ભારતી સિંહે ઘટાડ્યું ૧૫ કિલો વજન, પહેલા કરતાં દેખાય છે ગજબની સુંદર અને ગ્લેમરસ, તસ્વીરો જોઈને ચોંકી જશો

કોમેડિયન ભારતી સિંહે પોતાનું વજન ઘણું ઓછું કરી લીધું છે અને હવે તે માત્ર ૭૬ કિલોની થઈ ગઈ છે. ભારતી સિંહનાં નવા અવતારને લોકો પસંદ કરી રહ્યા છે અને જે રીતે તેમણે વજન ઓછું કર્યું છે, તેના વખાણ દરેક લોકો કરી રહ્યા છે. ટીવીનાં જાણીતા કોમેડી શો “ધ કપિલ શર્મા શો” માં આવેલી નીતિ કપુરે ભારતી સિંહ ને જ્યારે જોઈ તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. નીતુ કપુરને વિશ્વાસ નહીં થયો કે ભારતી સિંહ આટલી પાતળી થઈ ગઈ છે. નીતુ કપુરે ભારતી સિંહની પ્રસંશા કરી હતી.

૧૫ કિલો વજન ઓછું કર્યું છે

ભારતી સિંહ અનુસાર તેમણે પોતાનું વજન ૧૫ કિલો ઓછું કરી લીધું છે. પહેલા ભારતીનું વજન ૯૧ કિલો હતું, જે હવે ૭૬ કિલો થઈ ગયુ છે. પોતાના વજન પર વાત કરતાં ભારતી સિંહએ કહ્યું કે, હું જાતે આશ્ચર્યચકિત છું કે મેં મારું વજન આટલું ઘટાડી દીધું છે. જો તમે પોતાને પ્રેમ નહીં કરશો તો તમને કોઈ પ્રેમ નહિ કરશે. આ સાથે જ તેમણે કહ્યું કે હવે તેમના શ્વાસ પણ નથી ચડતા અને હલકુ ફીલ થાય છે. મારું ડાયાબિટીસ અને અસ્થમા પણ કંટ્રોલમાં આવી ગયું છે.

ભારતી એ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેનું વજન ઓછું જોઈ શકાય છે. ભારતી સિંહ અનુસાર તેમના આ કાયાકલ્પ પાછળનું રહસ્ય ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ છે. તે સાંજે ૭ વાગ્યાથી લઈને બીજા દિવસે બપોરે ૧૨ વાગ્યા સુધી કંઈ ખાતી ન હતી. ભારતી એ જણાવ્યું કે, “હું ૧૨ વાગ્યા પછી ભોજન પર એટેક કરું છું. મારું શરીર હવે સાંજે ૭ વાગ્યા પછી ખાવાનું એક્સેપ્ટ નથી કરતું. મે ૩૦-૩૨ વર્ષ ઘણું ખાવાનું ખાધું છે અને ત્યારબાદ એક વર્ષ મારી બોડીને ટાઇમ આપ્યો. તો બોડીએ બધુ એક્સેપ્ટ કર્યું. લોકડાઉને આપણને બધાને ઘણી વસ્તુનું મહત્વ સમજાવી દીધું છે. જેમકે પરિવાર અને પોતાને પ્રેમ કરવો.”

લાખો રૂપિયા કમાય છે

ભારતી સિંહ કરોડોની માલિક છે અને “ધ કપિલ શર્મા શો” નાં એક એપિસોડ માટે ૩ લાખથી વધારે ચાર્જ કરે છે. આજે જે સ્થાન પર ભારતી સિંહ પહોંચી છે, તેની પાછળ તેની ઘણી મહેનત છે. ભારતી અનુસાર જ્યારે તે બે વર્ષની હતી, ત્યારે તેના પિતાનુ અવસાન થઇ ગયું હતું. ત્યારબાદ આખા પરિવારની જવાબદારી તેની માતા પર આવી ગઈ હતી. માતાએ ફેક્ટરીમાં કામ કરીને બાળકોને ઉછેર્યાં. તેમની માતા ફેક્ટરીમાં ધાબળા સીવતી હતી અને ઘરે દુર્ગા માં ની ડિઝાઇન વાળી ચુંદડી પણ સિલાઈ કરતી હતી. આ કારણે ઘરમાં હંમેશા મશીનનાં ચાલવાનો અવાજ આવતી રહેતો હતો. એક સમય હતો જ્યારે તેમણે રોટલી સાથે મીઠું ખાઈને દિવસો પસાર કર્યા હતા.

ભારતી સિંહે જણાવ્યું કે, તે રાઈફ્લ શુટર રહી ચુકી છે. ૧૨ વર્ષ પહેલા તેમને નેશનલ લેવલ પર પંજાબ ટીમની તરફથી રમતમાં ભાગ લીધો હતો. રમત દરમિયાન તેને સરકારની તરફથી મફતનું ખાવાનું મળતું હતું. તે સમયે ભારતીને દરરોજનાં ૧૫ રૂપિયા મળતા હતા. સાથે જ પાંચ રૂપિયાની કુપન પણ આપવામાં આવતી હતી. જેનાથી તે જ્યુસ પિતી હતી. જેથી તેમને શુટિંગ દરમિયાન તાકાત મળે. તે બીજી કુપનને બચાવીને મહિનાનાં છેલ્લા દિવસે તેનાથી ફળ અને શાકભાજી ખરીદતી હતી.