જો તમને લાગે છે કે તમારો ખરાબ સમય તમારો પીછો નથી છોડી રહ્યું અથવા તો તમારું દુર્ભાગ્ય ચાલી રહ્યું છે તો તમારે પરેશાન થવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. તમે જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલા ઉપાયોને અપનાવી શકો છો. તેનાથી તમારી પરેશાની થોડી ઓછી થઈ શકે છે. તો ચાલો આજે તેના વિશે અમે તમને વિગતવાર જણાવીશું.
જો નસીબ તમારો સાથ નથી આપી રહ્યું તો તમારે દરરોજ સવારે પાણીમાં ચપટી ભરીને હળદર ઉમેરીને સ્નાન કરવું જોઈએ. તેનાથી વિષ્ણુજી સહિત બૃહસ્પતિ દેવની પણ હંમેશા કૃપા જળવાઈ રહે છે, જેનાથી તમારો ભાગ્યોદય થાય છે. જો તમે સાંજના સમયે સ્નાન કરી રહ્યા છો તો પાણીમાં ચપટી ભરીને મીઠું ઉમેરી દો. તેનાથી તમારી બધી જ નકારાત્મકતા દુર થઈ જશે.
જો તમારા જીવનમાં સતત ધન સંબંધીત અથવા તો અન્ય પરેશાનીઓ રહેલી છે તો પંચમુખી હનુમાનજીની આરાધના કરવી ખુબ જ શુભ ફળદાયક રહે છે. એટલા માટે દર મંગળવારના દિવસે કોઈ મંદિરમાં જઈને પંચમુખી હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા નાં પાઠ અવશ્ય કરવા જોઈએ. હનુમાનજીની કૃપાથી ધન, કાર્ય, શત્રુ જેવી દરેક સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળી જશે.
શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ તુલસીની પાસે દીવો પ્રગટાવે છે તો તેના જીવનમાં રહેલી દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓ દુર થઈ જાય છે. વળી વૈજ્ઞાનિકો પણ તેના ફાયદા જોઈને તુલસીને ખુબ જ શુભ માને છે.
જો તમારા ઘરના કોઈ હિસ્સામાં તમે વાસ્તુદોષ મહેસુસ કરી રહ્યા છો તો તે જગ્યા પર તમારે સવાર-સાંજ નાં સમયે શંખ વગાડવો જોઈએ. જો ઘરમાં શંખ ન હોય તો તેના બદલે તમે પુજા કર્યા બાદ ઘંટડી પણ વગાડી શકો છો. ઘંટડી માંથી નીકળતી ધ્વનિ થી વાતાવરણની નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જાય છે.
વાસ્તુશાસ્ત્રમાં બંધ પડી ગયેલી ઘડિયાળને અશુભ કહેવામાં આવેલ છે. હકીકતમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર બંધ પડી ગયેલી ઘડિયાળ તમારા સારા નસીબને અટકાવે છે. તેવામાં જો તમારા ઘરમાં કોઈપણ બંધ પડી ગયેલી ઘડિયાળ હોય તો તેને તુરંત પોતાના ઘરમાંથી બહાર કરી નાખવી જોઈએ. તે સિવાય બેડની નીચે બુટ ચપ્પલ અથવા તો નકામો સામાન બિલકુલ પણ રાખવો જોઈએ નહીં. કારણ કે વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આવું કરવાથી માતા લક્ષ્મીનાં આવવાના રસ્તામાં અડચણ ઊભી થાય છે.