ભારતે તૈયાર કરી લીધી છે ૩૦ થી વધારે કોરોના વેક્સિન, જલ્દી શરૂ થશે વેક્સિન ટ્રાયલ

કોરોના સંકટની વચ્ચે એક રાહતના સમાચાર આવી રહ્યા છે અને જણાવવામાં આવી રહ્યું છે કે ભારતમાં ૩૦ થી વધારે કોરોના વાયરસ વેક્સિનનો વિકાસ વિભિન્ન ચરણોમાં ચાલી રહ્યો છે. એટલે કે આવનાર સમયમાં ભારત ખૂબ જ જલ્દી કોરોનાની વેક્સિન બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ જાણકારી આપવામાં આવી છે અને આ જાણકારી અનુસાર 30 થી વધારે વેક્સિન વિકાસનાં અંતિમ ચરણોમાં છે. જ્યારે અમુક તો ટ્રાયલ માટે પણ તૈયાર છે. જો બધું જ યોગ્ય રહેશે તો કોરોનાની વેક્સિન ખૂબ જ જલ્દી બજારમાં આવી જશે.

મંગળવારે હતી બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઈને એક બેઠક મંગળવારનાં રોજ કરી હતી અને આ બેઠક દરમિયાન મોદીએ કોરોના વાયરસ દવાની શોધ રોગ નિદાન અને પરીક્ષણમાં ભારતના પ્રયાસોની હાલની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વિશેષજ્ઞોએ મોદીને જણાવ્યું હતું કે 30 થી વધારે ભારતીય વેક્સિન પર કામ કરવામાં આવી રહ્યું છે અને તેમાંથી અમુકનો ટ્રાયલ પણ જલદી કરવામાં આવશે.

આવી જ રીતે દવાની શ્રેણીમાં પણ ૪ પ્રકારની દવાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. સાથો સાથ છોડનાં અવશેષો અને અમુક ઉત્પાદોમાં પણ વાયરસ વિરોધી ગુણોની તપાસ થઇ રહી છે. આ તપાસમાં જાણવામાં આવી રહ્યું છે કે શું તે અવશેષ આ વાઇરસને રોકવા માટે કારગર છે કે નહીં. પ્રધાનમંત્રી મોદીએ દવાની શોધ માટે કોમ્પ્યુટર સાયન્સ, રસાયણ વિજ્ઞાન અને જીવ ઉદ્યોગિક ક્ષેત્રમાં મળીને કરવામાં આવતા કાર્યોની પ્રશંસા કરી અને કહ્યું કે આ પ્રકારનો તાલમેળ સામાન્ય પ્રક્રિયા હોવી જોઈએ અને સંકટના સમયમાં જેવી રીતે હવે કામ કરવામાં આવી રહ્યું છે તે આપણી વૈજ્ઞાનિક કાર્યશૈલીનો ભાગ હોવો જોઈએ. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય વૈજ્ઞાનિક અને ઉદ્યોગની પ્રશંસા પણ કરી.

મહત્વનું છે કે દુનિયાના ઘણા દેશો કોરોના વાયરસની વેક્સિન બનાવવામાં કામ કરી રહ્યા છે. ઘણા દેશોએ આ વાયરસની વેક્સિન બનાવી પણ લીધી છે. પરંતુ હજુ તે વેક્સિન ટ્રાયલ પર છે. વિશેષજ્ઞોના અનુસાર વેક્સિનના ટ્રાયલની પ્રક્રિયા લાંબી હોય છે અને આ પ્રક્રિયા પૂરી થવામાં ૧ વર્ષથી વધારેનો સમય લાગી શકે છે.

વધતો જઈ રહ્યો છે કોરોના વાયરસનો પ્રકોપ

દુનિયામાં કોરોના વાયરસનો પ્રભાવ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને દરેક વ્યક્તિની નજર હવે આ વાયરસની વેક્સિન પર રહેલી છે. કારણ કે આ વાયરસને જડમાંથી હવે વેક્સિનની મદદથી જ ખતમ કરવામાં આવી શકે છે.

૩૦ લાખથી વધારે લોકો છે ગ્રસ્ત

દુનિયાભરમાં કોરોના વાયરસથી સંકળાયેલા લોકોનો આંકડો ૩૦ લાખથી ઉપર ચાલ્યો ગયો છે અને આ વાયરસથી લાખો લોકોના મૃત્યુ પણ થઇ ચૂક્યા છે વળી ભારતમાં પણ આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આપણા દેશમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો ૫૦ હજારની ઉપર પહોંચી ચૂકયો છે. ત્યારે ૧૮૦૦ થી વધારે લોકો આ વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે. એટલે કે તે ખૂબ જ જરૂરી છે કે આ વાયરસની દવા ખૂબ જ જલ્દી બનાવી લેવામાં આવે અને બજારમાં લાવવામાં આવે.