ભોજનની સાથે કાચી ડુંગળી ખાવાથી મળે છે આ ૬ જબરદસ્ત લાભ, ડુંગળીમાં હોય છે ઘણા પોષક તત્વો

સામાન્ય રીતે ડુંગળીનું સેવન આપણે દાળ અને શાકભાજીને સ્વાદિષ્ટ બનાવવા માટે કરીએ છીએ. અમુક લોકો ડુંગળીનું સેવન સલાડનાં રૂપમાં કરે છે. મોટાભાગનાં લોકો એવા પણ છે જે ડુંગળી વગરનું ભોજન નથી કરતા. પરંતુ કદાચ એમને પણ આ ગુણકારી ડુંગળી વિશે ખબર નહિ હશે. ભોજન સાથે ડુંગળીનું સેવન ઘણી રીતે ફાયદાકારક હોય છે. મતલબ ડુંગળી એક એવી શાકભાજી છે, જેમાં વીભિન્ન વિટામીન, ખનીજ અને ઘણી પ્રકારના યૌગિક હોય છે, જે સ્વાસ્થ્યને વધારવા માટે બતાવવામાં આવ્યા છે. હકીકતમાં ડુંગળીનાં ઔષધીય ગુણોને પ્રાચીનકાળથી માન્યતા મળી છે. ડુંગળીને માથાનાં દુખાવા, હૃદયરોગ અને મોઢાના ઘાવનાં ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

સારા સ્વાસ્થ્ય માટે શાકભાજીનું સેવન કરવું મહત્વપૂર્ણ છે. પોતાને ફિટ તથા રોગમુક્ત રાખવા માટે નિયમિત રૂપથી શાકભાજીનું સેવન કરવું જોઈએ. આ શાકભાજી જરૂરી પોષક તત્વોનો સ્ત્રોત છે. શાકભાજી થોડા જીર્ણ રોગોનો ખતરો ઓછો કરે છે. શાકભાજી શરીરમનાં સ્વાસ્થ્ય અને જાણવણી માટે પણ મહત્વપૂર્ણ પોષક તત્વ પ્રદાન કરે છે. આવો જાણીએ ભોજન સાથે કાચી ડુંગળીનું સેવન કરવાથી શું લાભ થાય છે.

કેન્સરથી બચાવે છે ડુંગળી

એશિયા પેસિફિક જર્નલ ઓફ ક્લિનિકલ ઈકોનોમી ઓનકોલોજી માં ૨૦૧૯નાં અધ્યયનમાં જોવામાં આવ્યું હતું કે નિયમિત રૂપથી ડુંગળી જેવા એલીયમ શાકભાજીનું સેવન કરવાથી પેટનાં કેન્સરને રોકી શકાય છે. નિયમિત રૂપથી એક કપ કાપેલી ડુંગળી ખાવાથી લગભગ ૧૩.૧૧ ટકા એક વ્યસ્ક દ્વારા અનુસંસિત વિટામીન-સી પ્રાપ્ત થાય છે. એક એન્ટીઓક્સીડન્ટ નાં રૂપમાં પણ આ વિટામિન મુક્ત કણ યૌગીકો સાથે મુકાબલો કરવા માટે મદદ કરે છે, જેનો સંબંધ કેન્સર સાથે છે.

હૃદય સ્વસ્થ રાખે છે ડુંગળી

ડુંગળીમાં રહેલા ફ્લેવોનોઈડ્સ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે અને થાયલોસલ્ફેટને લોહીની સ્થિરતા જાળવી રાખવા માટે જાણવામાં આવે છે. કારણ કે તે લોહીને પાતળું બનાવે છે, જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો ઓછો થઇ જાય છે.

એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપુર છે ડુંગળી

ડુંગળી એન્ટિઓક્સિડન્ટનો એક ઉત્કૃષ્ટ સ્ત્રોત છે. હકીકતમાં, તેમાં ફ્લેવોનોઇડ  એન્ટિઓક્સિડન્ટ ની ૨૫ થી વધારે વિભિન્ન જાત હોય છે. તે એન્ટી-ઓક્સીડંટ ઓક્સીકરણને રોકે છે. આ એક પ્રક્રિયા છે, જે કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી બીમારીઓને વધારો આપે છે.

હાડકા માટે ફાયદાકારક છે ડુંગળી

અમેરિકી કૃષિ વિભાગ અનુસાર માત્ર એક ડુંગળીમાં ૨૫.૩ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. કેલ્શિયમ મજબૂત હાડકાંને જાળવી રાખવામાં મદદ કરે છે. એટલા માટે પોતાના સલાડમાં ડુંગળી જોડવાથી હાડકાનું સ્વાસ્થ્ય સારું થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ડુંગળી ઓક્સિડેટિવ તણાવને ઓછો કરવામાં એન્ટી-ઓક્સીડેન્ટનાં સ્તરને વધારવામાં અને હાડકાનું નુકસાન ઓછું કરવામાં મદદ કરે છે. જેનાથી ઓસ્ટીયોપોરોસીસ ને રોકી શકાય છે અને હાડકાનાં ઘનત્વમાં વધારો મળી શકે છે.

સારી ત્વચા અને વાળ માટે

ડુંગળીમાં વિટામિન એ, સી અને કે, પિગમેન્ટ્સન થી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને તમને હાનિકારક યુવી કિરણોથી પણ બચાવે છે. વિટામિન સી નાં એક સારા સ્ત્રોતનાં રૂપ માં ડુંગળી કોલેજનનાં નિર્માણ અને જાળવણીને સમર્થન કરી શકે છે, જે ત્વચા અને વાળને સંરચના પ્રદાન કરે છે.

બ્લડશુગરને નિયંત્રિત કરે છે ડુંગળી

ડુંગળી ખાવાથી બ્લડ સુગર નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. જે વિશેષ રૂપથી ડાયાબિટીસ વાળા લોકો માટે મહત્વપૂર્ણ છે. ડુંગળીમાં મળવા વાળા વિશિષ્ટ યોગીકો જેમકે કવેરસેટીન અને સલ્ફર યોગિકમાં ડાયાબિટીસ વિરોધી પ્રભાવ હોય છે.