ભારતની આ જગ્યા પર પાણી નીચે થી ઉપર તરફ વહે છે, દ્રશ્ય જોઈને હેરાન થઈ જશો, જુઓ વિડીયો

જેવું આપણે કોઈ મિસ્ટ્રી અથવા રહસ્યમય ચીજો વિશે સાંભળીએ છીએ તો આપણી અંદર તેને જાણવાની ઈચ્છા વધી જતી હોય છે. વળી દેશભરમાં એવી ઘણી રહસ્યમય ચીજો રહેલી છે, જેને લોકો જાણવા ઇચ્છે છે. પરંતુ તેમાંથી અમુક રહસ્ય એવા પણ હોય છે જે રોચક હોવાની સાથે સાથે ડરામણા પણ હોય છે. આજે અમે તમને આવા જ એક રહસ્ય વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે ડરામણું બિલકુલ નથી, પરંતુ રોમાંચિત કરનારું છે.

તમે હંમેશા સાંભળ્યું હશે કે પાણી ઉપરથી નીચે તરફ વહે છે, પરંતુ જો તમને કોઈ એવું કહે તે પાણી નીચેથી ઉપર વહે છે તો તમે તેને પાગલ કહેશો. પરંતુ આ હકીકત છે છત્તીસગઢની રહસ્યમય ધરતીમાં એક એવી જગ્યા છે, જ્યાં પાણી પ્રકૃતિના નિયમોથી વિરુદ્ધ નીચેથી ઉપરની તરફ વહે છે.

છત્તીસગઢનાં અમ્બીકાપુર જિલ્લાથી ૫૬ કિલોમીટર મૈનપાટ ની પાસે બિસરપાની ગામ છે. જ્યાં પાણી રસ્તા નાં કિનારા થી નીકળીને પાણીનો ધોધ ઉપર પહાડી તરફ ૨ કિલોમીટર સુધીની સફર કરે છે. મૈનપાટ ની વચ્ચે “ઉલ્ટા પાની” નામથી મશહુર થઈ ચુકેલા આ સ્થાન પર લોકો પહોંચ્યા તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ થઈ રહ્યો ન હતો. વ્યક્તિ તથા વિજ્ઞાન અને માન્યતાઓને ખોટી સાબિત કરીને અહીંયા ૪ વર્ષ પહેલા ગ્રામીણો દ્વારા બનાવવામાં આવેલી એક પાળીમાં પાણીનો ધોધ નીચે થી ઉપર પહાડનાં સ્થાન પર વહી રહ્યો છે.

અહીંયા દર વર્ષે પર્યટકો આ જગ્યાને જોવા માટે આવે છે. અહીંયા પાણી નીચેથી ઉપર તરફ વહેતી હોવાને કારણે આ જગ્યાનું નામ પણ “ઉલ્ટા પાની” રાખવામાં આવેલ છે. જે લોકોની વચ્ચે કુતુહલ અને રોમાંચ નું કેન્દ્ર બનેલું છે. ઉલ્ટા પાની એક એવી જગ્યા છે જ્યાં ખેતરનાં એક ખુણાથી જઈ રહેલું પાણી પ્રકૃતિના સામાન્ય નિયમોથી વિપરીત પહાડી તરફ ચડી રહ્યું છે.

એટલું જ નહીં અહીંથી પસાર થતા રસ્તા પર જો નીચેની તરફ ફોરવ્હીલ ને ન્યુટ્રલ માં રાખવામાં આવે તો તે પહાડ તરફ ચાલવા લાગે છે. ગાડી બંધ હોય તો પણ તે આપમેળે ઘાટ તરફ ચડતી જોવા મળે છે, જેનાથી પર્યટકોમાં રોમાંચ બનતો હોય છે.