ભગવાન શ્રીકૃષ્ણએ પોતે કહેલું છે કે મનુષ્ય જાણતો હોવા છતાં પણ પાપ શા માટે કરે છે

જો કોઈ જીવાત્માએ મનુષ્ય યોનિમાં જન્મ લીધો છે તો તેનાથી ક્યારેક ને ક્યારેક કોઈ અપરાધ અથવા તો પાપ જરૂરથી થાય છે. કારણ કે મનુષ્ય કોઈ પણ પ્રકારની ભુલ કર્યા વગર ક્યારેય પણ જીવિત રહી શકતો નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મનુષ્યના પાપ કરવાનું સાચું કારણ શું છે? તો આજની આ પ્રસ્તુતિમાં અમે તમને ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર જણાવીશું કે મનુષ્ય આખરે પાપ શા માટે કરે છે.

તમને જણાવી દઈએ કે કુંતી પુત્ર અર્જુને એક વખત ભગવાન શ્રીકૃષ્ણને પુછ્યું હતું કે મનુષ્ય ન ઇચ્છતો હોવા છતાં પણ પાપ શા માટે કરે છે? અને પાપનું ફળ ભોગવવા માટે નરકમાં ૮૪ લાખ યોનિઓમાં જાય છે. ત્યારે અર્જુનની આ વાત સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણએ હસીને જવાબ આપ્યો હતો કે, “કામના મનુષ્ય પાસે પાપ કરાવે છે અને કામના થી ઉત્પન્ન થતો ક્રોધ અને લોભ મનુષ્યને પાપ કરાવે છે તથા પાપથી દુઃખી થઈને દુર્ગતિમાં જાય છે.”

મનુષ્યના મન, ઇન્દ્રિયો, બુદ્ધિ, અહમ અને વિષયોમાં કામના નો વાસ હોય છે. કામના જ મનુષ્યની દુશ્મન છે અને પતન નું કારણ પણ માનવામાં આવે છે. પરંતુ મનુષ્ય એ પોતાની જ્ઞાનરૂપી તલવારથી તેનું ભેદન કરવું જોઈએ. મનુષ્ય દ્વારા કરવામાં આવેલા કર્મ તેના બંધનનું કારણ બને છે. પરંતુ જો એ જ કર્મ અન્ય લોકોના હિત માટે કરવામાં આવે તો તે મુક્તિ અપાવનાર બની જાય છે.

જો કોઈ કર્મ પોતાના માટે કરવામાં આવે અથવા તો સ્વાર્થથી કરવામાં આવે તથા કામનાથી કરવામાં આવે તો એજ કર્મ કર્મ બંધન છે, આફત છે, ભોગ છે અને વળી જો બીજા લોકો માટે નિષ્કામ ભાવથી તથા પ્રેમથી કરવામાં આવે તો એજ કર્મ મુક્તિ, આનંદ અને યોગનું કારણ બને છે.

તેની સાથો સાથ ભગવત ગીતામાં ઘણા પ્રકારના યજ્ઞ વિશે પણ જણાવવામાં આવેલ છે. બીજા લોકોના હિત માટે સમય, સંપત્તિ અને સાધન લગાવવું દ્રવ્ય યજ્ઞ છે. ભગવાનની પ્રાપ્તિના ઉદ્દેશથી યોગ કરવો યોગ યજ્ઞ છે. ઇન્દ્રિયોનું સંયમ કરવા માટે સંયમ યજ્ઞ છે. ભગવત ગીતા અનુસાર ભગવાનનાં શરણમાં જવું ભક્તિ યજ્ઞ છે. શરીરથી અસંગ થઈ જવું અને પોતાની જાતને ઓળખવી જ્ઞાન યજ્ઞ છે. જે બધા જ યજ્ઞોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

કારણ કે તેને બધા લોકો કરી શકે છે અને તેમાં ધન અથવા તો કોઈ પણ પ્રકારનો ખર્ચ થતો નથી. વળી સત્સંગ મનુષ્યની મુક્તિ માટેનો સૌથી સીધો અને સરળ માર્ગ છે. જે વિવેકથી પ્રાપ્ત થાય છે. વિવેક જ આ યજ્ઞની સામગ્રી છે. શ્રદ્ધા, ઉત્કર્ષ, અભિલાષા, ઇન્દ્રિય સંયમ જ આ યજ્ઞના ઉપકરણ છે. તો આપણે કોશિશ કરવી જોઈએ કે આપણે આ જ્ઞાન યજ્ઞમાં પોતાની કામનાઓની આહુતિ આપીને જીવનમુક્તિનું ફળ પ્રાપ્ત કરી શકીએ.

