પતિએ પત્નીને પુછ્યું : ભગવાને સ્ત્રીઓને સુંદરતા અને મુર્ખતા એક સાથે કેમ આપી દીધી? પત્નીનો જવાબ સાંભળીને તમે ખડખડાટ હસી પડશો

જોક્સ-૧

બે દારૂડિયા ધાબા ઉપર સુવા ગયા અચાનક વરસાદ પડવા લાગ્યો.

એક બોલ્યો : ચાલ ભાઈ નીચે જતા રહીએ વાદળમાં કાણા પડી ગયા લાગે છે.

એટલામાં વીજળી ચમકી.

બીજો બોલ્યો : શાંતિ રાખ વેલ્ડીંગ વાળા આવી ગયા છે.

જોક્સ-૨

કાકા ચોટીલા જવા માટે બસમાં ચડ્યા અને બસમાં આંટા મારવા લાગ્યા.

કંડકટર : કાકા, કેમ આંટા મારો છો? બસ આખી ખાલી છે બેસી જાવ.

કાકા : એ વાત સાચી પણ મારે ચોટીલા ચાલતા જવાની માનતા છે.

કંડકટર હજી કોમામાં છે.

જોક્સ-૩

છાપામાં આવતું રાશિફળ વાંઢાઓ જ વાંચતા હોય છે,

પરણેલા તો ઘરવાળી નું મોઢું જોઈને જ સમજી જાય છે કે આજનો દિવસ કેવો જશે.

જોક્સ-૪

પોસ્ટ ઓફિસ ની ભરતી ની પરીક્ષા વખતે પ્રશ્ન પૂછવામાં આવ્યો. “પૃથ્વીથી ચંદ્ર કેટલો દુર છે?”

એક ઉમેદવારે જવાબ લખ્યો : જો પૃથ્વી પરથી ચંદ્ર ઉપર ટપાલ આપવા જવાનું હોય તો મારે આ નોકરી નથી કરવી.

જોક્સ-૫

ઠોઠ વિદ્યાર્થી : સર મને શુન્ય માર્ક તો મળવા ન જોઈએ એવું મને લાગે છે.

શિક્ષક : મને પણ એવું જ લાગે છે, પણ હું લાચાર છું. શુન્યથી ઓછા માર્ક આપવાનો મને અધિકાર નથી.

જોક્સ-૬

પતિ : તું મને ભુલકણો કહ્યા કરતી હતી એટલે હું બજારમાંથી “યાદશક્તિ વિકસાવવાની દવા” નામનું પુસ્તક ખરીદી લાવ્યો છું.

પત્ની : ઓહ!! આ પુસ્તક તો તમે સાતમી વખત ખરીદી લાવ્યા. અગાઉની છ નકલો તો હજુ કબાટમાં પડી છે.

જોક્સ-૭

અંકલ : રાહુલ બેટા, મારી આંખ સતત દુઃખી રહી છે હું શું કરું?

રાહુલ : ગયા રવિવારે મારો એક દાંત પણ બહુ જ દુઃખ તો હતો, તો મેં તેને કઢાવી નાખ્યો હતો. તમે પણ……

જોક્સ-૮

પતિએ પત્નીને પુછ્યું : ભગવાને સ્ત્રીઓને સુંદરતા અને મુર્ખતા એક સાથે કેમ આપી દીધી?

પત્ની તરત જ બોલી : સુંદરતા એટલા માટે આપી કે તમે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મુકી શકો અને મુર્ખતા એટલા માટે આપી કે હું તમારો પ્રસ્તાવ સ્વીકારી લઉં.

જોક્સ-૯

પહેલો પેસેન્જર : અહીંથી ઉઠી જાવ આ સીટ મારી છે.

બીજો પેસેન્જર : વાહ, સીટ તમારી કેમ કરીને થઈ ગઈ?

પહેલો પેસેન્જર : હું તે સીટ ઉપર બેગ મુકીને ગયો હતો.

બીજો પેસેન્જર : તમે તો ખરા છો. કાલે ઉઠીને તમે તાજમહેલ ઉપર તમારી બેગ મુકી આવશો તો શું તાજમહેલ પણ તમારો થઈ જશે?

જોક્સ-૧૦

સાસુ : આ વાસણ કોણે તોડ્યા?

વહુ : ઈ તો અમે બંને ઝઘડિયા હતા.

સાસુ : અને આ પલંગ?

વહુ : ઈ તો અમારે સમાધાન થઈ ગયું એટલે…