ભારતમાં ખુબ જ જલ્દી આવશે કોરોના વેક્સિન, દર મહિને મળશે ૧૦ કરોડ ડોઝ, જાણો કિંમત

Posted by

દેશ-દુનિયામાં હાલના સમયમાં આતુરતાથી કોરોના મહામારીની વેક્સિનની રાહ જોવામાં આવી રહી છે. કોરોનાની વેક્સિનને લઈને લોકોની આશા જે દેશો પર ટકેલી છે, તેમાં ભારતનું નામ પણ મોખરે છે. ભારતમાં કોરોના વાયરસની વેક્સિન પર ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. હવે તેની વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનાં CEO અદાર પુનાવાલાએ મોટું નિવેદન આપ્યું છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનાં CEO પુનાવાલાએ જણાવ્યું છે કે ઓક્સફોર્ડ કોવિડ-૧૯ સ્વાસ્થ્યકર્તાઓ અને મોટી ઉંમરના લોકોની વચ્ચે ૨૦૨૧ની શરૂઆતમાં આવશે. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસની વેક્સિન સામાન્ય લોકો માટે એપ્રિલ ૨૦૨૧ સુધી ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રોજેનેકા દ્વારા વિકસિત વેક્સિનનું ભારત દેશમાં ટ્રાયલ કરી રહ્યું છે.

ગુરૂવારનાં રોજ હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ-૨૦૨૦માં પોતાના સંબોધનમાં અદાર પુનાવાલાએ આ દાવો કર્યો હતો. સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે દરેક ભારતીયને ૨૦૨૪ સુધી કોરોના વાયરસની વેક્સિન મળી જશે. કિંમતને લઇને પુનાવાલાએ હજુ સુધી કોઈ સ્પષ્ટ જાણકારી આપી નથી. તેમણે એવું જરૂર કહ્યું હતું કે અંતિમ પરીક્ષણોનાં પરિણામનાં આધાર પર સામાન્ય લોકોએ બે જરૂરી ડોઝ માટે ૧ હજાર રૂપિયા ચૂકવવા પડી શકે છે.

કિંમતને લઈને આ અસમંજસ, પરંતુ પરિણામ સકારાત્મ

પુનાવાલા જણાવ્યા અનુસાર કિંમતને લઇને હજુ સુધી અસમંજસની સ્થિતિ બનેલી છે. કિંમત નિર્ધારિત કરવા પર કામ ચાલી રહ્યું છે. અદાર પુનાવાલાએ જણાવ્યું હતું કે ભારતમાં ખૂબ જ સસ્તી કિંમતે કોરોના વાયરસ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે તેમને ખુશખબરી આપતા કહ્યું હતું કે ટ્રાયલમાં વેક્સિનનાં પરિણામ ખૂબ જ સકારાત્મક રહ્યા છે. તેનું પરીક્ષણ મોટી ઉંમરના લોકો ઉપર પણ સફળ રહ્યું છે, પરંતુ હાલમાં તેના પ્રભાવને લઈને સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાનાં CEO એ કોઈ સ્પષ્ટ જાણકારી આપી નહીં. તેમણે આશા દર્શાવતા કહ્યું હતું કે આગામી બેથી ત્રણ સપ્તાહમાં બ્રિટનમાં તેના પ્રભાવી પરિણામ જોવા મળશે.

દર મહિને ૧૦ કરોડ ડોઝનો લક્ષ્ય

પુનાવાલા જણાવ્યું હતું કે તેમનો લક્ષ્ય દર મહિને ૧૦ કરોડ તૈયાર કરવાનો છે. ભારતને લઈને તેમણે કહ્યું હતું કે દેશમાં જૂન જુલાઈ સુધી તેનો પ્રયાસ રહેશે કે તેઓ ૩૦-૪૦ કરોડ વેક્સિન આપી શકે. વળી બાળકોને લઈને પુનાવાલા જણાવ્યું હતું કે, હજુ બાળકોએ તેની વધારે રાહ જોવી પડશે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

ભારત દુનિયાના કોરોના થી સૌથી વધારે પ્રભાવિત દેશો માંથી એક છે. ભારતમાં કોરોના દર્દીઓનો આંકડો ૯૦ લાખને પાર પહોંચી ગયો છે. શુક્રવારનાં રોજ દેશમાં ૪૫,૫૭૬ નવા મામલા સામે આવ્યા હતા. વળી કોરોના થી મૃત્યુ પામેલા તાજા આંકડા ૫૮૫ નોંધવામાં આવ્યા છે. તેની સાથે જ ભારતમાં હવે કોરોના થી ૧ લાખ ૩૨ હજાર થી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *