ભલે મરી જવું પડે પણ શ્રાવણ મહિનામાં ભુલથી પણ સ્ત્રી-પુરુષે આ ૫ કામ કરવા જોઈએ નહીં, આખો પરિવાર બરબાદ થઈ જાય છે

Posted by

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનો વિશેષ મહત્વ છે અને આ સમગ્ર મહિનો ભગવાન ભોલેનાથને સમર્પિત છે. આ મહિનામાં આવનાર દરેક સોમવારના દિવસે વિધિ વિધાનથી વ્રત ઉપવાસ કરવામાં આવે છે, જેનાથી ભગવાન પ્રસન્ન થઈને પોતાના જાતકો ઉપર કૃપા વરસાવે છે. આ વર્ષે પણ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચુકી છે. આ દરમિયાન ઘણા મહત્વપુર્ણ વ્રત અને તહેવાર પણ આવી રહ્યા છે.

હિન્દુ ધર્મ તથા શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનો પુજા પાઠ અને વ્રત ઉપવાસ માટે ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે. સમગ્ર મહિનામાં ભગવાન ભોલેનાથ ની ઉપાસના કરવામાં આવે છે. માન્યતા છે કે જો શ્રાવણના મહિનામાં કરવામાં આવેલી પુજાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે તો પોતાના ભક્તો ઉપર પોતાની કૃપા વરસાવે છે, પરંતુ તેની સાથે શ્રાવણ મહિનામાં અમુક વાતોનો વિશેષ ધ્યાન રાખવું પણ જરૂરી હોય છે. જેથી કરીને ભગવાન ભોલેનાથના પ્રકોપનો સામનો કરવો પડે નહીં.

દેવોના દેવ મહાદેવને પણ શ્રાવણ મહિનો ખુબ જ પ્રિય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે અન્ય દિવસોની અપેક્ષામાં શ્રાવણ મહિનાના દિવસોમાં ભોલે શંકરની પુજા અને અભિષેક કરવાથી અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે. આ શ્રાવણ મહિનામાં ઘણા દુર્લભ સંયોગ બની રહ્યા છે. સાથોસાથ તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પુજા કરતા સમયે દરેક મહિલા અને પુરુષોએ અમુક કામ કરવા જોઈએ નહીં.

શ્રાવણ મહિનામાં દહીંમાંથી બનેલી ચીજોનું સેવન પણ કરવું જોઈએ નહીં. એટલા માટે મોટાભાગના ઘરમાં શ્રાવણ મહિનામાં કઢી બનાવવામાં આવતી નથી. શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં ખુબ જ પવિત્ર અને પાવન માનવામાં આવે છે. આ દરમિયાન કોઈપણ વ્યક્તિનું અપમાન કરવું નહીં અને પોતાની ઉપર સંયમ જાળવીને રાખવું.

માન્યતાઓ અનુસાર ભગવાન શિવની પુજા કરતા સમયે બીલીપત્ર, ભાંગ અને ધતુરા ચડાવવામાં આવે છે, જે શિવજીને અતિપ્રિય છે. પરંતુ ધ્યાન રાખો કે પુજા દરમિયાન શિવલિંગ ઉપર હળદર અને સિંદુર ચઢાવવું જોઈએ નહીં. તેના બદલે તમે સફેદ ચંદન લગાવી શકો છો, જેને ખુબ જ શુભ માનવામાં આવે છે.

શ્રાવણ મહિનામાં દરરોજ શિવ મંદિરમાં જઈને શિવલિંગ ઉપર દુધથી જણાભિષેક કરવામાં આવે છે. જે ખુબ જ શુભ માનવામાં આવે છે. એ જ કારણ છે કે આ મહિનામાં દુધનું સેવન કરવું જોઈએ નહીં.

શ્રાવણ મહિના દરમિયાન શિવભક્તોએ ક્યારેય પણ મનમાં ખરાબ વિચાર લાવવા જોઈએ નહીં. આ સમયે ધર્મ સંબંધી પુસ્તકોનું અધ્યયન કરવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં ભક્તો અને ઈશ્વર વચ્ચેનું અંતર ઓછું થાય છે, એટલા માટે સવારે મોડે સુધી સુવામાં સમય પસાર કરવો જોઈએ નહીં. સવારે જલ્દી ઊઠીને ભગવાન શિવની પુજા કરવી જોઈએ.

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ જણાવવામાં આવેલ છે, એટલા માટે આ મહિનામાં ક્યારેય પણ માંસ અને મદિરા નું સેવન કરવું જોઈએ નહીં. તેનાથી તમારું મન અશુદ્ધ થાય છે અને અશુદ્ધ મનથી ભગવાનની પુજા કરવામાં આવતી નથી. શ્રાવણ મહિનામાં શિવ ભક્તિ માટે તમારી આસપાસનું વાતાવરણ ખુબ જ જરૂરી છે. તેના માટે તમારે હંમેશા પોતાના ઘરમાં સાફ-સફાઈ રાખવી જોઈએ. પુરાણો અનુસાર શ્રાવણ મહિનામાં સ્ત્રી પુરુષ પ્રસંગથી પણ બચવું જોઈએ.

શ્રાવણ મહિનામાં ભુલથી પણ રીંગણાનું સેવન કરવું જોઈએ નહીં. એટલે કે શ્રાવણ મહિનામાં રીંગણાના શાકભાજી ખાવાથી દુર રહેવું જોઈએ. જણાવી દઈએ કે રીંગણાને અશુદ્ધ શાકભાજી માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *