાની ભક્તિ માટે પણ છે. જણાવી દઈએ કે આ દરમિયાન તેમણે  કહ્યું હતું કે, તે આખા દેશના શિવલિંગના દર્શન કરવા ઈચ્છે છે. તેમની ભક્તિને તમે ઘણીવાર તસ્વીરોનાં માધ્યમથી જોઈ જ હશે. તેઓ જાતે જણાવે છે કે તેઓ શિવનાં ખુબ જ મોટા ભક્ત છે અને શ્રાવણ મહિના દરમિયાન તે ભગવાન ભોલેનાથ ની આરાધના કરે છે.

ટાઇગર શ્રોફ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીનાં ઉભરતા એક્ટર ટાઇગર શ્રોફ પણ ભગવાન ભોલેનાથનાં ઘણા મોટા ભક્ત છે. તેમની પણ ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર રહેલ છે. તેને જોઈને તમે તેમની ભક્તિનો અંદાજો લગાવી શકો છો. ટાઈગર ભગવાન ભોલેનાથના એટલા મોટા ભક્ત છે કે તેમના માટે તેઓ સોમવારે વ્રત પણ રાખે છે અને સંપુર્ણ વિધિ-વિધાનથી ભગવાનનાં પુજા-પાઠ પણ કરે છે.

રવિ કિશન

આજે અભિનેતાને કોઈ ઓળખની જરૂરિયાત નથી. તેમણે પોતાની એક્ટિંગ થી ભોજપુરી સિવાય સાઉથ ઇન્ડિયન અને હિન્દી સિનેમામાં પણ પોતાની પકડ બનાવી છે. કલાકાર ભગવાન ભોલેનાથનાં ઘણા મોટા ભક્ત છે અને શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવની આરાધના કરતા નજર આવે છે.

અજય દેવગન

ભગવાન શિવ પ્રત્યે અજય દેવગનની દિવાનગીનો અંદાજો આ વાતથી જ લગાવી શકાય છે કે તેમણે પોતાના શરીર પર ભગવાન શિવનું મોટું ટેટુ બનાવડાવ્યું છે. અજય શ્રાવણ મહિનામાં ભોલેનાથનાં દરબારમાં હાજરી આપવા પહોંચી જાય છે.

સંજય દત્ત

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર સંજય દત્ત ભગવાન ભોલેનાથના ઘણા મોટા ભક્ત છે. તેમણે પોતાના હાથમાં ભગવાન શિવનું ટેટુ બનાવડાવ્યું છે. શ્રાવણ મહિનામાં સંજય દત્ત ભગવાન ભોલેનાથનાં દરબારમાં તેમના દર્શન માટે હંમેશા પહોંચી જાય છે. તેમની ઘણી તસ્વીરો પણ સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *