ભીના કપડાં થી જાણી શકશો કે LPG સિલેન્ડરમાં કેટલો ગેસ બચેલો છે, જાણો સરળ રીત

Posted by

દરેક ઘરની એક જ કહાની છે કે LPG ગેસનું અચાનક ખતમ થઈ જવું. અમુક ઘરમાં ડબલ કનેક્શન હોવાથી આ સમસ્યામાંથી છુટકારો મળી જાય છે, પરંતુ જ્યાં સિંગલ કનેક્શન હોય છે, ત્યાં પરેશાની ઉભી થઈ જતી હોય છે. મોડી રાત્રે ડિનર બનાવતા સમયે ગેસ ખતમ થઈ જાય તો ગૃહિણીનાં હોશ ઉડી જાય છે.

મોટાભાગે લોકો સિલિન્ડરને ઉઠાવીને તેનો વજન ચેક કરીને અંદાજો લગાવે છે અથવા તો ગેસ ની ફેમ જોઈને ખતમ થવાનો અંદાજો લગાવતા હોય છે. પરંતુ આ અંદાજ ઘણી વખત ફેલ થઈ જાય છે. તેવામાં તમે એક ઘરેલું અને કોઈ પણ ખર્ચ વગર ની આસાન ટ્રીક ઉપરથી જાણી શકો છો કે કેટલો ગેસ બચેલો છે. તેના માટે ગેસ સિલિન્ડર પર કપડું ભીનું કરીને આખા સિલિન્ડરની ચારો તરફ લગાવી દો.

સિલેન્ડર ભીનું થયા બાદ તે કપડાં ને હટાવી લો. હવે ધ્યાનથી જોવા પર જાણવા મળશે કે સિલેન્ડરનો અમુક હિસ્સો સુકાયેલો છે અને અમુક હિસ્સો ભીનો છે. જે હિસ્સો સુકાયેલો છે તેમાં ગેસ હોતી નથી. ત્યાં તમે સરળતાથી જાણી શકો છો કે સિલિન્ડર માં કેટલો ગેસ બચેલો છે. તેના માટે દર ૨-૩ દિવસ બાદ આ ટ્રીક દ્વારા તમને ગેસની જાણકારી મળી જશે, જેનાથી તમે સમય રહેતા સિલિન્ડર બુક કરાવી શકો છો.

લિક્વિડ ગેસ ભરેલા સિલેન્ડરની તુલનામાં ખાલી હિસ્સો ગરમ હોય છે. તેવામાં ભીના કપડાં સંપર્કમાં આવતાંની સાથે જ આખું સિલેન્ડર ભીનું તો થઈ જાય છે, પરંતુ ખાલી હિસ્સો ખુબ જલ્દી સુકાવા લાગે છે. તેવામાં એક સમય એવો આવે છે જ્યારે સિલિન્ડર ઉપર સ્પષ્ટ જોવા મળે છે કે કેટલો હિસ્સો સુકાઈ ગયા બાદ પણ ભીનો છે. તેવામાં તમે ગેસ ની માત્રા વિશે સરળતાથી જાણી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *