ભગવાન વિષ્ણુના અવતારો માંથી એક અવતાર શ્રીકૃષ્ણનો પણ છે. શ્રીકૃષ્ણએ આ અવતારમાં પોતાના ભગવાન વિષ્ણુનું વિરાટ રૂપ ધારણ કર્યું હતું. પરંતુ શ્રીકૃષ્ણના અંતિમ સંસ્કાર બાદ તેમના શરીરનું એક અંગ શા માટે બળ્યું નહીં? ચાલો તેના વિશે આજે અમે તમને જણાવીશું.
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ૩૧૧૨ ઈશા પુર્વમાં થયો હતો. તેમનો જન્મ મથુરામાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ ગોકુળમાં પસાર થયું. મહાભારતના યુદ્ધ બાદ તેમણે દ્વારકા ઉપર ૩૬ વર્ષ સુધી રાજ કર્યું. ત્યારબાદ તેમણે પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. તે સમયે તેમની ઉંમર ૧૨૫ વર્ષ હતી. મહાભારતનાં યુદ્ધ બાદ દુર્યોધનનો અંત થયો તો તેની માતા ખુબ જ દુઃખી થઈ હતી. દુર્યોધનની માતા એ તેમના મૃત્યુ ઉપર દુઃખ વ્યક્ત કરવા માટે રણભુમિમાં ગયેલ અને પોતાના પુત્રોના મૃત્યુ પર દુઃખી થયેલી ગાંધારીએ ભગવાન શ્રીકૃષ્ણને ૩૬ વર્ષ બાદ મૃત્યુનો શ્રાપ આપ્યો હતો. ત્યારબાદ ૩૬ વર્ષ બાદ તેમનું મૃત્યુ એક શિકારીનાં હાથે થઈ ગયું હતું.
ભાગવત પુરાણ અનુસાર એક વખત શ્રીકૃષ્ણના પુત્ર શ્યામને એક મજાક કરવાનો વિચાર આવ્યો અને તેને સ્ત્રી વેશ ધારણ કરીને પોતાના મિત્રોની સાથે ઋષિઓ\ને મળવા ગયા. તેમણે ઋષિઓને કહ્યું કે તે ગર્ભવતી છે, પરંતુ ઋષિઓને બધી હકીકત જાણ હતી. જેના લીધે તેઓ ક્રોધિત થઈ ગયા અને તેમણે સ્ત્રી બનેલ શ્રીકૃષ્ણના પુત્રને શ્રાપ આપી દીધો હતો કે, “તું એક એવા લોખંડના તીરને જન્મ આવશે, જે તારા કુળનો નાશ કરી નાખશે.”
ઋષિઓના શ્રાપથી શ્રીકૃષ્ણનો પુત્ર ડરી ગયો હતો. તે અગ્રસેન પાસે ગયો. તેમણે જણાવ્યું કે તું તીરનું ચુર્ણ બનાવીને પ્રભાસ નદીમાં પ્રવાહિત કરી દે. આ ઘટના બાદ દ્વારિકાના લોકોને ઘણા અશુભ ઘટનાઓના સંકેત મળ્યા. દ્વારકામાં અપરાધ અને પાપ વધવા લાગ્યા. આ જોઈને ભગવાન શ્રીકૃષ્ણ ખુબ જ દુઃખી થયા. તેમણે પોતાની પ્રજાને દ્વારકા છોડીને પ્રભાસ નદીના કિનારે રહેવા માટે કહ્યું. બધા લોકો તેમની વાત માનીને પ્રભાસ નદીના કિનારે ચાલ્યા ગયા. ત્યાં જઈને તેઓ શરાબના નશામાં રહેવા લાગ્યા અને એકબીજા સાથે લડવા લાગ્યા અને લડી લડીને મૃત્યુ પામ્યા. તેના થોડા દિવસો બાદ બલરામ પણ મૃત્યુ પામ્યા.
ભાગવત પુરાણ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ એક દિવસ પીપળાના વૃક્ષની નીચે આરામ કરી રહ્યા હતા, ત્યારે જરા નામનો એક શિકારી ભગવાન શ્રી કૃષ્ણને હરણ સમજીને તેમની ઉપર તીર ચલાવે છે. જેના લીધે ભગવાન શ્રીકૃષ્ણનું મૃત્યુ થઈ ગયું. આ તીરમાં તે લોખંડના તીર નો અંશ હતો, જે શ્યામના પેટમાંથી નીકળ્યું હતું અને અહીંયા સાક્ષાત ભગવાન વિષ્ણુ બિરાજમાન રહેતા હતા. કહેવામાં આવે છે કે તેમની શક્તિ તો અલૌકિક છે પરંતુ શરીરનો ત્યાગ તેમણે પણ કરવો પડ્યો હતો.
જ્યારે ભગવાન શ્રીકૃષ્ણની લીલા સમાપ્ત થઈ ગઈ તો તેઓ પોતાનો શરીર છોડીને સ્વર્ગ લોક ચાલ્યા ગયા અને પાંડવોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા. પરંતુ તેમના શરીરમાં રહેલું હૃદય અગ્નિસંસ્કારમાં બળ્યું નહીં. ત્યારે પાંડવો એ તેમના હૃદયને નદીમાં પ્રવાહિત કરી દીધું, જે એક લઠ્ઠા બની ગયો. આ લઠ્ઠા રાજા ઇન્દ્રયમને મળી ગયેલ. તેની આસ્થા ભગવાન જગન્નાથમાં હતી અને તેમણે લઠ્ઠા ને ભગવાન જગન્નાથની મુર્તિમાં સ્થાપિત કરી દીધેલ.