ભોજન કરતાં સમયે ભુલથી પણ આવી ભુલ કરી બેઠા તો કંગાળ બનતા સમય નહીં લાગે, ધર્મશાસ્ત્રોમાં તેને જણાવેલ છે ઘોરપાપ

વ્યક્તિ દરરોજ ભોજન કરે છે, પરંતુ ભોજન દરમિયાન કોઈને કોઈ દિવસે આપણે અમુક એવી વસ્તુ કરી બેસીએ છીએ, જેના પરિણામ સ્વરૂપ આપણા જીવનમાં ઘણા પ્રકારની અડચણ આવવા લાગે છે. એવું પણ કહેવામાં આવે છે કે ધર્મ પુરાણો અને વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલી વાતોનું પુર્ણ રૂપથી પાલન ન કરવા પર અનેક પ્રકારની સમસ્યાઓ આપણા જીવનમાં આવતી હોય છે. આજે અમે વાત કરી રહ્યા છીએ કે ભોજન કરતા સમયે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. અમે તમને જણાવીશું કે જો આ વાતોનું પાલન કરવામાં ન આવે તો તમારા જીવનમાં કઈ કઈ પ્રકારની પરેશાની ઉભી થઇ શકે છે.

ભોજન કરવાના નિયમ

આપણાં ધર્મ શાસ્ત્રો જણાવે છે કે ભોજન હંમેશા જમીન પર બેસીને કરવું જોઈએ. ભોજન કરવા માટે જેવી રીતે આપણે આસનમાં બેસીએ છીએ, એવી જ રીતે થાળી માટે પણ આ આસન સ્વરૂપ ચોકી રાખવી જોઈએ. ભોજન કરવા માટે જ્યારે થાળી આપણી સામે આવે ત્યારે આપણે ભગવાનને ભોગ લગાવવો જોઈએ. ભગવાનને અર્પણ કર્યા બાદ જ ભોજન કરવાનું ધર્મ શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ છે.

કહેવામાં આવે છે કે ભગવાનને ભોજન અર્પણ કર્યા બાદ ભોજન કરવાથી ભગવાનનાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પોતાના ભોજનની થાળીમાં આપણે કંઈ પણ છોડવું જોઈએ નહીં. ભોજન માટે જેટલી જરૂરિયાત છે, થાળીમાં એટલું જ ભોજન લેવું જોઈએ. ભોજન કરવા માટે બેસી ગયા બાદ વચ્ચે ભોજનની થાળી છોડવી જોઈએ નહીં.

શું થાય છે નુકસાન

ધર્મ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે ભુલથી પણ પથારી ઉપર ભોજન કરવું જોઇએ નહીં. જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેના જીવનમાં અનેક પ્રકારનાં સંકટ આવવા લાગે છે. સૌથી મોટી વાત એ છે કે પથારીમાં ભોજન કરનાર વ્યક્તિ ઉપર કરજ નો બોજ વધવા લાગે છે. ઘણી વખત તો વ્યક્તિ કંગાળ પણ બની જાય છે. જણાવવામાં આવે છે કે આવા લોકોને માતા લક્ષ્મી પસંદ કરતા નથી.

થાળીમાં મીઠું છોડવું નહીં

કહેવામાં આવેલ છે કે આપણે થાળીમાં ભોજન છોડવું જોઈએ નહીં. સાથો સાથ થાળીમાં મીઠું પણ છોડવું જોઈએ નહીં. થાળીમાં મીઠું છોડવાની આદતને ખુબ જ અશુભ જણાવવામાં આવેલ છે. કહેવામાં આવે છે કે જો મીઠું થાળીમાં રહી જાય તો તેની ઉપર પાણી નાખી દેવું જોઈએ. તેનાથી તેની અશુભ અસર ઓછી થઈ જાય છે.

નોંધ : ઉપરોક્ત આપવામાં આવેલી જાણકારી ફક્ત સુચના માટે છે. અમે આ સમાચારની પુષ્ટિ કરતા નથી. આપવામાં આવેલી જાણકારી પ્રચલિત માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. તેવામાં કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા વિશેષજ્ઞ પાસેથી જાણકારી અવશ્ય મેળવી લેવી.