ભગવાન શ્રીકૃષ્ણએ પોતે કહ્યું છે કે પીપળાનાં પાન ઉપર આ મંત્ર લખીને ઘરમાં રાખવાથી ઘરમાં પૈસાનાં ભંડાર ભરાઈ જાય છે

Posted by

શનિવારનો દિવસ ૯ ગ્રહોનાં પરિવારમાં ન્યાયના દેવતા માનવામાં આવતા શનિદેવને સમર્પિત હોય છે. પીપળાના વૃક્ષમાં શનિદેવનો વાસ માનવામાં આવે છે. આ સંબંધમાં બ્રહ્મ પુરાણમાં એક પ્રસંગ વિશે પણ જણાવવામાં આવેલ છે. તેના ૧૧૮માં અધ્યાય અનુસાર શનિદેવ કહે છે કે મારા દિવસે એટલે કે શનિવારના દિવસે જે મનુષ્ય નિયમિત રૂપથી પીપળાના વૃક્ષને સ્પર્શ કરશે, તેના બધા કાર્ય સિદ્ધ થશે અને તેને મારાથી કોઈ પીડા નહીં થાય. જે લોકો શનિવારના દિવસે સવારે ઊઠીને પીપળાના વૃક્ષને સ્પર્શ કરશે, તેને ગ્રહોને લીધે ઉત્પન્ન થતી પીડા નહીં થાય. શનિવારના દિવસે પીપળાના વૃક્ષ સાથે જોડાયેલા ઉપાય કરવાથી આપણા બધા દુઃખ અને તકલીફ દુર થઈ જાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.

Advertisement

મંગળવારનાં દિવસે હનુમાનજી સાથે જોડાયેલ ઘણા બધા ઉપાય કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ ઉપાય ને મંગળવારના દિવસે કરવામાં આવે તો બજરંગ બલીની કૃપાથી તે સિદ્ધ જરૂર થાય છે. તો ચાલો આજે અમે તમને એક આવા ઉપાય વિશે જણાવીએ, જેને મંગળવાર અથવા શનિવારના દિવસે કરવામાં આવે તો ફક્ત પૈસા નહીં પરંતુ તમે જે પણ ઈચ્છા ધરાવો છો તે બધી જ ઈચ્છા પુરી થઈ જાય છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં પીપળાના વૃક્ષને ખુબ જ મહત્વ આપવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર પીપળાનાં વૃક્ષમાં બધા દેવી-દેવતાઓનો વાસ હોય છે. એટલા માટે માન્યતા છે કે તેમાં જોડાયેલ કોઈ પણ ઉપાય કરવામાં આવે તો તેનાથી કોઈ એક દેવી દેવતા નહીં, પરંતુ બધા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ નિયમિત રૂપથી પીપળાના વૃક્ષ સાથે જોડાયેલા નાના-મોટા ઉપાય કરે છે, તો બધા દેવી દેવતાઓના આશીર્વાદથી તેનું નસીબ બદલી જાય છે. ખાસ કરીને જે લોકો પૈસાની તંગીથી પરેશાન છે. જો તેઓ આ ઉપાય કરે છે તો તેમની બધી જ પરેશાની દુર થઈ જાય છે.

મંગળવાર અથવા શનિવારના દિવસે પીપળાના વૃક્ષનો એક પાન તોડીને તેને ગંગાજળ થી ધોઈને હળદર અને દહીંથી તેની ઉપર પોતાની અનામિકા આંગળીથી “હ્રીં” લખો. ત્યારબાદ તેને ધુપ-દીવો બતાવીને પોતાના પર્સમાં રાખી લો. ધ્યાન રાખો કે આ વિધિથી દર શનિવારે પાન બદલતા રહો અને જુના પાનને કોઈ પવિત્ર સ્થાન પર રાખવાનું રહેશે. આવું કરવાથી તમારી દરેક પ્રકારની પરેશાની દુર થઈ જશે.

બ્રહ્મ મુહુર્તમાં ઊઠીને નિત્ય કર્મોથી નિવૃત્ત થયા બાદ પીપળાના વૃક્ષના ૧૧ પાન તોડી લો. ધ્યાન રાખો કે પાન કોઈ જગ્યાએથી તુટેલા અથવા ખંડિત હોવા જોઈએ નહીં. આ ૧૧ પાન ઉપર ચોખા જળમાં કંકુ, અષ્ટગંધ અથવા ચંદન ઉપેરીને “શ્રીરામ” લખો. નામ લખતા સમયે હનુમાન ચાલીસાનાં પાઠ જરૂરથી કરો. હવે આ પાનની એક માળા બનાવીને કોઈપણ મંદિરમાં જઈને હનુમાનજીને અર્પિત કરો. આ પ્રકારનો ઉપાય દર શનિવાર અને મંગળવારના દિવસે કરવાથી સકારાત્મક પરિણામ મળશે.

શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ પીપળાનું વૃક્ષ લગાવે છે, તેને જીવનમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારનું દુઃખ ભોગવવું પડતું નથી અને ક્યારેય પણ ધનની કમી રહેતી નથી. એટલા માટે કહેવામાં આવે છે કે પીપળાનું વૃક્ષ લગાવ્યા બાદ તેને નિયમિત રૂપથી જળ અર્પિત કરવું જોઈએ. માન્યતા છે કે જેમ જેમ વૃક્ષ મોટું થાય છે તેમ તેમ વ્યક્તિની સુખ સમૃદ્ધિ વધતી રહે છે. તે સિવાય પીપળાના વૃક્ષની નીચે શિવલિંગની સ્થાપના કરીને નિયમિત રૂપથી પુજા કરવાથી વ્યક્તિની બધી જ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.