જોક્સ-૧
ઝરમર વરસાદમાં, એક ખભો ભીંજાયેલો અને હાથમાં છત્રી લઇને જેવો ઘરમાં ઘુસ્યો કે તરત પત્નીએ ચિંતાતુર થઇને કહ્યું,
કેટલાય દિવસથી જોવ છું, તમે વરસાદમાં હેરાન થાવ છો. હંમેશા એક ખભો ભીંજાયેલો હોય છે.
કાં તો તમે મોટી છત્રી લઈ આવો કાં તો પેલીને ઘરે લઈ આવો,
સાથે બેસીને ચા પીશું.
જોક્સ-૨
મીના : અલી, મને મારા લવરે ચોખ્ખુંચટ કહી દીધું કે પહેલા તું મને પરણ ને પછી તું મને સુખી કર!
ટીના : પહેલાં ને પછી એ બેમાંથી તે શું પહેલું કરવાનું વિચાર્યું છે?
જોક્સ-૩
પપ્પુ : ડૉકટર સાહેબ! તમે મારા રોગનું ડાયોગ્નેસિસ બરાબર કર્યું છે?
ડૉકટર : તમારે કેમ પુછવું પડ્યું?
પપ્પુ : મારા મામાના દીકરાને બીજા ડૉકટરે ડાયોગ્નેસિસ કર્યો મલેરિયાનો પણ તે બિચારો મર્યો ટાઇફૉઈડમાં !”
ડૉકટર : ડોન્ટ વરી, બી હેપી! હું જે રોગનું ડાયોગ્નેસિસ કરું છું, એજ રોગમાં પેશન્ટ મરે છે!
જોક્સ-૪
દાક્તર : સારૂ થયું મેં પેલા દર્દીને ટાઇમસર ઓપરેશન કરી નાખ્યું. જો એક કલાક મોડું થયું હોત તો…?
નવી નર્સ : તો શું થાત?
દાક્તર : તો તો દર્દી ઓપરેશન, વગર જ સારો થઈ જાત અને ઉપરથી મારી કમાણી જાત એ નફામાં!
જોક્સ-૫
ભિખારી : આ ભિખારીને કઈક આપો, પરધાનજી! (પરનું ધાન ખાનાર)
પરધાનજી : જો હું ઉતાવળમાં છું વળતાં આપીશ.
ભિખારી : ના. સાહેબ, આપતું હોય તો હમણાં જ આપો કારણ હું તમારા ઠાલાં વચનો લઈને ઉધાર ધંધો ચલાવવો નથી!
જોક્સ-૬
ભિખારી : શેઠ! મને પાંચ રૂપિયા આપો. મેં પાંચ દાડાથી કાંઇ ખાધું નથી!
શેઠ : એમાં પાંચ રૂપિયા ની શી જરૂર? એક રૂપિયો બસ છે!
ભિખારી : જુઓ શેઠ તમારે રૂપિયા આપવા હોય તો આપો,
પરંતુ મારે ભીખનો ધંધો કેમ ચલાવવો એ બાબતમાં સલાહ નહીં આપો.
જોક્સ-૭
ડોક્ટર : ઈન્જેક્શન લખ્યું હતું, તે કેમ ના ખરીદ્યું?
દર્દી : શનિવારે સોઈ ના લેવાય, શનિદેવ નારાજ થઈ જાય.
ડોક્ટર : ખરીદી લો, નહીતર યમરાજ નારાજ થઈ જશે..!
જોક્સ-૮
રમેશ : યાર! તું મોસ્ટલી રોજની સાંજ તારી લવરને ત્યાં જ ગાળે છે.
તો પછી હવે કોની રાહ જુએ છે? પરણી જાને!
સુરેશ : તારો વિચાર ખોટો નથી. પણ પછીની રોજની સાંજ કોની સાથે ગાળીશ એ પ્રશ્ન મને મુંઝવે છે!
જોક્સ-૯
પતિ : વહાલી! આજે મને એટલું ફેન્ટાસ્ટીક સ્વપ્નું આવ્યું કે,
આપણે આપણી મેરેજ એનીવર્સરી ઉજવીએ છીએ ત્યારે તું પટોળું પહેરીને ઉભી હોય છે ત્યારે તને હું નવલખો હીરાનો હારે પહેરાવું છું.
પત્ની : વહાલા! તમે જાગૃત અવસ્થા કરતાં તમારી સ્વપ્ન અવસ્થામાં વધુ શાણા, ચતુર ને ઉદાર લાગો છો!
જોક્સ-૧૦
દાક્તર : તમને મારી દવાથી ફાયદો થયો લાગે છે!
દર્દી : તમારી દવાની બાટલી પર લખેલી સુચનાનો અમલ બરાબર કર્યો એટલે ફાયદો થયો.
દાક્તર : કેવી રીતે?
દર્દી : તમારી દવાની બાટલીનો બુચ મેં મજબુત રીતે બંધ રાખેલો.