દરેક વ્યક્તિના શરીર ઉપર જન્મથી અમુક નિશાન રહેલ હોય છે અને સામુદ્રિક શાસ્ત્રમાં અમુક આવા જ નિશાની નો મતલબ જણાવવામાં આવેલ છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર મનુષ્યના શરીર પર રહેલ નિશાન તેના વ્યવહાર અને ભવિષ્ય વિશે જાણકારી આપે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ છે કે શરીર ઉપર જન્મથી રહેલ નિશાનનો કોઈ મતલબ જરૂર હોય છે. ખાસ કરીને સ્ત્રીઓના શરીરના નિશાન તેમના નસીબ વિશે જણાવે છે. તો ચાલો જાણીએ સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સ્ત્રીઓના શરીર ઉપર રહેલા ચિન્હનો શું મતલબ થાય છે.
પગ ઉપર શંખ અથવા ચક્રની આકૃતિ
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીઓના પગના તળિયા ઉપર શંખ, કમળ અથવા ચક્રની આકૃતિ બનેલી હોય છે તે ખુબ જ ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રીઓ કારકિર્દીમાં પ્રગતિ પ્રાપ્ત કરે છે અને તેમનામાં પોતાના પરિવારને ખુશ રાખવાની આવડત હોય છે.
જેની આંગળી લાંબી હોય
જે યુવતીઓના હાથની આંગળી લાંબી હોય છે તેઓ ફક્ત પોતાના માટે નહીં, પરંતુ પોતાના પાર્ટનર માટે પણ ભાગ્યશાળી હોય છે. આવી યુવતીઓ ક્રિએટિવ હોવાની સાથો સાથ પોતાની કારકિર્દીમાં પણ ખુબ જ પ્રગતિ કરે છે.
મોટી આંખો વાળી યુવતીઓ
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે યુવતીઓની આંખો મોટી હોય છે, તે ઘરમાં ખુશીઓ અને પ્રેમનું વાતાવરણ જાળવીને રાખે છે. આવી યુવતીઓનું ભવિષ્ય ખુબ જ ઉજવળ હોય છે.
આંખની પાસે તલ
અમુક યુવતીઓની આંખની પાસે કાળુ અથવા લાલ તલ હોય છે. સામુદ્રિક શાસ્ત્રમાં આવી યુવતીઓને ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમના જીવનમાં પ્રેમ અને સુખ હંમેશા જળવાઈ રહે છે.
નાભિ પાસે તલ
જે યુવતીઓ અથવા મહિલાની નાભિ પાસે તલ હોય છે તે પરિવાર માટે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી યુવતીઓના જીવનમાં સુખ સમૃદ્ધિનો હંમેશા વાસ રહેશે.
જો તમારા પેટ ઉપર તલ છે તો તમે ખુબ જ ભાગ્યશાળી અને ભાગ્યવાન છો. આ તલ સંકેત આપે છે કે તે વ્યક્તિને સમાજ અને લોકોની વચ્ચે ખુબ જ સન્માન મળે છે અને આ લોકોની પાસે પૈસાની ક્યારેય પણ તંગી થતી નથી. જોકે એવું પણ શક્ય છે કે આ લોકો જન્મજાત જ માલદાર હોય. પરંતુ એવું પણ શક્ય છે કે જીવનમાં એક વખત જરૂરથી આવા લોકોનું ભાગ્ય ચમકી ઊઠે છે. જ્યારે આ લોકોનો સમય અનુકુળ હોય છે ત્યારે તેમને ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી. જો તમારા પેટ ઉપર પણ નાભિની ઉપરના હિસ્સામાં તલ છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમે પણ લાખો લોકોમાંથી એક છો જે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. જો તમે હજુ સુધી પરિસ્થિતિ ઓ સામે જજુમી રહ્યા છો તો ખુબ જ જલ્દી તમારી સામે એક એવો સમય આવશે જે તમારું ભાગ્ય બદલી નાખશે.