ભારતમાં પહેલી વખત ગાયનાં પંચગવ્ય માંથી બનાવેલ કોરોનાની આયુર્વેદિક દવાનું ક્લિનિકલ ટ્રાયલ થશે

Posted by

આયુર્વેદમાં અમુક બીમારીઓની સારવાર માટે ગૌમૂત્ર અને ગાયના છાણની અસરકારકતાનું મહત્વ સમજાવવામાં આવે છે. ગાયના દૂધ, માખણ, ઘી છાણ અને પેશાબ જેવા પાંચ તત્વોમાંથી બનાવવામાં આવેલ ઉત્પાદનને વેદમાં પંચગવ્ય તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેનો યુગોથી ભારતમાં ઉપયોગ કરવામાં આવી રહેલ છે. વિશ્વને કોરોના વાયરસે પોતાના ભરડામાં લીધું છે. આપણા દેશમાં પણ સતત કોરોના વાયરસનાં કેસો વધી રહ્યા છે. વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની વેક્સિન શોધવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ પણ દેશને તેમાં નક્કર સફળતા મળી નથી.

ત્યારે ગુજરાતનાં રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના અધ્યક્ષ ડોકટર વલ્લભ કથિરિયાએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં પ્રથમ વખત ગાયના પંચગવ્ય માંથી તૈયાર કરવામાં આવેલ દવાનો ક્લિનિકલ ટ્રાયલ કોરોના પોઝિટિવ દર્દીઓ પર થવા જઈ રહ્યું છે. આ આયુર્વેદિક દવા ગાયનાં ગૌમુત્ર, દૂધ, દહીં, ઘી અને છાણમાંથી તૈયાર કરવામાં આવેલ છે, જેને પંચગવ્ય કહેવામાં આવે છે. આ દવાનું ક્લિનિકલ ટ્રાયલ દેશના હોટસ્પોટ ગણાતા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, બરોડા, દિલ્હી, હૈદરાબાદ, પુના જેવા શહેરોમાં કરવામાં આવશે.

Image Source

રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ વલ્લભ કથિરિયાએ કહ્યું હતું કે ,તેનું ક્લિનિકલ ટ્રાયલ ખૂબ જ જલ્દી શરુ થશે. પંચગવ્યનું ટ્રાયલ દેશની ૧૦ હોસ્પિટલોમાં કરવામાં આવશે. જેની શરૂઆત રાજકોટની સિવિલ હોસ્પિટલ થશે, જે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મત વિસ્તાર છે. તે સિવાય અમદાવાદ અને સુરતની હોસ્પિટલમાં પણ પંચગવ્યનો ટ્રાયલ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન સંમતિ આપનાર દર્દીઓને આ દવા આપવામાં આવશે અને તેના પરિણામનાં પરીક્ષણ વૈજ્ઞાનિક આધાર અને ક્લિનિકલ ટ્રાયલનાં આધુનિક દિશાનિર્દેશોની સાથે થશે.

પંચગવ્ય અનેક રોગમાં કારગર

Image Source

ડોક્ટર વલ્લભ કથિરિયાએ જણાવ્યું હતું કે આયુર્વેદમાં વર્ષોથી પંચગવ્યને અનેક રોગો માટે અસરકારક માનવામાં આવેલ છે. વેદોમાં પણ ગાય માંથી મળતા પાંચ તત્વો ગૌમુત્ર, ઘી, દૂધ, દહીં અને છાણને પંચગવ્ય તત્વ તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ છે. આપણા દેશમાં યુગોથી આ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે ગુજરાતમાં કોરોના વાયરસની સારવાર માટે ગાયના પંચગવ્ય તત્વની દવાનો ક્લિનિકલ ટ્રાયલ થવા જઈ રહ્યું છે. આયુર્વેદ અને ગાયના પંચગવ્ય માંથી બનાવવામાં આવેલ આ દવાનું ક્લિનિકલ ટ્રાયલ એલોપેથિક દવાનાં નિયમાનુસાર કરવામાં આવશે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સીપાલ ડોક્ટર હિતેષ જાનીએ જણાવ્યું હતું કે, કોઇ વર્ષો જૂની દવાનું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યું હોય તેઓ આ પહેલો કિસ્સો બનશે. એક-બે દિવસમાં આ ટ્રાયલ શરૂ થશે અને પ્રોટોકોલ અનુસાર તે ૧૫ દિવસ સુધી ચાલશે. વળી, વધુમાં તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે દર્દીને દવાની અસર કેવી થઇ રહી છે તે જાણવા માટે વાયરસ લોડ દરરોજ લેવામાં આવશે. આ દવાને દૂધ તથા પાણી સાથે સરળતાથી લઇ શકાશે. જો આ દવાના ઉપયોગથી કોરોનાવાયરસ દર્દીઓમાં સારું પરિણામ મળે છે તો ગુજરાત વિશ્વમાં એવું પ્રથમ રાજ્ય હશે જેની કોરોના વાયરસની દવાનું સંશોધન કર્યું હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *