સારા સમાચાર : ભારતમાં કોરોના વાયરસનાં દરેક ૧૦૦ માંથી ૨૦ દર્દીઓ થયા સ્વસ્થ અને નું મૃત્યુ, જાણો નવા આંકડા

Posted by

કોરોના વાયરસના દર્દીનાં આંકડા ભલે ભારતમાં સતત વધી રહ્યા હોય પણ આ બધાની વચ્ચે સારા સમાચાર એ છે કે, ભારતમાં કોરોના વાયરસના દર્દી સ્વસ્થ થવાની ગતી અન્ય દેશો કરતા વધારે છે. નવાં અકડાં પ્રમાણે કોરોનાં દર્દીની મૃત્યુની ગતી ૩% છે પરંતુ રીકવરી રેટ ૨૦% છે. એનો અર્થ છે કે, ભારતમાં રોજ કોરોના વાયરસ ૧૦૦ માંથી ફ્ક્ત 3 દર્દી મૃત્યુ પામે છે. આ અકડાં ઘણાં સંતોષકારક છે અને આનો એક સંદેશ ઘણો સ્પષ્ટ છે કે, કોરોના વાયરસથી સાવધાન રહેવાની જરૂર છે, ડરવાની નહીં. કારણ કે એની ઝપટમાં આવેલા દર્દીને સ્વસ્થ કરી શકાય છે. તમને જણાવી દઈએ અત્યારના સમયે અમેરિકામાં રિકવરી રેટ ૯%છે.

કેટલા છે નવાં અકડાં?

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરુવાર ૨૩ માર્ચ સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા વધીને ૨૪,૯૪૨ એ પહોંચી ગઈ છે. એમાં મૃત્યુ વાળાની સંખ્યા ૭૮૦ છે, જ્યારે ૫૪૯૮ લોકોને સ્વસ્થ કરવામાં આવ્યા છે. આંકડા પ્રમાણે ભારતમાં રિકવરી રેટ આ સમયે ૧૯.૯૦% છે. એની સાથે ભારતમાં કોરોના વાયરસ દર્દીઓની વધવાની ઝડપમાં ઘણો સુધારો આવ્યો છે. એટલે કે, પહેલાની અપેક્ષા ઓછા દર્દીઓ વધી રહ્યા છે. એનું એકમાત્ર કારણ એ છે કે, ભારત સરકારને સારા સમય પર દેશ વ્યાપી લોકડાઉનની ઘોષણા કરી સંક્રમણને ફેલાવી રોકી લીધું હતું.

ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કેટલા નવા કેસ?

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૦૮ દર્દીની ઓળખ થઈ છે. જ્યારે ૭૮ લોકોની મૃત્યુ થઈ છે. આજે ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા ૨૪,૯૪૨ પહોંચી ગઈ છે અને મૃત્યુનો આંકડો ૭૮૦ પર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ થોભવાનુ નામ નથી લઈ રહ્યું. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોનાના ૯૮૩ નવા કેસ સામે આવ્યા જ્યારે ૩૭ લોકો મૃત્યુ પામ્યા હતા. એની સાથે ગુજરાત અને રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમિતની  સંખ્યા બહુ વધારે આવી છે. શનિવારે ગુજરાતમાં ૬૪૧ નવા દર્દીઓ અને રાજસ્થાનમાં 3૩૧૪ નવા દર્દી મળ્યા છે. જ્યારે ગુજરાતમાં ૨૬ લોકો મર્યા છે અને રાજસ્થાન માં ૨ લોકોનાં મૃત્યુ થયા છે.

જાણો કયા રાજ્યમાં કેવી છે પરિસ્થિતી?

મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનને છોડીને દેશના બીજા રાજ્યોમાં દર્દીના વધવાના આંકડા સ્થિર રહ્યા છે. શનિવારે દિલ્હીમાં ૧૬૭ નવા કેસ, ઉત્તર પ્રદેશમાં ૧૫૫ નવા કેસ, તમિલનાડુમાં ૧૦૯ નવા કેસ, બિહારમાં ૨૯, જારખંડમાં ૩, પશ્ચિમ બંગાળમાં ૬૪, આંધ્રપ્રદેશમાં ૫૬, કર્ણાટકમાં ૧૨, હરિયાણામાં ૮, પંજાબમાં ૬ અને જમ્મુ-કાશ્મીરમાં ૩૯ નવા કેસ સામે આવ્યા છે. દર્દીને સ્વસ્થ કરવામાં દિલ્હીની ટકાવારી ખૂબ સારી છે, જ્યાં કુલ ૨૨૪૮ દર્દી માંથી ૭૨૪ને સ્વસ્થ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *