ભારતમાં કોરોનાનો કોહરામ હજી બાકી છે, આ મહિનામાં મહામારી ચરમ પર હશે : અધ્યયન

Posted by

ભારતમાં લોકડાઉન ૩.૦ ચાલી રહ્યું છે, પરંતુ તેમ છતાં પણ કોરોના વાયરસના આંકડા હજુ પણ સતત વધી રહ્યા છે અને તેને હજી ચરમ પર પહોંચવાનું બાકી છે. કોલકાતા સ્થિત ઇન્ડિયન એસોસિએશન ફોર કલ્ટિવેશન ઓફ સાઇન્સમાં થયેલ એક અધ્યયન અનુસાર હાલના સમયે દેશમાં કોરોનાની મહામારી વ્યાપક રૂપ પર પહોંચી નથી. પરંતુ આ વર્ષના જૂનના અંત સુધીમાં મહામારી પોતાના ચરમ પર હશે.

Advertisement

અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, દેશભરમાં લોકડાઉનને કારણે મહામારીનાં ચરમ પર પહોંચવાનો સમય ૧ મહિના સુધી ટાળી શકાયો છે, જેનાથી કોરોના સાથે લડવા માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી શકે. કમ્પ્યુટેશનલ મોડેલ પર આધારિત આ સ્ટડી જણાવે છે કે ભારતમાં જૂનના અંત સુધીમાં અંદાજે દોઢ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થવાની સંભાવના છે.

આ સ્ટડીમાં રીપ્રોડક્શન નંબરની મદદથી જણાવવામાં આવ્યું છે કે કોરોનાનું સંક્રમણ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે. સ્ટડીમાં રીપ્રોડક્શન નંબર ૨.૨ મળી આવ્યું છે. જેનો મતલબ છે કે ૧૦ લોકોથી આ સંક્રમણ સરેરાશ ૨૨ લોકોમાં ફેલાઇ રહ્યું છે. લોકડાઉન અને સામાજિક અંતર યોગ્ય રીતે પાલન કરવા પર આ રીપ્રોડક્શન ઓછો થઈને ૦.૭ સુધી પહોંચવાની આશા છે.

આઈએસીએસનાં ડાયરેક્ટર શાંતનુ ભટ્ટાચાર્યએ જણાવ્યું કે આ સ્ટડી ઓફ મેથેમેટિકલ સાયન્સના સાઇંટિસ્ટ રાજા પોલ અને તેમની ટીમે સસેપ્ટેબલ ઇન્ફેકટેડ રિકવરી ડેથ પર કરેલ છે. જેથી ભારતમાં કોરાની સ્થિતિનું આકલન કરવામાં આવી શકે.

આ મોડલ અનુસાર દેશમાં જો લોકડાઉન ના લગાવવામાં આવ્યું હોત તો કોરોનાની આ મહામારીનું ચરમ મે મહિનાનાં અંતમાં હોત. લોકડાઉનને કારણે તેનાથી અંદાજે ૧૫ દિવસનો ફરક આવ્યો છે. ફક્ત આટલું જ નહીં આ મોડલ એવું પણ જણાવે છે કે જો ૩ મે ના રોજ લોકડાઉનને સંપૂર્ણ રીતે હટાવી દેવામાં આવ્યું હોત તો કોરોના સંક્રમણમાં ખૂબ જ ભારે ઉછાળો જોવા મળી શક્યો હોત.

ભારતમાં ૨૫ માર્ચ ના જ્યારે લોકડાઉનની ઘોષણા થઈ ત્યારે દેશભરમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા ૬૫૭ હતી, જ્યારે જર્મનીમાં ૨૨ માર્ચના જ્યારે દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા થઈ ત્યારે ત્યાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ૨૫ હજાર હતી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *