ભારતનું એકમાત્ર એવું રેલ્વે સ્ટેશન જેનું કોઈ નામ જ નથી, મુસાફરોનું પણ મગજ ચકરાઈ જાય છે, જાણો નામ ન હોવા પાછળનું કારણ

Posted by

આ અનોખી દુનિયામાં એવી ઘણી ચીજો છે, જેના વિશે જાણીને લોકોને આશ્ચર્ય થતું હોય છે. ક્યારેક ક્યારેક તો વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જાય છે. તમે લોકોએ ઘણી એવી દિલચસ્પ ચીજો જોઈ હશે, જેને સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત બની ગયા હશો. હકીકતમાં આપણા ભારત દેશમાં એક એવું રેલ્વે સ્ટેશન પણ છે, જેનું કોઈ નામ જ નથી. તેમ છતાં પણ આ રેલ્વે સ્ટેશન પર દરરોજ ટ્રેન આવે છે અને યાત્રીઓ મુસાફરી પણ કરે છે. હવે તમારા મનમાં એવો સવાલ ઊભો જરૂર થઈ રહ્યો હશે કે આખરે આ રેલ્વે સ્ટેશનનું નામ ક્યા કારણથી રાખવામાં આવેલ નથી? તો ચાલો તમને વિસ્તારપુર્વક જણાવીએ.

Advertisement

જાણકારી માટે જણાવી દઈએ કે ભારતીય રેલ્વે એશિયાનું સૌથી બીજા નંબરનું મોટું રેલ્વે નેટવર્ક છે. રેલ્વેનાં રિપોર્ટ અનુસાર ૩૧ માર્ચ, ૨૦૧૭ સુધી દેશમાં કુલ ૭,૩૪૯ રેલ્વે સ્ટેશન હતા, પરંતુ તેમાં દિલચસ્પી વાત એ છે કે આ બધા રેલ્વે સ્ટેશનમાં ૧ રેલવે સ્ટેશન એવું પણ છે જેનું કોઈ નામ જ નથી. આ અનોખુ રેલ્વે સ્ટેશન પશ્ચિમ બંગાળના બર્ધમાન થી લગભગ ૩૫ કિમી દુર બાંકુરા-મૈસગ્રામ રેલ લાઇન પર સ્થિત છે. આ સ્ટેશન બે ગામ રૈના અને રૈનાગઢ ની વચ્ચે આવે છે. રેલ્વે દ્વારા વર્ષ ૨૦૦૮માં આ ગામમાં એક રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે આ રેલ્વે સ્ટેશનનું નામ રાખવામાં આવેલ ન હતું.

હવે તમે લોકો વિચારી રહ્યા હશો કે આખરે આ રેલ્વે સ્ટેશનનું નામ શા માટે રાખવામાં આવેલ ન હતું? તો તમને જણાવી દઈએ કે આ રેલ્વે સ્ટેશનનું નામ ન રાખવા પાછળનું સૌથી મોટું કારણ છે કે રેલ્વે સ્ટેશનની બાજુમાં રૈના અને રેનગઢ ગામની વચ્ચે નામ રાખવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એક સમય હતો જ્યારે આ રેલ્વે સ્ટેશનને રૈનાગઢ નાં નામથી ઓળખવામાં આવતું હતું, પરંતુ રૈના ગામના લોકોને આ વાત પસંદ આવી નહીં. કારણ કે રેલ્વે સ્ટેશનનું નિર્માણ રૈના ગામની જમીન પર કરવામાં આવેલ હતું, એટલા માટે પણ લોકો ઇચ્છતા હતા કે સ્ટેશનનું નામ રાખવામાં આવે.

આ વાતને લઈને બંને ગામ લોકોની વચ્ચે તકરાર શરૂ થઈ ગઈ. મામલો એટલો બગડી ગયો કે આ ઝઘડો રેલ્વે બોર્ડ સુધી પહોંચી ગયો. જ્યારે કોઈ સમાધાન ન મળ્યું તો રેલ્વે દ્વારા અહીંયા બધા સાઈન બોર્ડ માંથી રેલ્વે સ્ટેશનનું નામ કાઢી નાખવામાં આવ્યું. ત્યારથી લઈને આજ સુધી આ સ્ટેશનનું કોઈ નામ રાખવામાં આવેલ નથી. જો કે ટિકિટ હજુ પણ રૈનાગઢ નાં નામથી જ આપવામાં આવે છે, પરંતુ સ્ટેશનનાં પરિસરમાં તમને કોઈ નામ નજર આવશે નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published.