ભિખારી બનાવી દેશે ઘરનાં મંદિરમાં રાખેલી આ ૫ વસ્તુઓ, ગમે એટલા પુજાપાઠ કરો ક્યારેય તેનું ફળ નહીં મળે

ઘરનું મંદિર-દેવસ્થાન હોય છે જે ઘર માં ખુશહાલી લાવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિનું મન અશાંત હોય છે, તો તે પુજા સ્થળ અથવા મંદિરમાં બેસીને મનની શાંતિ માટે પ્રાર્થના કરે છે. ઘર નું મંદિર તમારા માટે સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે અને અહીંથી જ ઊર્જા સમગ્ર ઘરમાં ફેલાય છે, એટલા માટે ઘરના મંદિરને હંમેશાં ચોખ્ખું રાખવાની સલાહ આપવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં હંમેશા એજ વસ્તુ રાખવી જોઇએ, જેનાથી સકારાત્મક ઉર્જા આવે અને એવી કોઈપણ ચીજ મંદિરમાં રાખવી જોઈએ નહીં, જે કોઈપણ પ્રકારની નકારાત્મકતાનું કારણ બની શકે છે. જો તમે પણ ઘરમાં ખુશહાલી લાવવા માંગો છો અને ઘરને ધન-ધાન્યથી પુર્ણ કરવા માંગો છો તો તમારે ઘરમાં મંદિરમાંથી અહીં જણાવવામાં આવેલી અમુક ચીજો ને તુરંત હટાવી દેવી જોઈએ. તો ચાલો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાણીએ કે કઈ ચીજો મંદિરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે.

ભગવાનના રોદ્ર રૂપની તસ્વીર

જો તમે પોતાના ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો તો તમારા માટે જરૂરી છે કે પોતાના ઘરના મંદિરમાંથી તુરંત ભગવાનના રોદ્ર રૂપની કોઈ પણ મુર્તિ અથવા તસ્વીર હટાવી દેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે કોઈપણ આવી તસ્વીર જે ગુસ્સામાં દેખાઈ રહી હોય તે ઘરમાં થતાં કલેશ નું કારણ બની શકે છે. મુખ્ય રૂપથી હનુમાનજીના રુદ્ર અવતાર ની તસ્વીર અને ભગવાન શિવના નટરાજ રૂપની મુર્તિ ઘરના મંદિરમાંથી તુરંત દુર કરી દેવી જોઈએ.

ભગવાનને એકથી વધારે મુર્તિઓ

ઘણા લોકો શ્રદ્ધાને લીધે એક જ ભગવાનને એકથી વધારે મુર્તિઓ રાખે છે. આવી મુર્તિઓ ઘરમાં ખુશહાલી ને બદલે સમસ્યાઓનું કારણ બની શકે છે. એવું પણ માનવામાં આવે છે કે આપણે જે ભગવાનની પુજા કરીએ છીએ તેમની એકથી વધારે મુર્તિઓ એક જ સ્થાન પર હોવી જોઈએ નહીં.

તુટી ગયેલી મુર્તિઓ

પુજાઘરમાં જો કોઈ એવી મુર્તિ હોય જે તુટી ગઈ હોય તો તેને તુરંત પુજા સ્થળમાં થી દુર કરી દેવી જોઈએ. આવું ન કરવા પર તુટેલી-ફુટેલી મુર્તિની પુજા ઈશ્વર સ્વીકારતાં નથી અને નકારાત્મક ફળ મળી શકે છે.

જુના ફુલ અને પ્રસાદ

એવું માનવામાં આવે છે કે ભગવાનને ફુલ અર્પિત કરવાથી તેમની વિશેષ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. પરંતુ જો તમે ઘરના મંદિરમાં ફુલ અર્પિત કરો છો અને ફળનો પ્રસાદ લગાવો છો તો ફુલ સુકાઈ જાય ત્યારે તેને તુરંત પુજા સ્થળમાં થી દુર કરી દેવા જોઈએ. એવું માનવામાં આવે છે કે વાસી ફુલ અને પ્રસાદ નકારાત્મકતાને આકર્ષિત કરે છે. જ્યારે પણ સુકાઈ ગયેલા અને વાસી ફુલ પુજા ઘરમાં રાખવા જોઇએ નહીં.

પિતૃઓની તસ્વીર

ઘણા લોકો મંદિરમાં ભગવાનની સાથે મૃત પુર્વજોની તસ્વીર પણ રાખી દેતા હોય છે. આવું કરવાથી પિતૃઓ અને ભગવાન બંનેનું અપમાન કરવા જેવું થાય છે. એવું માનવામાં આવે છે કે પુજા ઘરમાં પિતૃઓની તસ્વીર રાખવાથી ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે અને આ પ્રકારની તસ્વીરોને મંદિરમાં રાખવાથી ઘરની સમૃદ્ધિ ચાલી જાય છે.