ભગવાન શિવજી ના અદભૂત મંદિરમાં શિવ ભકતોને મળે છે પાપ માંથી મુક્તિ

ભગવાન ભોલેનાથ ના મહિમા વિશે કોણ નથી જાણતું. તેમનો મહિમા અપરંપાર છે. શિવજી સ્વભાવના ખુબ જ દયાળુ છે. જે ભક્ત તેમના સાચા દિલથી તેમની પૂજા કરે છે. તેના પર હમેશા તેમની કૃપા દૃષ્ટિ બનાવી રાખે છે. આપણા દેશમાં ભગવાન શિવજી ના ઘણા મંદિર આવેલા છે અને આ બધા મંદિર કોઈને કોઈ ચમત્કાર સાથે જોડાયેલા છે. બધા શિવ મંદિર ની પોતાની એક અલગ અલગ વિશેષતા છે. જેના લીધે તે દુનિયા ભરમાં પ્રસિદ્ધ છે. બધા લોકો ની એવી ઈચ્છા હોય છે કે ભગવાન શિવજી ની કૃપા હંમેશા તેમના પર બની રહે અને જીવનના તમામ પાપ અને મુશ્કેલીઓ માંથી છુટકારો મેળવી શકે. ભગવાન શિવજીના તમામ મંદિરોની માન્યતાઓ જુદી છે અને આ મંદિરોની અંદર ભક્તોની વિશાળ માત્રામાં ભીડ જોવા મળે છે.

પરંતુ આજે અમે તમને એવા શિવ મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જ્યાં શિવ ભક્તો પાપમાંથી મુક્તિ મેળવે છે. કદાચ તમે પણ એવું વિચારી રહ્યા હશો કે એવું વળી ક્યું મંદિર છે જ્યાં પાપ માંથી મુક્તિ મળે છે. પરંતુ એક એવું શિવ મંદિર આવેલ છે જ્યાં લોકો પોતાના પાપો માંથી મુક્તિ મેળવવા માટે જાય છે અને ત્યાં તેમને પાપ માંથી મુક્તિ મેળવ્યાં નું સર્ટિફિકેટ પણ આપે છે.

તમે બધાએ સારા કાર્ય, શિક્ષણ અને સ્પર્ધા માટેનું પ્રમાણપત્ર મેળવ્યું હશે. પરંતુ આજે આપણે જે શિવ મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ તે એકમાત્ર એવું મંદિર છે જ્યાં પાપની સ્વતંત્રતાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. હા, આ અદભૂત અને અજોડ મંદિર લોકોને પાપના મુક્તિનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. હકીકતમાં રાજસ્થાનનું આ શિવ મંદિર, જેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ તે શિવ મંદિર રાજસ્થાનના પ્રતાપગઢ માં આવેલું છે. આ મંદિર ને ગૌતમેશ્વર શિવ મંદિર ના નામથી ઓળખવામાં આવે છે.

આ મંદિરના આંગણામાં મૌક્ષ દૈની કુંડ આવેલ છે. જેમાં ભક્તો સ્નાન કરે છે અને ત્યારબાદ પૂજારી પાપ મુક્તિનું પ્રમાણપત્ર આપે છે. અહીંના સ્થાનિકો કહે છે કે લોકો આ મંદિરની અંદર પ્રમાણપત્ર લેવા માટે દુર દૂર થી આવે છે. એવા લોકો કે જેમણે અજાણતા થી પાપ કર્યું છે અથવા તો તેઓને તેમના પાપી કાર્યોને લીધે સમાજમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેઓ આ મંદિરમાં આવે છે અને મંદિરમાં રહેલ કુંડમાં ડૂબકી લગાવે છે અને પૂજારી પાસેથી મુક્તિનું પ્રમાણપત્ર મેળવે છે.

હવે ઘણા લોકોને એ પણ સવાલ થશે કે આ પરંપરા કેવી રીતે શરૂ થઈ ? તેની માન્યતા શું છે ? તો ચાલો તમને એ પણ જણાવી દઈએ. માન્યતા મુજબ એકવાર ગૌતમ ઋષિ પર ગૌ હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે સમય દરમિયાન તે પ્રતાપગઢ માં આવેલ આ મંદિરના સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યા હતાં. આ સરોવરમાં સ્નાન કર્યા બાદ ગૌતમ ઋષિ ને ગૌ હત્યા ના કલંક માંથી છુટકારો મળ્યો હતો. એવું કહેવામાં આવે છે કે ત્યારબાદ જે પણ લોકોએ આ ગૌતમેશ્ચર મંદિરના કુંડમાં સ્નાન કર્યું છે તે બધા લોકો એ પાપો માંથી મુક્તિ મેળવી છે.