દુનિયામાં ઘણા બધા દેશ કોરોના વાયરસની વેક્સિન બનાવવામાં જોડાયેલા છે અને આ દેશોમાંથી એક ભારત પણ છે. ભારતમાં ભારત બાયોટેક, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ વાયરોલોજી એ સાથે મળીને કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરી લીધી છે. વળી આ વેક્સિન હવે પોતાના આખરી ચરણમાં પહોંચી ચૂકી છે.
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા તરફથી કોરોનાની બનાવવામાં આવેલી આ દવાને પહેલા અને બીજા ફેઝમાં હ્યુમન ક્લિનિકલ ટ્રાયલની અનુમતિ મળી ગઈ હતી. ત્યારબાદ જુલાઈ મહિનામાં તેના ટ્રાયલ શરૂ થઈ ચૂક્યા હતા. આ વેક્સિનને સંક્રામક સાર્સ-CoV-2 વાયરસની એક સ્ટ્રેન માંથી બનાવવામાં આવેલ છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી માં વેક્સિન બનાવવાની પ્રક્રિયા અંતર્ગત સાર્સ-CoV-2 સ્ટ્રેન થી અલગ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને ભારત બાયોટેક માં ટ્રાન્સફર કરવામાં આવ્યા. પછી ભારત બાયોટેકમાં આ વેક્સિનને બનાવવામાં આવી છે.
કોઈપણ વેક્સિનને તૈયાર કર્યા બાદ જાનવરોમાં તેનું પરીક્ષણ કરવામાં આવે છે. જાનવરો પર સફળ પરીક્ષણ થયા બાદ તેને મનુષ્ય પર ટેસ્ટ કરવામાં આવે છે. માનવ પરીક્ષણની મદદથી જાણી શકાય છે કે વેક્સિન બીમારીને ખતમ કરવામાં કેટલી કારગર છે અને સુરક્ષિત છે કે નહીં. વળી ભારતમાં હવે કોરોના વાયરસની વેક્સિનનું માનવ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આ પરિક્ષણ સફળ થયા બાદ વેક્સિન બજારમાં આવી જશે.
રશિયાની કંપનીને મળી સફળતા
મોસ્કોની સેચેનોવ યુનિવર્સિટીએ કોરોનાની પહેલી વેક્સિનનું સફળતાપૂર્વક માનવ ટ્રાયલ પૂર્ણ કરી લીધું છે. આ વેક્સિનને રશિયાની ગમલેઇ ઇન્સ્ટિટયૂટ ઓફ એમિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી એ તૈયાર કરેલ છે. જ્યારે સેચેનોવ યુનિવર્સિટીમાં વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું હતું. વેક્સિનનું આ ટ્રાયલ હવે પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને રિસર્ચર્સ ના જણાવ્યા અનુસાર બધા જ સ્ટેજમાં વેક્સિન ટ્રાયલ સફળ રહ્યું છે.
જલ્દી શરુ થશે દવાનો પ્રોડક્શન
ટ્રાયલ પૂર્ણ થયા બાદ આ રેગ્યુલેટરી એપ્રુવલ મળતાની સાથે જ તેનું પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવશે. યુનિવર્સિટીના ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ પેરાસાઈટોલોજીનાં ડાયરેક્ટર એલેક્ઝાન્ડર લુકાશેવનાં જણાવ્યા અનુસાર પ્રોડક્શન વધારવાની સંભાવનાઓ પર વાત ચાલી રહી છે. જો બધું એકદમ યોગ્ય રહે તો બે થી ત્રણ મહિનામાં આ વેક્સિન બનવાનું શરૂ થઈ જશે. રશિયા ન્યુઝ એજન્સી ના જણાવ્યા અનુસાર વેક્સિનનું પહેલું ટ્રાયલ ૧૮ જૂનના રોજ શરૂ થયું હતું ત્યારે તેનું ટ્રાયલ ૧૮ લોકો પર કરવામાં આવ્યું હતું, વળી બીજા ફેઝનું ટ્રાયલ ૨૦ વોલંટિયર્સ પર કરવામાં આવ્યું હતું, જે ૨૩ જૂનના રોજ શરૂ થયું હતું.
મહત્વપૂર્ણ છે કે કોરોનાની વેક્સિન બનાવવામાં ઘણી બધી કંપનીઓ જોડાયેલી છે. પરંતુ હજુ સુધી કોઈને પણ સફળતા મળી નથી. આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની વેક્સિન બનીને તૈયાર થઇ જશે.
ખરાબ રીતે ફેલાઈ ચૂક્યો છે
દુનિયામાં કોરોના વાયરસ સંક્રમિત લોકોનો આંકડો ૧ કરોડથી પણ ઉપર પહોંચી ગયો છે. જ્યારે લાખો લોકોના આ દરમિયાન મૃત્યુ પણ થઈ ગયા છે. વળી ભારતમાં કોરોના વાયરસ થી ૮.૫ લાખ થી વધારે લોકો સંક્રમિત થયા છે અને ૩૦ હજારથી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.