ભારતમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસનાં સંક્રમણને ધ્યાનમાં રાખીને હવે વૈજ્ઞાનિકોએ તેનો ઇલાજ શોધવા માટે નવા પ્રયોગો શરૂ કર્યા છે. આ કડીમાં હવે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (CSIR) ને ફેવિપિરાવિર નામની એન્ટી વાયરલ દવાનું દેશમાં ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા વાળા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ દ્વારા (CSIR) ને તેની મંજુરી મળ્યા બાદ આગલા સપ્તાહથી તેનું ટ્રાયલ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
CSIR ના મહાનિર્દેશક ડોક્ટર શેખર માંડે એ જણાવ્યું હતું કે ફેવિપિરાવિર એક એવી દવા છે, જે પહેલાથી ઇન્ફલુએંજા નાં ઈલાજમાં ભારત સહિત ઘણા દેશોમાં પ્રયોગ કરવામાં આવી રહી છે. અમને આશા છે કે તેનાથી કોરોના વાયરસ પર કાબૂ મેળવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે આ દવા દ્વારા કોરોના વાયરસનો ઈલાજ કરવા માટે CSIR અને અન્ય એક કંપનીએ પરવાનગી માંગી હતી. CSIR ને તેની પરવાનગી મળી ગઈ છે. અમે આશા રાખીએ છીએ કે આગલા સપ્તાહ સુધી અમે તેના પર કામ શરૂ કરી દેશું.
Drug Controller General of India has given approval for clinical trials of Favipiravir which is used in influenza in Japan, China etc & could be potentially useful against #COVID19 & a phytopharmaceutical which is an extract of a plant: CSIR Director General Shekhar Mande pic.twitter.com/fxEZy1MBqR
— ANI (@ANI) May 8, 2020
ડોક્ટર શેખર માંડેએ જણાવ્યું હતું કે ફેવિપિરાવિર એક સુરક્ષિત દવા છે અને તેના ટ્રાયલમાં સીધા ફેસ-૨ નું પરીક્ષણ શરૂ કરવામાં આવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે આ ટ્રાયલ એક મહિનામાં પૂર્ણ થઇ જશે. જો ટ્રાયલના પરિણામો સારા આવે છે તો આપણે કોરોના વાયરસ સાથે લડવા વાળી દવા ખૂબ જ જલ્દી અને સસ્તી કિંમત પર ઉપલબ્ધ કરાવી શકીશું.
દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૫૬૩૪૨ થઈ
મહત્વપૂર્ણ છે કે ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પાછલા ૨૪ કલાકમાં ૩,૩૯૦ કેસ નવા સામે આવ્યા છે, જ્યારે ૧૦૩ લોકોના મૃત્યુ થઈ ગયા છે. હવે દર્દીઓની સંખ્યા ૫૬,૩૪૨ થઈ ગઈ છે. જ્યારે આ ખતરનાક વાયરસ થી ભારતમાં ૧,૧૮૬ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે પાછલા ૨૪ કલાકમાં ૧,૨૭૩ લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફરી ચુક્યા છે. નવા આંકડા અનુસાર ૨૯.૩૦ ટકા દર્દીઓ આ બીમારીથી હવે સ્વસ્થ થઇ રહ્યા છે.