મોર એક એવું પક્ષી છે, જેને જોઈને મન ખુશ થઈ જાય છે. વળી જ્યારે મોર પોતાના પંખ ફેલાવીને નૃત્ય કરે છે તો તે દ્રશ્ય જોવાલાયક હોય છે. તમને જણાવી દઈએ કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તેના પંખને લોકો ઘરમાં રાખવા ખુબ જ શુભ માને છે. ઘણા ઘરમાં તો લોકો મોરપંખ નું ગુલદસ્તો સજાવીને રાખે છે. મોર બધા પક્ષીઓથી અલગ અને આકર્ષક હોય છે.
હિન્દુ ધર્મમાં મોરપંખનું વિશેષ મહત્વ છે. વેદ શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણને મોરપંખ અતિપ્રિય છે. તેના કારણે તેમના મુકુટમાં હંમેશા મોરપંખ લગાવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ જ નહીં, પરંતુ ભગવાન ગણેશ, કાર્તિકેય અને ઇન્દ્ર દેવને પણ મોરપંખ પ્રિય છે. તેની સાથો સાથ મોરપંખ માતા લક્ષ્મી અને સરસ્વતીજી સાથે પણ સંબંધ ધરાવે છે.
વેદ શાસ્ત્રોમાં જ નહીં, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં પણ ઘરમાં મોરપંખ રાખવાના ચમત્કારિક ફાયદા વિશે જણાવવામાં આવેલ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોરપંખ રાખવાથી ધન ધાન્યમાં વધારો થાય છે. સાથોસાથ ઘણા પ્રકારના દોષમાંથી છુટકારો મળે છે. તો ચાલો જાણીએ કે ઘરમાં કઈ દિશામાં મોરપંખ રાખવું શુભ માનવામાં આવે છે.
મોરપંખને ઘરની પુર્વ દિશામાં રાખવું શુભ હોય છે. તમે ઉત્તર-પશ્ચિમ દિશામાં પણ મોરપંખને રાખી શકો છો. વળી જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય છે તેમણે ઉત્તર પશ્ચિમ દિશામાં મોરપંખ રાખવું જોઈએ. તેનાથી રાહુનો દોષ ઓછો થાય છે. વિદ્યાર્થીઓ મોરપંખને પોતાના પુસ્તકમાં અથવા તો સ્ટડી ટેબલ ઉપર રાખી શકે છે. તેનાથી અભ્યાસમાં રુચિ વધે છે.
વળી લિવિંગ રૂમ ની દિવાલ ઉપર પણ મોરપંખ સજાવવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. તેનાથી ઘરમાં કલેશ થતા નથી. મોરપંખને બેડરૂમમાં પણ રાખવું જોઈએ. તેનાથી વૈવાહિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને ખુશીઓનું આગમન થાય છે. વળી મોરપંખ રાખવાથી વાસ્તુદોષ પણ દુર થાય છે. તમારે ફક્ત ૮ મોરપંખને એક સાથે બાંધીને ઘરની ઉત્તર-પુર્વ દિશા ની દિવાલમાં લગાવીને રાખવા જોઈએ. મોરપંખના ગુચ્છાને એવી જગ્યા પર રાખો, જ્યાં બધાની નજર તેની ઉપર પડે. તેનાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર આર્થિક સ્થિતિને મજબુત કરવા માટે મોરપંખને દક્ષિણ દિશાની તિજોરી ની અંદર ઉભું રાખવું જોઈએ. આવું કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી થતી નથી. કુંડળીમાંથી રાહુ દોષને ઓછો કરવા માટે મોરપંખને ઘરની પુર્વ અથવા ઉત્તર-પશ્ચિમ દિશા તરફ રાખવું શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન કાર્તિકેયનું વાહન મોર છે. તેવામાં મોરપંખને ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાંથી નેગેટિવ એનર્જી બહાર કાઢવા માટે ઘરમાં મોરપંખ જરૂરથી લગાવવું જોઈએ.
મોરપંખને ઘરમાં લગાવવામાં આવે તો તેનાથી ધનની દેવી લક્ષ્મી અને વિદ્યાની દેવી સરસ્વતી બંનેનો વાસ થાય છે. જો મોરપંખ વાંસળીની સાથે ઘરમાં રાખવામાં આવે તો તેનાથી સંબંધોમાં મધુરતા વધે છે.
જો કોઈ તમારો શત્રુ બની બેઠો હોય અથવા કોઈની સાથે શત્રુતા ખતમ કરવી હોય તો મોરપંખ પર હનુમાનજીનાં મસ્તકના સિંદુરથી તે શત્રુનું નામ લખો અને મંગળવાર અથવા શનિવારની રાત્રે પુજા સ્થળ ઉપર તે મોરપંખને રાખી દો. બીજા દિવસે તે મોરપંખને પાણીમાં પ્રવાહિત કરી દો. આવું કરવાથી દુશ્મની ખતમ થઈ જાય છે.