તેની સાથો સાથ અમે તમને જણાવીએ કે ક્યુ પાપ કર્યા બાદ વ્યક્તિને કઈ યોનિ માં જન્મ મળે છે. ગરુડ પુરાણ અનુસાર દરેક જીવનો પુનર્જન્મ થાય છે. એટલે કે તે ફરીથી જન્મ લેતો હોય છે. હિન્દુ ધર્મ શાસ્ત્રમાં ઉલ્લેખ મળી આવે છે કે જે મનુષ્ય જન્મ લે છે, તેનું મૃત્યુ અવશ્ય થાય છે. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ બાદ મનુષ્યને કયો જન્મ મળશે, તે તેના પુર્વ જન્મના કર્મ ઉપર નિર્ભર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે મનુષ્યને મૃત્યુ બાદ કઈ યોનિ માં જન્મ મળે છે? સાથોસાથ આ તેના ક્યાં કર્મ અનુસાર મળે છે? જો તમે નથી જાણતા તો ચાલો તમને ગરુડ પુરાણ અનુસાર જણાવીએ.

ગરુડ પુરાણ અનુસાર બીજાની પત્ની સાથે સંબંધ બનાવનાર વ્યક્તિને ઘોર નરક પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તે પહેલાં કુતરો, ગીધ, શિયાળ, સાંપ, કાગડો અને અંતમાં બગલાની યોનિ માં જન્મ પ્રાપ્ત કરે છે. આ બધા જન્મો બાદ અંતમાં તે મનુષ્ય યોનિમાં જન્મ લે છે. સાથોસાથ મોટાભાઈનું અપમાન કરનાર વ્યક્તિ એ કૌંચ નામના પક્ષીના રૂપમાં જન્મ લેવો પડે છે. એટલું જ નહીં ૧૦ વર્ષો સુધી તેણે આ યોનિ માં રહેવું પડે છે. ત્યારબાદ તેને મનુષ્ય શરીરની પ્રાપ્તિ થાય છે. સોનાની ચોરી કરનાર વ્યક્તિ જીવજંતુઓની યોનિ માં જન્મ લે છે. વળી જે વ્યક્તિ ચાંદીની વસ્તુઓની ચોરી કરે છે તેને કબુતર ની યોનિ માં જન્મ લેવો પડે છે.

સાથોસાથ જો કોઈ મનુષ્ય કોઈ સ્ત્રી સાથે બળજબરી પુર્વક સંબંધ બનાવે છે અથવા તો તેનો બળાત્કાર કરે છે તો તેને પણ નર્ક ભોગવવું પડે છે અને ઘણી યોનિઓમાં જન્મ લીધા બાદ મનુષ્ય યોનિ માં તેનો જન્મ કિન્નરના રૂપમાં થાય છે.

તે સિવાય દેવતાઓ અને પુર્વજોને સંતુષ્ટ કર્યા વગર મૃત્યુ પામનાર વ્યક્તિએ ૧૦૦ વર્ષ સુધી કાગડાનું જીવન પસાર કરવું પડે છે. ત્યારબાદ કુકડો અને ત્યારબાદ એક મહિના માટે સાંપની યોનિ માં રહ્યા બાદ તેના પાપનો અંત થાય છે અને ત્યારબાદ તે મનુષ્યના રૂપમાં જન્મ લે છે. સાથોસાથ જે મનુષ્ય સ્ત્રીઓની ચોરી કરે છે, તેને આવતા જન્મમાં પોપટની યોનિ પ્રાપ્ત થાય છે.

વળી જો કોઈ વ્યક્તિ શસ્ત્રથી કોઈ વ્યક્તિનો જીવ લે છે તો તેને ગધેડાની યોનિ માં જન્મ લેવો પડે છે. ત્યારબાદ તે હરણનું જીવન પસાર કરે છે અને ત્યારબાદ તેનો જીવ પણ કોઈ શસ્ત્રથી જ જાય છે. સુગંધિત પદાર્થની ચોરી કરનાર વ્યક્તિ છછુંદર ની યોનિ માં જન્મ લેતો હોય છે.