૩૪ વર્ષીય એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂનના રોજ પોતાના બાન્દ્રા સ્થિત ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતનાં નજીકના વ્યક્તિઓએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તે પાછલા ૬ મહીનાથી ડિપ્રેશનમાં હતો, જેની દવાઓ પણ ચાલી રહી હતી. હવે સુશાંતનાં નિધનને એક મહિનાથી પણ વધારે સમય પસાર થઇ ચૂક્યો છે, પરંતુ સુશાંતનાં ફેન્સ આ કેસમાં મુંબઇ પોલીસની તપાસથી ખુશ નથી અને સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યા છે.
એટલું જ નહીં બોલિવૂડના સેલિબ્રિટી પણ સુશાંતનાં મૃત્યુનું સાચુ કારણ જાણવા માંગે છે. તેની વચ્ચે નિર્ભયાની વકીલ સીમા સમૃદ્ધિ દ્વારા પણ સમગ્ર મામલા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા એક ટ્વિટ કર્યું છે. વકીલ સીમાએ ટ્વિટર પર ટ્વિટ કરીને સુશાંતનાં મૃત્યુને એક પ્લાન મર્ડર જણાવ્યું છે અને આ પોસ્ટમાં તેમણે મુંબઇ પોલીસને પણ ટેગ કરેલ છે.
14 जून को ही डाउट हो गया था कि ये सुसाइड नहीं है।सुशांत सिंह राजपूत की डेड बॉडी को देखकर प्रथमधृष्टता ये एक प्रायोजित मर्डर लग रहा था।गले का निशान जो कहीं से भी फाँसी के फंदे का निशान नहीं लग रहा था;सुसाइड नोट नहीं था,फिर बिना अन्वेषण के मुंबई ने सुसाइड क्यों बताया?@MumbaiPolice https://t.co/2DBLD7SpUN
— Seema Samridhi (@Seemasamridhi) July 19, 2020
સીમા લખે છે કે, “૧૪ જૂનનાં જ શંકા થઈ હતી કે આ આત્મહત્યા નથી. સુશાંત સિંહ રાજપૂતની ડેડ બોડીને જોઈને પ્રથમ દ્રષ્ટિએ જ આ એક પ્રાયોજીત હત્યાઓ લાગી રહી હતી. ગળાનાં નિશાન કોઈપણ જગ્યાએથી ફાંસીના ફંદા નિશાન લાગી રહ્યા ન હતા, સુસાઇડ નોટ હતી નહીં, તો પછી કોઈ પણ જાતની તપાસ વગર મુંબઈ પોલીસે તેને આત્મહત્યા જાહેર કેવી રીતે કરી.” આ પોસ્ટ બાદથી સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઇ છે. સીમાને સુશાંતનાં ચાહનારા લોકો તરફથી પુરો સપોર્ટ મળી રહ્યો છે. આ પોસ્ટમાં બધા લોકો સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યા છે.
જણાવી દઈએ કે આ પહેલા સીમાએ સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસની તપાસના લઇને નરેન્દ્ર મોદીને ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું, “માનનીય પ્રધાનમંત્રી જી, સુશાંત સિંહનાં મૃત્યુની સત્ય હકીકત જાણવાનો દરેક ભારતીય અને અધિકાર છે. પરંતુ એક મહિનાથી વધારે સમય થયો હોવા છતાં પણ પોલીસ હકીકત સામે લાવવામાં સફળ રહી છે. તમને અનુરોધ છે કે આપણા બધાના મનપસંદ હીરોનો કેસ તમે સીબીઆઈને સોંપવામાં આવે.” આ સમગ્ર મામલામાં અત્યાર સુધીમાં ૩૫ થી વધારે લોકોની પૂછપરછ થઈ ચૂકી છે, પરંતુ તેમ છતાં પણ પોલીસને કોઈ સાબિતી હાથ લાગી નથી. વળી તપાસમાં એવું જાણવા મળ્યું છે કે સુશાંત એક નહીં પરંતુ ૪ ડોક્ટર પાસેથી ડિપ્રેશનનો ઈલાજ કરાવી રહ્યા હતા, જેમાંથી બે ડોક્ટરના નિવેદન લેવામાં આવી ચૂક્યા છે.