ભારતનાં આ રહસ્યમયી કુંડ પાસે ટાળી વગાડવાથી પાણી બહાર નીકળે છે, જાણો તેનું કારણ

Posted by

મનુષ્ય એક જિજ્ઞાસુ પ્રવૃત્તિનો વ્યક્તિ છે. જ્યારથી માનવ ઇતિહાસની શરૂઆત થઈ છે. ત્યારથી તે કુદરતનાં રહસ્યને જાણવા માટે પ્રયાસરત રહેશે. તે ઘણા રહસ્ય જાણી ચુકેલ છે, પરંતુ આજે પણ સૃષ્ટિમાં એવા ઘણા સત્ય છુપાયેલા છે. જે વ્યક્તિને જાણવાનો પડકાર આપે છે સત્ય અને રહસ્યના અંતરને ઓછું અથવા ખતમ કરવાનો સિલસિલો ખુબ જ જુનો છે. પરંતુ ઉપરવાળાની લીલા જુઓ કે તે દરેક સવાલ જવાબ માંગે છે અને દરેક જવાબ પાછળ ઘણા સવાલોનું લિસ્ટ જોડાયેલું હોય છે. તેવામાં જો વ્યક્તિ કોઈ એક રહસ્યનો ઉકેલ લાવે છે તો તેની સામે બીજું પ્રગટ થઈ જાય છે.

વાત ફક્ત પોતાના ભારત દેશની કરવામાં આવે તો ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જે રહસ્યથી ભરેલ છે. આપણે ઘણી વખત એવી જગ્યાઓ વિશે સાંભળ્યું હશે. વળી ઘણા રહસ્યો તો દેશ-વિદેશના વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી. આવી જ એક રહસ્યમય જગ્યા છે, દહાલી કુંડ. એક એવો કુંડ જ્યાં તાળી વગાડવાથી પણ પાણી બહાર નીકળે છે. ઝારખંડનાં બોકારોમાં સ્થિત આ પાણીના કુંડની પાછળ શું રહસ્ય છે ચાલો તે જાણીએ.

તાળી વગાડવાથી બહાર આવે છે પાણી

જણાવી દઈએ કે ઝારખંડનાં બોકારોનું દહાલી કુંડ પોતાના રહસ્યમય ચમત્કારો માટે અવાર-નવાર ચર્ચામાં રહે છે. કહેવામાં આવે છે કે આ કુંડની સામે ઊભા રહીને તાળી વગાડવાથી પાણી બહાર નીકળે છે. એટલું જ નહીં એવું પણ કહેવામાં આવે છે કે આ કુંડનું પાણી ખુબ જ ગરમ હોય છે, જાણે હાલમાં જ તેને ઉકાળીને રાખવામાં આવ્યું હોય.

ઋતુ અનુસાર નીકળે છે પાણી

વળી અમુક લોકો એવું જણાવે છે કે ઋતુ અનુસાર આ કુંડમાંથી પાણી બહાર નીકળે છે. જો ઉનાળો ચાલતો હોય તો પાણી ઠંડુ નીકળશે. વળી શિયાળો ચાલતો હોય તો પાણી ગરમ નીકળશે.

આ કુંડ વિશે શું કહે છે રિસર્ચ

જણાવી દઈએ કે દહાલી કુંડનું પાણી જમુઈ નામનાં નાળાથી થઈને ગરગા નદીમાં જાય છે. એક શોધ અનુસાર આવી જગ્યા પર પાણી ખુબ જ નીચે હોય છે. તેવામાં તાળી વગાડવાથી ધ્વનિ તરંગો થી પાણી ઉપર અસર પડે છે અને તે ઉપરની તરફ આવે છે.

મનોકામનાઓ પુરી કરે છે આ કુંડ

પ્રચલિત માન્યતાઓ અનુસાર આ કુંડમાં નહાવાથી દરેક મનોકામના પુરી થાય છે. લોકો દુર દુરથી આ અનોખા કુંડમાં નહાવા માટે આવે છે. આસપાસનાં વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે ચામડી સાથે સંબંધિત બધા પ્રકારની બીમારીઓ આ કુંડનાં પાણીથી દુર થઈ જાય છે.

બોકારો થી ૨૭ કિલોમીટર દુર છે આ કુંડ

જણાવી દઈએ કે આ સ્થાન બોકારો થી અંદાજે ૨૭ કિ.મી દુર જગાસુરમાં છે. કુંડની નજીક દહાલી ગોસાઈ દેવનું એક સ્થાન પણ છે. દર રવિવારે શ્રદ્ધાળુ તેમના દર્શન પુજન માટે અહીંયા આવે છે. વળી અહીંયા પર મકરસંક્રાંતિનાં રોજ મેળો પણ થાય છે. સ્થાનીય લોકો અનુસાર ૧૯૮૪થી અહિયાં મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *