શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. ભગવાન શિવના ભક્તો માટે શ્રાવણ મહિનો ખાસ હોય છે. આ મહિનામાં શિવજીની વિશેષ પુજા અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનો ખુબ જ જલ્દી શરૂ થઈ રહ્યો છે. શ્રાવણના પવિત્ર મહિનામાં ભગવાન શિવનો અભિષેક કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ કે શ્રાવણ મહિનામાં કઈ ચીજો ભગવાન શિવને અભિષેક કરવાથી મહાદેવની વિશેષ કૃપાદ્રષ્ટિ તમારી ઉપર રહે છે.
શુદ્ધ જળ
ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં શુદ્ધ જળથી ભગવાન શિવને અભિષેક કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.
શેરડીનો રસ
શ્રાવણ મહિનામાં શેરડીના રસથી શિવજીને અભિષેક કરવાથી આર્થિક દ્રષ્ટિ મજબુત બને છે અને જીવનમાં ક્યારેય પણ આર્થિક તંગી નો સામનો કરવો પડતો નથી.
દુધ
શાસ્ત્રોમાં મહાદેવને દુધથી અભિષેક કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવે છે. શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભગવાન શિવને દુરથી અભિષેક કરવાથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પુરી થાય છે તથા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.
દહીં
શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભગવાન શિવને દહીંથી અભિષેક કરવા પર શિવજીની કૃપાથી જીવનમાં આવી રહેલી તમામ પ્રકારની પરેશાનીઓ તથા અડચણ તુરંત દુર થઈ જાય છે.
ઘી
શ્રાવણ મહિનામાં ગાયના ઘી થી શિવજીને અભિષેક કરવો શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ઘી થી ભગવાન શિવને અભિષેક કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દુર રહે છે.
ગંગાજળ
શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ગંગાજળ થી શિવજીને અભિષેક કરવો ખુબ જ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ નું આગમન થાય છે.
સોમવારની પુજામાં રાખો આ વાતનું ધ્યાન
શ્રાવણ મહિનાના સોમવારના દિવસે ભગવાન શિવની પુજામાં અમુક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનાના સોમવારના દિવસે પુજામાં શિવજીને કેતકીના ફુલ ચડાવવા જોઈએ નહીં. માન્યતા છે કે કેતકી ના ફુલ ચડાવવાથી ભગવાન ભોલેનાથ નારાજ થઈ જાય છે. ભગવાન શિવની પુજામાં ક્યારેય પણ તુલસી ચડાવવા જોઈએ નહીં. તુલસી ભગવાન શિવને પ્રિય હોતા નથી. ભગવાન શિવને શ્રીફળ પણ અર્પિત કરવું જોઈએ નહીં. ભગવાન શિવને હંમેશા કાંસા અથવા પિત્તળના પાત્ર થી જળ અર્પિત કરવું જોઈએ. તેવામાં શ્રાવણ મહિનાની પુજામાં આ વાતોનો વિશેષ ધ્યાન રાખવું જોઈએ.