ભારતની એક એવી જગ્યા જ્યાં તમારો પડછાયો પણ છોડી દેશે તમારો સાથ

કહેવામાં આવે છે કે આપણો પડછાયો આપણો સાથ ક્યારેય નથી છોડતો. પરંતુ ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં તમારો પડછાયો જ તમારો સાથ છોડી દેશે. તમને માનવામાં નહિ આવે પરંતુ આ વાત સાચી છે. મધ્ય પ્રદેશના ભોપાલ વિદિશા રોડ ઉપર દિવાનગંજની બાજુમાં આ જગ્યા આવેલ છે. આ જગ્યા પર તડકો હોવા છતાં પણ તમારો પડછાયો તમને સાથ નહિ આપે.

શું છે તેનું કારણ :

ભોપાલથી વિદિશા રોડ ઉપર આવેલ આ જગ્યા પર તમને તમારો પડછાયો એટલા માટે જોવા નહિ મળે કારણકે આ જગ્યા પર કર્ક રેખા પસાર થાય છે. આ જગ્યા પર પ્રશાસને હાલમાં જ એક રાજસ્થાની પથ્થર મૂકીને તેના પર કર્ક રેખા લખાવરાવી દીધું છે. જે લોકો આ જગ્યા વિષે જાણે છે તે આ જગ્યા પર પસાર થતી વખતે ત્યાં અટકીને પોતાનો પડછાયો ચેક કરતા નજરે પડે છે.

આ જગ્યા પરથી પસાર થતા લોકો કર્ક રેખા વાળા સ્થાન પર ઊભા રહી જાય છે અને પોતાનો પડછાયો ના જોઈને એક અલગ પ્રકારનો અનુભવ લેતા હોય છે. અહીંયા થી પસાર થતા વિદેશી લોકો પણ અહીંયા ઊભા રહીને પોતાનો પડછાયો જોવાનો પ્રયત્ન કરતા હોય છે.

પ્રશાસને આ જગ્યા પર પથ્થર ઉપર કર્ક રેખા તો લખાવી તો દીધું છે પણ તેના વિશે બીજી કોઈ મહત્વની જાણકારી મળે તેના માટે કોઈ પ્રયત્ન કર્યો નથી તેમજ આ જગ્યા પર ઊભા રહેતા લોકો માટે બેસવાની પણ કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. આ જગ્યા પરથી પસાર થતા અમુક લોકોને આ જગ્યા પરની જાણકારી ના હોવાને લીધે સીધા જ નીકળી જાય છે.

તમને જણાવી દઇએ કે આ કર્ક રેખા હાઈવેને ક્રોસ કરીને નીકળે છે. ઘણા વાહન ચાલકો અહીંયા ઊભા રહે છે અને ઘણાને આ જગ્યા વિષે વધારે માહિતી ના હોવાથી અહીંયા ઊભા રહેતા નથી. જો પ્રશાસન આ વિશે બધી માહિતી મળે એવું ત્યાં કંઇક મૂકે તો બધાને આ વિશે જાણકારી મળી રહે અને તે જગ્યા આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. જે લોકો આ જગ્યા વિષે જાણે છે તે ત્યાં ફોટા પડાવીને સોશીયલ મીડીયા પર અપલોડ કરતાં રહે છે.