ભારતની ત્રણેય સેનાઓનાં સેલ્યુટ કરવાનો અંદાજ અલગ શા માટે હોય છે, જાણો ખાસ વાત

આપણે અવાર નવાર મિલેટ્રી સમારોહ અથવા સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર આપણા દેશની સેનાઓને સેલ્યુટ કરતા જોયેલા છે. પરંતુ શું તમે ક્યારેય આપણા દેશને ત્રણે સેનાના જવાનોને સેલ્યુટ કરતા જોયા છે? જો તમે જોયું હશે તો ધ્યાન આપ્યું હશે કે ભારતીય આર્મી, ભારતીય નેવી અને ભારતીય વાયુ સેનાનાં સેલ્યુટ કરવાની રીત અલગ અલગ હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ત્રણેય સેનાઓના સેલ્યુટ કરવાની રીત અલગ અલગ શા માટે છે.

ભારતીય આર્મી

ભારતીય આર્મીના સેલ્યુટ કરવાની રીત પોતાની હથેળીને માથા સાથે લગાવીને સેલ્યુટ કરવાની છે. તમે ક્યારેક ને ક્યારેક ભારતીય આર્મીના જવાનોને સેલ્યુટ કરતા જરૂરથી જોયા હશે. તે હંમેશા ખુલ્લા હાથથી સલામી આપે છે. બધી આંગળીઓ સામેલ તરફ ખુલ્લી હોય છે અને અંગૂઠો પણ સાથે કરેલો હોય છે. તે પોતાનાથી સિનિયર પ્રત્યે સન્માન આપવાની રીત છે. સાથોસાથ આ રીતે એવું પણ દર્શાવે છે કે તેમની પાસે કોઈપણ પ્રકારનું કોઈ હથિયાર નથી અને તમે તેના પર ભરોસો કરી શકો છો.

ભારતીય વાયુ સેના

ભારતીય વાયુસેનાની સલામી આપવાની રીત ખુલ્લી હથેળીને ૪૫ ડિગ્રી એંગલ પર ઝુકાવીને કરવામાં આવે છે. જે આ સેનાની આસમાન તરફની પ્રગતિને દર્શાવે છે. માર્ચ ૨૦૦૬ પહેલા ભારતીય વાયુસેનાના સેલ્યુટ કરવાની રીત ઇન્ડિયન આર્મી જેવી હતી, પરંતુ માર્ચ ૨૦૦૬ બાદ તેને બદલી દેવામાં આવેલ.

ભારતીય નેવી

ભારતીય નેવી ની સલામી આપવાની રીત ખુલ્લી હથેળીને જમીન તરફ રાખવામાં આવે છે. ભારતીય નેવી માં સેલ્યુટ કરવા માટે હથેળીને માથાના ભાગ સાથે એવી રીતે ટકાવી રાખવામાં આવે છે કે હથેળી અને જમીનની વચ્ચે ૯૦ ડીગ્રીનો કોણ બને. આ સલામી નું મોટું કારણ એવું છે કે જૂના સમયમાં કાર્યરત જવાનોના હાથ કામ કરવાને કારણે ગંદા થતા હતા, તો તેઓ કંઈક આવી રીતે પોતાના સિનિયર ને સલામી આપતા હતા જેથી તેમને અપમાનિત ન થવું પડે.