ભોજન કરતાં પહેલા થાળીની ચારોતરફ શા માટે પાણીનો છંટકાવ કરવામાં આવે છે, શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવેલ છે કારણ

ભારત અને પરંપરાનો દેશ કહેવામાં આવે છે અને આજે પણ ઘણા લોકો ભારતીય પરંપરાઓનું પાલન કરે છે. તમે અવારનવાર લોકોને જોયા હશે કે ઘણા લોકો ભોજન કરતા પહેલા ભોજનની થાળીની ચારેતરફ પાણીનો છંટકાવ કરે છે અને ત્યારબાદ મંત્રનો જાપ કરે છે. પાણીનો છંટકાવ અને મંત્ર વાંચ્યા બાદ જ ભોજન આરંભ કરવાની પરંપરા ખૂબ જૂની છે અને ઉત્તર ભારતમાં તેને આચમન અને ચિત્ર આહુતિ ના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે તામિલનાડુમાં આ પરંપરાને પરિસેશનમ કહેવામાં આવે છે.

શાસ્ત્રોમાં આ પરંપરાનો ઉલ્લેખ કરીને લખવામાં આવ્યું છે કે ભોજન કરતાં પહેલા પાણીનો છંટકાવ કરવો અન્ન પ્રત્યે સન્માન પ્રગટ કરવાનો હોય છે. આવું કરવાનો અર્થ છે કે આપણે અન્ય દેવતા નો આભાર વ્યક્ત કરીએ છીએ. જો કે આ પરંપરા સાથે અમુક સ્વાસ્થ્ય લાભ પણ જોડાયેલા છે. પરંતુ ખૂબ જ ઓછા લોકોને આ લાભ વિશે જાણકારી હશે.

જીવ જંતુ પહોંચી નથી શકતા

પહેલાના સમયમાં લોકો જમીન પર બેસીને ભોજન કરતા હતા. જમતા સમયે જીવજંતુઓ ભોજનમાં ચઢી ન જાય એટલા માટે ભોજનની થાળીની આસપાસ પાણીનો છંટકાવ કરવામાં આવતો હતો. પાણીના છંટકાવને કારણે ભોજનની થાળી ની આસપાસ સુરક્ષા નું એક વર્તુળ બની જતું હતું. આ વર્તુળ બની જવાને કારણે જીવ જંતુઓ ભોજનથી દૂર રહેતા હતા અને ભોજન આરામથી લઈ શકાતું હતું.

ભોજન રહે છે શુદ્ધ

પહેલાના ઘરમાં લોકોના ઘર કાચાં હતા અને ઘરની જમીન માટીમાંથી બનાવેલી હતી. જમીન કાચી હોવાને કારણે તેના પર ધૂળ જમા થતી રહેતી હતી. વળી ભોજન કરતા સમયે જમીનની માટી ભોજનમાં ન ચાલી જાય તેના માટે ભોજનની થાળીની આસપાસ પાણીનો છંટકાવ કરવામાં આવતો હતો અને ત્યારબાદ જ ભોજન લેવામાં આવતું હતું. આવું કરવાથી માટીના પણ જમીન પર ચોંટેલા રહે છે અને ભોજનમાં પડતા નથી.

જમીન પર બેસીને કરવામાં આવતું હતું ભોજન

પાણીનો છંટકાવ કરવા સિવાય જમીન પર બેસીને જમવાની પરંપરા ખૂબ જૂની છે. જમીન પર બેસીને ભોજન કરવું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. બેસીને જમવાથી પાચનક્રિયા યોગ્ય રીતે કામ કરે છે અને ભોજન યોગ્ય રીતે પછી જાય છે. એટલા માટે જે લોકો બેસીને ભોજન કરે છે તેમને ભોજન પચાવવામાં સરળતા થાય છે અને કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ પણ થતી નથી.

જમીન પર બેસીને ખાવાથી કરોડરજ્જુના નીચલા ભાગ પર તાણ કરે છે, જેનાથી શરીરને આરામ મળે છે. સાથોસાથ કમરના દુખાવામાં પણ રાહત મળે છે. જમીન પર ઘૂંટણ વાળીને બેસવાથી સ્નાયુમાં પણ મજબૂતી આવે છે અને હૃદય પણ તંદુરસ્ત રહે છે.

તમે પણ ભોજન કરતા પહેલા આ જુની પરંપરાઓનું પાલન કરો. હંમેશા જમીન પર બેસીને ભોજન આરોગો અને ભોજન શરૂ કરતાં પહેલાં થાળીની આસપાસ પાણીનો છંટકાવ ૩ વખત કરો. સાથોસાથ હાથ જોડીને ઉપર બતાવેલ મંત્રનો જાપ પણ કરો.