ભીડભાડથી દુર મનાલી જેવી જ જગ્યાએ ફરવાનો આનંદ માણવા માંગો છો તો આ ૪ જગ્યાઓ છે શ્રેષ્ઠ

હિમાચલ પ્રદેશમાં જ્યારે પણ ફરવાની વાત થાય છે તો સૌથી પહેલા મનાલી શહેરનું નામ જ લેવામાં આવે છે. કારણ કે અહીં એક થી સારી એક જગ્યા આવેલી છે. પરંતુ હાલના સમયમાં જે રીતે મનાલીમાં ભીડ જોવા મળે છે, તેને જોઈને ઘણા સહેલાણી ફરવાનો પ્લાન પણ ડ્રોપ કરી રહ્યા છે. તેવામાં જો તમે મનાલીની ભીડભાડથી દુર કોઈ શાંત અને સુંદર જગ્યા પર ફરવાનો પ્લાન કરી રહ્યા છો, તો આ આર્ટીકલને તમારે જરૂરથી વાંચવો જોઈએ. કારણ કે આ લેખમાં અમે તમને મનાલીની તે જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે શહેરની ભીડભાડથી દુર છે અને પ્રકૃતિની એકદમ નજીક છે. મનાલીની આ ન સાંભળેલી જગ્યા પર ફર્યા બાદ ખરેખર તમે થોડા દિવસો માટે આ જગ્યા પર સ્થાયી થવાનું પસંદ કરશો, તો આવો જાણીએ.

નાગ્ગર કૈસલ

મુખ્ય શહેરથી લગભગ ૨૧ કિલોમીટરનાં અંતર પર રહેલું મનાલીનું નાગ્ગર કૈસલ કોઈ જન્નત થી ઓછું નથી. આ જગ્યા એકદમ શાંત અને પ્રકૃતિની એકદમ નજીક છે. અહીં હંમેશા તે સહેલાણી આવે છે, જે શહેરની ભીડભાડથી દુર કોઈ સુંદર જગ્યા ફરવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે આ જગ્યાનું નિર્માણ કુલુ નાં રાજા સિદ્ધ સિંહે કરાવ્યું હતું. નાગ્ગર કૈસલ માં રાજા સિદ્ધ સિંહનું ઘર અને બયાસ ઘાટીનાં જંગલોનાં અદભુત દૃશ્યોને કારણે આ જગ્યા પર્યટકો માટે ઘણી જ ખાસ છે.

વશિષ્ઠ ગામ

વશિષ્ઠ ગામ મનાલીની ન સાંભળેલી જગ્યા માંથી એક ખુબ જ સુંદર અને શાનદાર જગ્યા છે. રાવ નદીનાં કિનારે સ્થિત આ જગ્યા ઘણા અદભુત નજારા માટે જાણીતી છે. અહીં ઘણા પૌરાણિક કુંડ અને ઝરણાં પણ આવેલા છે. જેને ઋષિ વશિષ્ઠ નું સ્નાનઘર માનવામાં આવે છે. કુંડ અને ઝરણાં સિવાય અહીં ની અપાર સુંદરતા પ્રકૃતિપ્રેમીઓ માટે મનાલીની આ જગ્યા કોઈ જન્નત થી ઓછી નથી. તમને જણાવી દઈએ કે આ જગ્યા શહેરથી લગભગ ૧૦ થી ૧૨ કિલોમીટરનાં અંતર પર છે.

મણિકરણ

મનાલીની આ જગ્યા ત્રીજા નંબર પર છે મણિકરણ. મુખ્ય શહેરથી લગભગ ૮૦ કિલોમીટરના અંતર પર રહેલી આ જગ્યા ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. પાર્વતી નદીના કિનારે રહેલી આ જગ્યા મણિકરણ ગુરુદ્વારા માટે પણ પ્રસિદ્ધ છે. આ ગુરુદ્વારા ના બાજુમાં રહેલા શિવ મંદિર વિશે કહેવામાં આવે છે કે માતા પાર્વતી અને ભગવાન શિવે લગભગ ૧૧ હજાર વર્ષથી પણ વધારે દિવસો સુધી તપસ્યા કરી હતી. જો તમે મનાલીની કોઈ ન સાંભળેલી જગ્યા સાથે કોઈ પવિત્ર જગ્યા પર ફરવા ઈચ્છો છો તો અહીં પહોંચી શકો છો.

કોઠીગામ

મનાલીની આ ન સાંભળેલી જગ્યાએ લોકો માટે ખુબ જ ખાસ છે, જે પરિવાર કે પાર્ટનર સાથે કોઈ શાંત જગ્યાએ ફરવાનું પસંદ કરે છે. સમુદ્ર તળથી લગભગ ૨૫ હજારથી પણ વધારે મીટરની ઉપર ઊંચાઈ પર રહેલી આ જગ્યા સુંદર પહાડો અને ગ્લેશિયરો માટે પ્રસિદ્ધ છે. બયાસ નદી આ જગ્યામાં ચાર ચાંદ લગાવે છે. તમને જણાવી દઈએ કે આ ગામ શહેરથી લગભગ ૧૫ કિલોમીટરનાં અંતર પર છે, જે પર્યટકોને ખુબ જ શાંતિ અને આરામ પ્રદાન કરે છે.