ભારતમાં લોન્ચ કરવામાં આવી “ઍન્ટિબોડી કોકટેલ” દવા, કોરોના થવા પર ડોનાલ્ડ ટ્રમ્પને પણ આપવામાં આવી હતી આ દવા

રોશ ઇન્ડિયા અને સિપ્લા એ “એન્ટીબોડી કોકટેલ” (કૈસિરિવિમૈબ અને ઇમદેવિમાબ) દવાને લોન્ચ કરી દીધી છે, જે કોરોના દર્દીઓનાં ઈલાજ માં કામ આવશે. એન્ટીબોડી કોકટેલ ની કિંમત ૫૯,૭૫૦ રૂપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવેલી છે. કંપનીનો દાવો છે કે આ દવા નો ઉપયોગ કોરોના ગ્રસ્ત તે લોકો પર કરી શકાય છે જે ખુબ જ બીમાર છે.

સોમવારે સિપ્લા અને રોશ દ્વારા એક સંયુક્ત નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે એન્ટીબોડી કોકટેલ (કૈસિરિવિમૈબ અને ઇમદેવિમાબ) ની પહેલી ખેપ ભારતમાં ઉપલબ્ધ છે. જ્યારે બીજી ખેપ જુનનાં મઘ્ય સુધીમાં ઉપલબ્ધ હશે. કુલ મળીને આ ડોઝ થી બે લાખ દર્દીઓ નો ઈલાજ કરી શકાશે. આ દવાનું વિતરણ સમગ્ર ભારતમાં કરવામાં આવશે. પ્રત્યેક દર્દીઓ માટે આ એક ડોઝ ની કિંમત ૫૯,૭૫૦ રૂપિયા હશે, જેમાં બધા જ ટેક્સ સામેલ છે. નિવેદન અનુસાર દવા મુખ્ય હોસ્પિટલ અને કોઈ કોવિડ ઉપચાર કેન્દ્રોનાં માધ્યમથી ઉપલબ્ધ થશે.

આ દવાની ખાસિયત

એન્ટીબોડી કોકટેલ ને ૧૨ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના કોરોના દર્દીઓને આપી શકાય છે. જોકે આ દવા ફક્ત તે બાળકોને જ આપી શકાય છે જેનો વજન ઓછામાં ઓછો ૪૦ કિલો હોય. આ દવા હળવાથી મધ્યમ કોરોના વાયરસ દર્દીઓ પર યોગ્ય રીતે કામ કરે છે. આ દવા દર્દીઓને હોસ્પિટલ માં દાખલ થવાની સંભાવના ૭૦% સુધી ઓછી કરવામાં મદદ કરે છે અને ઓક્સિજનનું સ્તર પણ યોગ્ય જાળવી રાખે છે. તેને કોરોના પોઝિટિવ આવવાના ૪૮ થી ૭૨ કલાકની અંદર લઇ શકાય છે. તેને લેવામાં ૨૦ થી ૩૦ મિનિટ લાગે છે. ત્યારબાદ એક કલાક સુધી દર્દીને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે.

આ દવા વાયરસને માનવીય કૌશિકાઓમા જવાથી રોકે છે. જેના કારણે વાઇરસને ન્યુટ્રિશિયન મળતું નથી. આવી રીતે આ દવા વાયરસને રેપલિકેટ કરવાથી રોકે છે. આ દવાને અમેરિકામાં ઈલાજ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવી રહી છે. વળી હવે ભારત સરકારે પણ તેના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. એન્ટીબોડી કોકટેલને કોરોના થી પિડીત પૂર્વ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને આપવામાં આવેલ હતી.

ભારતમાં એન્ટીબોડી કોકટેલ ના વિતરણ નું કામ સિપ્લા ને આપવામાં આવેલ છે. આ દવા હજુ દેશના અમુક જગ્યા પર જ મળી શકે છે. જેમ કે તેને મેદાંતા હોસ્પિટલમાંથી લઈ શકાય છે.

મહત્વપૂર્ણ છે કે કોરોના ઈલાજ માટે આ પહેલા 2DG બીજી દવાનો ઉપયોગ કરવા માટે સરકાર તરફથી ઇમર્જન્સી મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારબાદ આ દવાને ડીઆરડીઓ દ્વારા લોન્ચ કરવામાં આવેલ હતી. આ દવાની મદદથી કોરોના દર્દીઓની રિકવરી ખુબ જ જલદી થાય છે અને ઓક્સિજન પર તેમની નિર્ભરતા ઓછી રહે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે 17 મેનાં રોજ સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને એમ્સ દિલ્હી નિર્દેશક ડો. રણદીપ ગુલેરીયાની હાજરીમાં આ દવાને લોન્ચ કરી હતી.

ક્લિનિકલ ટ્રાયલમાં આ દવાને સફળતા મળી છે. આ દવા સૈશે માં પાવડરના રૂપમાં આવે છે. કોરોના દર્દીઓને તેને પાણીમાં મિક્સ કરીને આપવામાં આવે છે. આ દવા કોરોના વાયરસથી સંક્રમિત કોશિકાઓમાં જમા થાય છે અને વાયરલ સિંથેસિસ અને એનર્જી પ્રોડકશનને અટકાવીને વાઇરસનાં ગ્રોથને રોકે છે.