ભારત – પાકિસ્તાન મેચ : પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને મળી ધમકી, ભારત સામે હારીને આવ્યા તો ઘરે નહીં આવવા દઇએ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાને લઈને ક્રિકેટ ફેન્સ કેટલા ભાવનામાં વહી જતા હોય છે, તેનું જીવતું જાગતું ઉદાહરણ હાલના સમયમાં જોવા મળી રહ્યું છે. જ્યારે એક પાકિસ્તાની ટીમનાં ફેન દ્વારા પોતાના જ દેશના કેપ્ટન બાબર આઝમ ને ચેતવણી આપવામાં આવી છે. ફેન દ્વારા ધમકી ભરેલા રીપ્લાય બાબર આઝમ નાં ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ છે. તેણે લખ્યું છે કે, “જો ૨૪ ઓક્ટોબર વાળી મેચમાં જીતશે નહીં, તો ઘરે આવવા દઇશું નહીં.”

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ માં ૨૪ ઓકટોબરનાં રોજ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચને લઇને ફેન્સમાં જબરજસ્ત ઉત્સાહ રહેલો છે. આ બંને પ્રતિદ્વંદી ટીમોની વચ્ચે જ્યારે પણ મુકાબલો થાય છે, તો ફક્ત ખેલાડીઓ નહીં પરંતુ ફેન્સ પણ પોતાની ટીમ ની જીત માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહે છે. મેચ પહેલાં ઘણા બધા ફેન્સની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.

વળી બાબર આઝમે ટુર્નામેન્ટ માટે સપોર્ટ માંગ્યો તો અમુક લોકોએ શુભકામનાઓ આપી, જ્યારે અમુક લોકોની પ્રતિક્રિયા ધમકી ભરેલી રહી હતી. એક યુઝર દ્વારા ધમકી ભરેલા અંદાજમાં ઘરે પરત નહીં આવવા દેવાની વાત કહી હતી. વળી અમુક લોકોએ “મોકા મોકા…” વિજ્ઞાપન સાથે જોડતા લખ્યું હતું કે, “આ છેલ્લો મોકો છે.” બંનેની વચ્ચે અત્યાર સુધી ટી-૨૦ વર્લ્ડ કપમાં પાંચ વખત મેચ રમાય છે. વળી બધી મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવેલ છે.

બીજી તરફ બાબર આઝમે આ મેચ જીતવાની વાત કરી હતી. તેણે હાલમાં કહ્યું હતું કે, “અમે પાછલા ત્રણ વર્ષથી યુએઈમાં ક્રિકેટ રમી રહ્યા છીએ અને અહીંની સ્થિતિથી વાકેફ છીએ. તેમણે કહ્યું હતું કે અમને જાણ છે અહિયાંની સ્થિતિ કેવી રહેશે અને બેટ્સમેનોએ શું સામંજસ્ય બેસાડવાનું રહેશે. મેચના દિવસે શ્રેષ્ઠ રમનારી ટીમ જીતશે. મને લાગે છે કે અમે જીતીશું.”