આપણા દેશમાં મોર પંખને લઈને ઘણા પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. પુરાણોમાં મોર પંખને દેવતાઓનું આભુષણ માનવામાં આવેલ છે. ખાસ કરીને મોર પંખ ભગવાન શ્રીકૃષ્ણનાં મનપસંદ આભુષણો માંથી એક છે. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણને મોર પંખ અર્પિત કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ મોર પંખનું ખાસ મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મોર પંખ ઘરમાં રાખવાથી વાસ્તુદોષ દુર થાય છે. તે સિવાય તે ઘરની આર્થિક સ્થિતિને પણ યોગ્ય રાખવામાં મદદ કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં મોર પંખના અમુક સરળ ઉપાય જણાવવામાં આવેલ છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર મોર પંખ ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે. આ પંખ દેખાવમાં જેટલું સુંદર હોય છે, તેની મહિમા એટલી જ અલગ છે. ભગવાન શ્રીકૃષ્ણના મુકુટ ઉપર લગાવવામાં આવેલું મોર પંખ ઘરની ઘણી સમસ્યાઓને દુર કરી શકે છે. આજના અમારા આ લેખમાં અમે તમને મોર પંખના સળ ઉપાય વિશે જણાવીશું. આજે અમે તમને પોતાના આ લેખના માધ્યમથી જણાવીશું કે મોર પંખને ઘરમાં રાખવાથી શું શું ફાયદા થાય છે. સાથો સાથ મોર પંખને રાખવા માટેની સાચી દિશા કઈ છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મોર પંખમાં બધા દેવી-દેવતાઓ અને નવ ગ્રહ બિરાજમાન હોય છે. એટલા માટે તેને ઘરમાં રાખવાથી ઘરના લોકોની આર્થિક સમૃદ્ધિ થાય છે. અન્ય એક માન્યતા અનુસાર જો ઘરમાં મોર પંખ હોય તો કોઈ પણ પ્રકારનો સંકટ આવતું નથી અને સુખ શાંતિ જળવાઈ રહે છે.
જો કોઈ વ્યક્તિને નકામો ખર્ચ કરવાની આદત હોય અથવા તો કોઈની પાસે પૈસા લાંબો સમય સુધી ટકતા ન હોય તો આવી પરિસ્થિતિમાં મોર પંખને પોતાના પુજા સ્થળમાં રાખવાથી લાભ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે પુજા ઘર અથવા મંદિરમાં મોર પંખ રાખવાથી ઘરમાં બરકત રહે છે અને પરિવારના સદસ્યોની વચ્ચે સંબંધો મધુર રહે છે.
જ્યોતિષશાસ્ત્રનું માનવું છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કાલ સર્પદોષ છે તો તેવામાં તે વ્યક્તિએ મોર પંખનો ઉપાય કરવો જોઈએ. તેના માટે આવા વ્યક્તિએ પોતાના તકિયાની નીચે ૭ મોર પણ રાખીને સુવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી કાલસર્પ દોષ માંથી ખુબ જ જલ્દી રાહત મળે છે.
મોર પંખ જો ઘરમાં લગાવવામાં આવે તો તેનાથી ધનની દેવી લક્ષ્મી અને વિદ્યાની દેવી સરસ્વતી બંનેનો વાસ થાય છે. જો મોર પંખ વાંસળીની સાથે ઘરમાં રાખવામાં આવે તો તેનાથી સંબંધોમાં મધુરતા રહેશે. જો દાંપત્ય જીવનમાં તણાવ ચાલી રહેલ હોય તો આવી પરિસ્થિતિમાં બેડરૂમમાં મોર પંખ રાખો. આવું કરવાથી પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે. જો તમે પોતાના બાળકને ખરાબ નજરથી બચાવવા માંગો છો તો મોર પંખ ચાંદીના તાવીજમાં પહેરાવવું જોઈએ.
જો કોઈ તમારો શત્રુ બની ગયેલ હોય અથવા કોઈની સાથે શત્રુતા ખતમ કરવા માંગો છો તો મોર પંખ પર હનુમાનજીના મસ્તિષ્કમાંથી સિંદુર લઈને તે શત્રુનું નામ લખી દો અને ત્યારબાદ મંગળવાર તથા શનિવારની રાત્રે પુજા સ્થળ ઉપર તે મોર પંખ રાખો. બીજા દિવસે મોર પંખને પાણીમાં પ્રવાહિત કરી દો. આવું કરવાથી શત્રુતા ખતમ થઈ જાય છે. જો ગ્રહોનો અશુભ પ્રભાવ દુર કરવા માંગો છો તો આવી પરિસ્થિતિમાં તમારે ૨૧ વખત ગ્રહનો મંત્ર બોલીને મોર પંખ ઉપર પાણીનો છંટકાવ કરવો જોઈએ અને તેને કોઈ એવા સ્થાન ઉપર સ્થાપિત કરી દેવું જોઈએ, જ્યાંથી તે બધાને જોવા મળે. આવું કરવાથી ગ્રહોનો અશુભ પ્રભાવ ખતમ થઈ જાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરની દક્ષિણ દિશામાં રહેલી તિજોરીમાં ઉભું મોર પંખ રાખવામાં આવે તો આવી પરિસ્થિતિમાં ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી થતી નથી. તે સિવાય જો રાહુનો દોષ દુર કરવા માંગો છો તો પુર્વ અને ઉત્તર પશ્ચિમ દિશામાં મોર પંખ લગાવવો જોઈએ. માન્યતા છે કે જો ઘરના પુર્વ અને ઉત્તર પશ્ચિમ દિવાલ ઉપર મોર પંખ લગાવવામાં આવે તો તેનાથી રાહુ ક્યારેય પરેશાન કરશે નહીં તથા સદસ્યો નું સ્વાસ્થ્ય પણ ખુબ જ સારું રહેશે.