ભારતમાં ઓછામાં ઓછા ૧૦ અઠવાડીયા સુધી વધુ લોકડાઉન વધારવું જોઈએ, ઉતાવળ કરી તો વધારે ગંભીર પરિણામ આવી શકે છે

Posted by

દેશમાં કોરોના વાયરસને લીધે ૩ મે સુધી સરકારે લોકડાઉન ઘોષિત કર્યું છે. 3 મેના દિવસે ભારતમાં ૪૦ દિવસનું લોકડાઉન પૂરું થશે. સૌથી પહેલા ૨૪ માર્ચના દિવસે ભારતમાં લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી જે ૧૪ એપ્રિલ સુધી કરવામાં આવી હતી. પરંતુ હાલાત સ્થિર થતા ન દેખાતા આ લોકડાઉનને ૩ મે સુધી લંબાવવામાં આવ્યું હતું. લોકો એવી આશામાં બેઠા છે કે ૩ મે પછી સ્થિતિ સામાન્ય થઇ જશે. બધુ પહેલાં જેવું થઇ જશે, પરંતુ શું સાચે એવું થવાનું છે? દુનિયાના મશહૂર હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે ભારતે હમણાં લોકડાઉન  હટાવવાના વિષયમાં જરા પણ વિચારવું જોઈએ નહીં. એમનું માનવું છે કે ભારતમાં હજી ઓછામાં ઓછું ૧૦ અઠવાડિયાનું લોકડાઉન  હોવું જોઈએ.

Advertisement

૭૦ દિવસો સુધી લંબાવે લોકડાઉન ભારત

મેડિકલ રિસર્ચ મેગેઝીન લેંસેટ ના એડિટર ઇન ચીફ રિચર્ડ હોન્ટર્નને લોકડાઉન અને ભારતમાં સંક્રમણની મોજુદા સ્થિતિ ઉપર ચર્ચા કરતી વખતે કહ્યું કે ભારતમાં હમણાં જે  સ્થિતિ છે એ પ્રમાણે ઓછામાં ઓછું ૭૦ દિવસો સુધી લોકડાઉન ચાલુ રાખવું જોઈએ. તેઓએ એવી પણ ચેતવણી આપી છે કે ભારતે લોકડાઉન ખોલવાની ઉતાવળ કરવાની ભૂલ કરવી જોઈએ નહીં. તેઓએ કહ્યું છે કે ભારતે લોકડાઉન પર જે સમય અને પૈસા ખર્ચ કર્યા છે એને બરબાદ ના કરે. આ લોકડાઉનને  આગળ ૧૦ અઠવાડિયા સુધી ચાલુ રાખે.

જણાવી દઈએ કે અત્યારે ભારત માં લોકડાઉનનો બીજો ફેઝ ચાલી રહ્યો છે. રિચર્ડ એ આશા બંધાવતા કહ્યું છે કે કોઈપણ દેશમાં આ મહામારી હંમેશા માટે નથી. એક દિવસ તો આ ખતમ થઇ જ જશે. અમારા દેશમાં પણ આ વાઇરસને ખતમ કરવાની દિશામાં જ કામ ચાલી રહ્યું છે. ભારત પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે. જો ભારતમાં લોકડાઉન સફળ રહેશે તો તમે જોશો ૧૦ અઠવાડિયામાં જ આ મહામારી પૂરી થઈ જશે. જો વાયરસનો અંત થશે તો બધી વસ્તુઓ ફરીથી સામાન્ય થઇ જશે.

લોકડાઉન ના વધાર્યું તો પરિણામ સારા નહીં આવે

હોટર્ન એ કહ્યું છે કે એ વાતમાં કોઇ બે મત નથી અત્યારે સ્થિતિ સામાન્ય નથી. આપણે સોશિયલ ડીસ્ટેંસિંગનું પાલન કરવાનું છે. આપણે આગળનાં સમયમાં પણ માસ્ક પહેરવું પડશે અને સાથે પોતાની સાફ સફાઈ પર પૂરું ધ્યાન આપવું પડશે. હોટર્નને પૂછવામાં આવ્યું કે આ લોકડાઉન થી નીકળવા માટે ભારતની સૌથી સારી રણનીતિ કઈ હોવી જોઈએ? આના પર તેમણે કહ્યું કે બધાની એ ઈચ્છા છે કે સૌનું જીવન જલ્દી સામાન્ય થઈ શકે અને બધા કામ તેમજ થવા લાગે જેવા પહેલા હતા. પરંતુ તમારાથી એક નિવેદન છે કે આમાં કોઇપણ પ્રકારની ઉતાવળ કરવામાં આવે નહીં. તમે લોકડાઉન  ઉપર ખૂબ જ પૈસા અને સમય ખર્ચ કર્યો છે, હવે ૧૦ અઠવાડિયા માટે આ લોકડાઉનને ચાલવા દો. ફક્ત ૪૦ દિવસ આ મહામારીને ખતમ કરવા માટે પૂરતા નથી.

૧૦ અઠવાડિયા માટે લોકડાઉનના પક્ષમાં પોતાની વાત રાખતા હોટર્ન એ કહ્યું છે કે વાયરસ આટલા દિવસ પછી નહીં ફેલાય. કેમકે આ બહુ જ ઓછા લોકોને થયું હશે. તેઓ ચીનના વુહાનનું ઉદાહરણ આપતા કહ્યું કે વુહાને ૨૩ જાન્યુઆરીના દિવસે જ લોકડાઉન જાહેર કરી દીધું હતું. જેનાથી ત્યાં સંક્રમણ ફેલાયું નહીં હવે લોકો ચીનમાં સામાન્ય જીવન તરફ વળી રહ્યા છે. ભારતમાં ૧૦ અઠવાડિયા પછી વાયરસ ખૂબ જ નીચલા સ્તર પર હશે.

પોતે વર્તો સાવધાની

હોટર્ન એ કહ્યું છે કે તમે લોકડાઉન ખોલવામાં ઉતાવળ કરશો તો બીમારીનો બીજો ફેઝ પહેલા કરતાં પણ વધારે ખતરનાક હશે. બધા જ કામ પર જવા માંગે છે અને સામાન્ય જીવન જીવવાની ચાહ રાખે છે. પરંતુ તમને મારી અપીલ છે કે તમે આમાં કોઈપણ પ્રકારની ઉતાવળ કરશો નહીં. બ્રિટનમાં વેક્સિન બનાવવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ તેઓ કેટલા સફળ થશે એ કહી શકાય નહીં. એટલે આપણે પોતે જ પોતાનો બચાવ કરવાનો છે. માસ્ક પહેરો, હાથ ધોવો, અંતર બનાવી રાખો જેનાથી તમે અને તમારો પરિવાર સુરક્ષિત રહી શકે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *