ભારતનું સૌથી સસ્તું કાપડ માર્કેટ, ૩૦ રૂપિયામાં ટી-શર્ટ અને ૪૬ રૂપિયામાં મળી જશે શર્ટ

અહીંયા અમે તમને એક એવા માર્કેટ વિશે વાત કરવાના છીએ, જેમાં તમને બાળકો અને યુવાનો માટે ખુબ જ સસ્તા કપડાં મળી જશે. આ હોલસેલ માર્કેટ છે, જેમાં તમે શોપિંગ કરી શકો છો. આ દિલ્હીનું ગાંધીનગર માર્કેટ છે. તે સિલમપુર મેટ્રો સ્ટેશન ની પાસે આવેલ છે. જે વેસ્ટ કાંતિનગર ની પાસે છે. અહીંયા જીન્સ હોય કે ટી-શર્ટ કે પછી શર્ટ બધું તમને ૩ થી ૧૨ નંગ માં મળે છે. તમારે આવી રીતે જ અહિયા કપડા ખરીદવાના રહેશે. સિંગલ પીસ માં તમે કપડા ખરીદી શકતા નથી.

જ્યારે ગાંધીનગર માર્કેટ નાં એક વેપારી સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે આ માર્કેટમાં મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને કપડાં બનાવવામાં આવે છે. દરેક લોકો બ્રાન્ડેડ કપડાં પહેરી શકતા નથી, એટલા માટે આ માર્કેટમાં આવીને તેઓ પોતાની જરૂરીયાતના હિસાબથી કપડાની ખરીદી કરી શકે છે. આ માર્કેટમાં કપડાં બનાવવામાં પણ આવે છે અને અન્ય ફેમસ જગ્યાએથી કપડા મંગાવીને પણ અહીંયા વહેંચવામાં આવે છે. અહીંયા ટી-શર્ટ તીરુંપુર થી આવે છે અને લેડીસ ટોપ અને સુટ ને લખનઉથી મંગાવવામાં આવે છે. અહિયાં લહેંગા પણ ખુબ જ સસ્તામાં મળી જાય છે.

૧૪૦ રૂપિયામાં લઈ શકો છો ૩ શર્ટ

આ માર્કેટમાં તમે ૩ શર્ટ નો સેટ ૧૪૦ રૂપિયામાં ખરીદી શકો છો એટલે કે એક શર્ટ તમને ફક્ત ૪૬ રૂપિયાની આસપાસ પડશે. આ શર્ટ ૧૫ વર્ષના બાળકો માટે હોય છે. તેની સાથે તમને નાના બાળકોનાં ટી-શર્ટ પણ અહીંયા ૧૨૦ રૂપિયાની આસપાસ મળી જશે. તેમાં પણ ૩ પીસ આવે છે. ટી-શર્ટ તમને મોટા લોકો માટે પણ મળી જશે. નાની સાઈઝથી લઈને S, M, L, XL, XLL સાઈઝ નાં ટી-શર્ટ પણ અહીંથી મળી શકે છે, જેની શરૂઆત ની કિંમત ફક્ત ૩૦ રૂપિયા હોય છે.

જીન્સ ૧૪૦ રૂપિયામાં

આ માર્કેટમાં તમને જીન્સનું પેન્ટ ૧૪૦ રૂપિયામાં મળી જશે. અહીં પણ તમારે ૩ થી ૪ પીસ લેવાના રહેશે. સૌથી મોંઘું જીન્સ તમને ૩૫૦ રૂપિયામાં મળશે. અહીંયા તમે ૨૨ થી લઈને ૪૦ ની સાઈઝનાં જીન્સ મળી જશે. એક સેટ માં એક જ કલરનાં જીન્સ મળશે.

ખુબ થાય છે ભાવતાલ

આ માર્કેટમાં આટલા ઓછી કિંમતનાં કપડાં મળતા હોવા છતાં પણ ખુબ જ ભાવતાલ થાય છે. જ્યારે તમે અહીંયા આવો તો ભાવતાલ જરૂરથી કરો. ભાવ હજુ પણ તમે ઘટાડી શકો છો. યુવતીઓ માટે ટોપ અને સુટ પણ અહીંયા ઓછી કિંમતમાં સરળતાથી મળી જાય છે. યુવાનો માટે શોર્ટ્સ અને યુવતીઓ માટે સાડીઓ પણ મળી જાય છે. અહીંયા કોઈ પણ પ્રકારનાં સેકન્ડ હેન્ડ કપડામાં મળતા નથી. બધા કપડા ફ્રેશ આઈટમ હોય છે.