ભારતીય મુળનાં વિદેશી ડોક્ટરે જણાવ્યુ કે, શા માટે ભારતમાં થઈ રહી છે કોરોનાથી વધારે મૃત્યુ?

Posted by

કોરોના વાયરસ થી થતા મૃત્યુના માટે ખરાબ ખોરાકને મહત્વનુ કારણ બતાવતા બ્રિટનમાં ભારતીય મૂળના એક પ્રમુખ હૃદયરોગ વિશેષજ્ઞોએ ભારતીયોને ચેતવ્યા છે કે, વાયરસ સામે પ્રતિરોધક ક્ષમતા બનાવવા માટે બંધ પેકેટ ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરો.

બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવામાં મુખ્ય ચિકિત્સકોમાંથી એક ડોક્ટર અસીમ મલ્હોત્રાએ જણાવ્યું કે સ્થૂળતા અને જરૂરતથી વધારે વજન એક મોટી સમસ્યા છે અને કોરોના વાયરસ થી થતા મૃત્યુ માટે તે એક પ્રમુખ કારકના રૂપમાં તેનું નિદાન કરવું જરૂરી છે. ૪૨ વર્ષના ડોક્ટરે કહ્યું ભારતમાં જીવનશૈલીથી સંબંધિત બિમારીઓ વધુ હોવાના લીધે ભારત ખાસ રીતે સંવેદનશીલ છે.

ખરાબ જીવનશૈલીથી મૃત્યુ

ડોક્ટર મલ્હોત્રા કોરોના વાયરસ સામેની લડાઇને મજબૂત કરવા માટે જીવનશૈલીમાં પરિવર્તન લાવવા માટે જાગૃતતા ફેલાવવાના મિશન પર છે. દિલ્હી સાથે જોડાયેલા ડોક્ટરે કહ્યું ટાઈપ-2 ડાયાબિટીસ અને ઉચ્ચતર રક્તસ્ત્રાવ અને હૃદયરોગની બીમારી કોવિડ-19 મૃત્યુના જોખમને વધારે છે. તેનું કારણ વધારે વજન અને મેટાબોલ્ઝિમ સંબંધી વિકાર છે. અમેરિકા અને બ્રિટન જેવા અમુક પશ્ચિમ દેશો આ ઘાતક વાયરસથી મૃત્યુ દર દુનિયામાં ખૂબ જ વધુ છે. તેનાથી અસ્વાસ્થ્યકર જીવનશૈલી સાથે સંબંધિત હોવાની સંભાવના છે.

અમેરિકા-બ્રિટનમાં વધુ વજન

તેમણે જણાવ્યું કે, અમેરિકામાં અને બ્રિટન ૬૦ ટકાથી વધારે વયસ્કરોનુ વજન વધારે છે. મલ્હોત્રાએ કહ્યું કે, જો લોકો સ્વાસ્થ્ય સંબંધિત જીવનશૈલી દ્વારા મેટાબોલિક સ્વાસ્થ્યના માપદંડોને જાળવી રાખવા પ્રયત્ન કરે, તો તે પોતાના ખોરાકને નિયંત્રિત કરીને થોડાક જ સમયમાં તે કરી શકે છે. નેચર વિજ્ઞાન પત્રિકામાં હાલમાં છપાયેલી એક રિપોર્ટ અનુસાર ટાઈપ-2 ડાયાબિટીસ અને મેટાબોલિઝ્મ સંબંધિત વિકારથી પીડિત લોકોમાં કોવિડ-19 થી સંક્રમિત થવા પર તેમનું મૃત્યુ થવાનું જોખમ ૧૦ ગણુ વધી શકે છે.

પેકેટમાં બંધ ચીજવસ્તુઓના ખાવી

ડોક્ટરે કહ્યું કે જીવનશૈલીમાં બદલાવ સ્વાસ્થ્ય પર વધારે અધિક પ્રભાવ કરે છે અને તેનાથી દવાની આવશ્યકતા ઓછી થઈ જાય છે. તેમણે “અલ્ટ્રા પ્રોસેસ્ડ અને અતિપ્રસંસ્કૃત ખાદ્ય” ના સેવનને બંધ કરવાની સલાહ આપી છે. જેમાં પેકેટ બંધ ખાદ્યસામગ્રી હોય છે. તેમાં ખાંડ, અસ્વાસ્થ્યકર તેલ અને પ્રિજર્વેટિવ હોય છે. ડોક્ટરે કહ્યું હું ભારતીયોએ સલાહ આપું છું કે તે પોતાના ખોરાક માંથી તેઓ પોતાના ખોરાક માંથી આ ખાદ્ય સામગ્રીનો ઉપયોગ ના કરો.

ભારતીયો માટે વિશેષ સલાહ

તેમણે કહ્યું તે ઉપરાંત ભારતીય પરિષ્કૃત કાર્બોહાઈડ્રેટ ભોજનનું સેવન ઉચ્ચ માત્રામાં કરે છે. આ ભોજન જો વધારે માત્રામાં લેવામાં આવે તો નુકસાન કરે છે. કારણ કે તે શર્કરા અને ઇન્સ્યુલીનને વધારે છે અને આ ટાઈપ-2 ડાયાબિટીસ, ઉચ્ચ રક્તચાપ અને હૃદયરોગની બીમારીનું કારણ છે. તેમાં લોટ અને ચોખાનુ વધુ સેવન પણ છે. ડોક્ટરે કહ્યું કે તેમાં શાકભાજી અને ફળોનો ઉપયોગ કરીને પણ બદલી શકાય છે અને જે લોકો માંસાહારનો સેવન કરે છે, તે લાલ માંસ, ઈંડાં, માછલી વગેરે ખાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *