આઇપીએલ ૨૦૨૧ ની સફર સમાપ્ત થઈ ગઈ છે, જેમાં ચેન્નઇ સુપરકિંગ દ્વારા કોલકાતા નાઇટ રાઇડર્સને જોરદાર ટક્કર આપવામાં આવી હતી. આઇપીએલ ૨૦૨૧ નો ખિતાબ ચેન્નઇ સુપર કિંગે પોતાના નામે કરી લીધો છે. હવે શરૂ થવા જઇ રહ્યો છે ટી-૨૦ વર્લ્ડ કપ, જેમાં બધી ટીમોએ સામેલ થશે. ભારતને જીત માટે ખુબ જ સારા ખેલાડી, સારા કેપ્ટન અને કોચ ની જરૂરિયાત છે. તેવામાં સાંભળવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમના નવા કોચની પસંદગી કરવામાં આવી ચુકેલ છે.
હકીકતમાં તમને જણાવી દઈએ કે આપણી ભારતીય ટીમના પુર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડને ભારતીય ટીમના મુખ્ય હેડ કોચ રહેશે. રાહુલ દ્રવિડ ન્યુઝીલેન્ડ સિરીઝ થી ૨૦૨૩ વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમના મુખ્ય કોચ રહેશે. જણાવી દઈએ કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ દ્વારા રાહુલ દ્રવિડ સાથે બેઠકમાં આ બધી વાતચીત કરવામાં આવી હતી અને ભારતીય ટીમના કોચ બનવા માટે તેમને રાજી કરી લેવામાં આવેલ છે.
રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે તેઓ ખુબ જલ્દી એમસીએ નું પદ છોડીને ભારતીય ટીમના કોચ નું પદ પ્રાપ્ત કરી લેશે. જણાવી દઈએ કે રાહુલ દ્રવિડને ધ્યાનમાં રાખીને તેમને કોચના રૂપમાં નિયુક્ત કરવામાં આવેલ છે. તમને જણાવી દઈએ કે ફિલ્ડિંગ કોચ આર શ્રીધર નાં રીપ્લેસમેન્ટને લઇને હજુ સુધી જાણકારી સામે આવી નથી.
હાલમાં જાણકારી મળી રહી છે કે વિક્રમ રાઠોડ ટીમના બેટ્સમેન કોચ રહેશે અને રાહુલ દ્રવિડ સાથે બે વર્ષના કરાર કરવામાં આવેલ છે. હવે જોવાનું રહેશે કે રાહુલ દ્રવિડ અને વિક્રમ રાઠોડ ભારતીય ટીમના કોચ બનવાની જવાબદારી કેવી રીતે નિભાવી શકે છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ૧૦ કરોડ રૂપિયા વેતનમાં આપવાના સમાચાર પણ મળી રહ્યા છે.
જાણકારી માટે જણાવી દઈએ કે પાછલા મહિને જ એમસીબીનાં પ્રમુખનાં રૂપમાં તેમની નિયુક્તિ કરવામાં આવી હતી, પરંતુ તમને જણાવી દઈએ કે બીસીસીઆઈ ભારતીય ટીમને આગળ લઇ જવા માંગે છે અને તેના માટે એક શ્રેષ્ઠ ઉમેદવાર ની જરૂરિયાત હતી તેવામાં રાહુલ દ્રવિડ કરતાં વધારે યોગ્ય ઉમેદવાર મળવો મુશ્કેલ હતો.