રામ મંદિર નિર્માણના લઈને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર ભડકેલા સાધુ-સંતોએ સલાહ આપતાં કહ્યું હતું કે પાકિસ્તાન પોતાને હદમાં રહે નહીં તો ઈસ્લામાબાદમાં પણ રામ મંદિર બનશે. સંતોએ ભારત સરકાર પાસે માંગણી કરી હતી કે પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આવે. બીજી તરફ બાબરી મસ્જિદના પક્ષકાર રહેલ ઈકબાલ અન્સારીએ પણ કહ્યું હતું કે પાકિસ્તાન ભારતના આંતરિક મામલામાં દખલ ન આપે.
સંતોએ કહ્યું હતું કે પાકિસ્તાનનો રામ મંદિરને લઇને દખલ આપવાનો ઉદ્દેશ એ છે કે ભારતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે અસંમતિ જળવાઈ રહે. સાધુ સંતોએ ભારત સરકાર પાસે માંગણી કરી હતી કે હવે પાકિસ્તાન ઉપર કડક કાર્યવાહી કરીને જવાબ આપવો જોઈએ. સંતોએ પાકિસ્તાનને કહ્યું હતું કે હવે તે દિવસ દૂર નથી, જો તે નહીં સુધરે તો ઈસ્લામાબાદમાં પણ ભવ્ય રામમંદિર બનશે. રામ મંદિર પર જે ચુકાદો આવ્યો છે તેને ભારતના મુસ્લિમોને પણ સ્વીકાર કરે છે. રામ મંદિર અને બાબરી મસ્જિદ પર પાકિસ્તાન રાજનીતિ ન કરે, આ અમારો આંતરિક મામલો છે.
ભારતના હિન્દુ-મુસ્લિમ વચ્ચે અસંમતિ ફેલાવવાનું કાવતરું

રામલલા નાં પ્રધાન પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા દરમ્યાન ઘણા એવા મંદિર હતા જે પાકિસ્તાનમાં ગયા હતા, જેમને તોડી પાડવામાં આવેલ છે. અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિરનું નિર્માણ શરૂ થયું છે. ભારતના મોટા ભાગના મુસ્લિમો રામ મંદિરનું સમર્થન કર્યું છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ નિર્ણયનું પણ સમર્થન મુસ્લિમ સમાજના લોકોએ કરેલ છે. ભારતમાં હિંદુ મુસ્લીમ વચ્ચે વિવાદ ચાલતો રહે તેટલા માટે રામમંદિરનો મુદ્દો ઉઠાવવામાં આવેલ છે. આ અમારા દેશની વાત છે, તેમાં દાખલ કરવાની આવશ્યકતા પાકિસ્તાનને નથી. આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે પાકિસ્તાન વિશ્વમાં આતંક ફેલાવે છે અને દગાથી હુમલો કરીને આપણા સૈનિકોને મારે છે. ભારત સરકાર પાસે માંગણી કરું છું કે તેમને પાઠ ભણાવવામાં આવે.
હેસિયત માં રહે પાકિસ્તાન

બીજી તરફ સરયુંજી ની નિત્ય આરતી કરનાર શશિકાંત દાસે કહ્યું હતું કે રામમંદિર માનનીય ઉચ્ચ ન્યાયાલયના આદેશ બાદ શરૂ થયેલ છે અને રામ અમારી આસ્થાનાં પ્રતિક છે. કોઈપણ સમયે અમે આરાધ્ય દેવનું મંદિર બનાવી શકે છે અને તેનો જીર્ણોદ્ધાર કરી શકીએ છીએ. પાકિસ્તાનને અરીસો બતાવતા કહ્યું હતું કે આ અમારા દેશનો આંતરિક મામલો છે અને તેમાં હસ્તક્ષેપ ન કરે. પાકિસ્તાન પોતાની હેસિયત માં રહે. શશીકાંત દાસે કહ્યું હતું કે હવે તે દિવસ દૂર નથી કે એક દિવસ એવો પણ આવશે કે પાકિસ્તાનમાં રામ મંદિર બનીને તૈયાર થશે.