ભગવાન શિવજીને ચડાવો ૭ માંથી કોઈ ૧ ફુલ, સાત જન્મ સુધી ગરીબી તમારી નજીક પણ નહીં આવે

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ખુબ જ વધારે મહત્વ ધરાવે છે. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચુકી છે અને હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ સમગ્ર મહિનામાં ભગવાન શિવની સાથે માતા પાર્વતી ની પુજા કરવાનું પણ વિશેષ લાભ મળે છે. શ્રાવણના પવિત્ર મહિનામાં ભક્તો મહાદેવની ભક્તિમાં લીન થઈને પુજા અર્ચના કરવાની સાથો સાથ શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત રાખે છે. જેનાથી ભોલેનાથ જલ્દી પ્રસન્ન થાય છે. ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થતા દેવતાઓમાંથી એક માનવામાં આવે છે. ભગવાન શિવની પુજા કરવાના અનેક ઉપાય છે.

તેવામાં ચાલો જાણીએ કે ભગવાન શિવને કયા ફુલ ચડાવવાથી શું લાભ મળે છે. શિવપુરાણમાં અમુક એવા વિશેષ ફુલનો ઉલ્લેખ કરવામાં આવેલ છે જેને શિવજીને અર્પિત કરવાથી મનમાં રહેલી દરેક ઈચ્છા પુરી કરી શકાય છે અને જીવનમાં આવી રહેલા દરેક પ્રકારના કષ્ટમાંથી છુટકારો મળી જાય છે. તો ચાલો જાણીએ કે ભગવાન શિવને ક્યાં ફુલ ચડાવવાથી શું લાભ મળે છે.

ધતુરા નું ફુલ

શિવપુરાણ અનુસાર શિવજીની પુજા ધતુરાના ફુલ વગર અધુરી માનવામાં આવે છે. એટલા માટે પુજાના સમયે ધતુરા ના ફળ ની સાથે ફુલ અવશ્ય ચઢાવવું જોઈએ. તેનાથી વ્યક્તિને દરેક પ્રકારના દુઃખમાંથી છુટકારો મળી જાય છે. તેની સાથો સાથ સુખ સમૃદ્ધિ ની પણ પ્રાપ્તિ થાય છે. માનવામાં આવે છે કે શિવલિંગમાં ધાતુના ફુલ ચડાવવાથી સંતાન પ્રાપ્તિ થાય છે.

મદાર નાં ફુલ

ભગવાન શિવના સફેદ અને લાલ રંગના મદારના ફુલ ખુબ જ પ્રિય છે. મદાર ને આંકડાના નામથી પણ ઓળખવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવને આંકડાના ફુલ ચડાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ચમેલીના ફુલ

જો તમારું કોઈ કાર્ય છેલ્લા સમયે અટકી જતું હોય અથવા તો અમુક કામ શરૂ કરવા માંગો છો પરંતુ કોઈ કાળને લીધે છેલ્લા સમયે બંધ થઈ જાય છે. તેવામાં ભગવાન શિવને ચમેલી નું ફુલ અર્પિત કરવું શુભ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવને જળાભિષેક કર્યા બાદ પોતાના મનમાં રહેલી ઈચ્છા કહીને ચમેલીનું ફુલ અર્પિત કરવું જોઈએ.

બીલીપત્ર ના ફુલ

વિવાહમાં કોઈને કોઈ કારણે લીધે મોડું થઈ રહ્યું હોય તો શ્રાવણ મહિના ની શિવરાત્રી અથવા મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બીલીપત્રના ફુલ ચડાવવા જોઈએ. તેનાથી વિવાહના યોગ પ્રબળ બને છે. ભગવાન શિવની કૃપાથી ખુબ જ જલ્દી લગ્ન થઈ જાય છે.

હરસિંગાર નાં ફુલ

ભગવાન શિવને હરસિંગાર ના ફુલ અતિપ્રિય છે. સુખ સંપતિ માટે ભગવાન શિવજીને હરસિંગાર નાં ફુલ અર્પિત કરવા જોઈએ. ભગવાન શિવની કૃપાથી તમારા દરેક કાર્ય કોઈપણ અડચણ વગર પુર્ણ થઈ જશે.

ગુલાબનું ફુલ

ભગવાન શિવને ગુલાબનું ફુલ અર્પિત કરવાથી ધન સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેની સાથોસાથ જે જાતકોની સાથે ઘરના સદસ્યોનું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય, તેમને સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે.

અળસીનાં ફુલ

શ્રાવણ મહિનાના દિવસોમાં ભગવાન શિવને અળસીનાં ફુલ અર્પિત કરવા જોઈએ. આવું કરવાથી વ્યક્તિના બધા પાપ માંથી તેને મુક્તિ મળી જાય છે અને તેના બધા જ પાપ ધોવાઈ જાય છે.