ભોજપુરી સ્ટાર રવિ કિશનની દિકરી છે ખુબ જ ગ્લેમરસ, ફિલ્મોમાં એન્ટ્રી કરીને મચાવશે ધમાલ, જુઓ તસ્વીરો

Posted by

હિન્દી ફિલ્મ પછી ભોજપુરી ફિલ્મોની પણ એક મોટી ઇન્ડસ્ટ્રી છે. એક મોટો વર્ગ આ ફિલ્મને જોવાનું પસંદ કરે છે. રવિ કિશન ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં મોટા કલાકાર માનવામાં આવે છે. હાલમાં એટલે કે ૧૭ જુલાઈએ તેમણે પોતાનો ૫૨મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમનો જન્મ ૧૭ જુલાઇ, ૧૯૬૯માં ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાનાં ગામમાં થયો હતો. ભોજપુરી સિવાય તે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમના અભિનયનાં જેટલા વખાણ કરવામાં આવે ઓછા છે.

રવિ કિશન એક સારા અભિનેતા હોવાની સાથે-સાથે એક સારા પિતા પણ છે. રવિ કિશન સાથે જોડાયેલ ઘણી વાતો તમે જાણતા હશો, પરંતુ તેમના પરિવાર વિશે ઘણા ઓછા લોકોને જાણ છે. રવિ કિશનની પત્નીનું નામ પ્રીતિ છે. બંનેનાં ૪ બાળકો છે. મોટી દીકરીનું નામ રીવા છે. જ્યારે અન્ય બે દીકરીઓના નામ તનિષ્ક તથા ઈશિતા છે. રવિ કિશનનો એક દીકરો પણ છે, જેનું નામ સક્ષમ છે.

રવિ કિશન પોતાની મોટી દીકરી રીવા સાથે ખાસ બોન્ડિંગ શેર કરે છે. રીવા દેખાવમાં ઘણી સુંદર છે. તે પણ પોતાના પિતાના પગલાંને ફોલો કરીને અભિનયની દુનિયામાં પોતાની કારકિર્દી બનાવી રહી છે. તેણે ૨૦૨૦માં રિલીઝ થયેલી ફિલ્મ “સબ કુસલ મંગલ” થી પોતાનું ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં તેમની સાથે અક્ષય ખન્ના અને પ્રિયંકા શર્મા જેવા કલાકારોએ કામ કર્યું છે.

રીવા ની ઉંમર ૨૪ વર્ષની છે. તેમની સ્ટાઇલ ઘણી જ ગ્લેમરસ છે. દીકરીને લઈને રવિ કિશને એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યું હતું કે “રીવા મને બાળપણથી અભિનય કરતાં જોઈ રહી છે. તે એક જન્મજાત કલાકાર છે. એટલા માટે મને વિશ્વાસ છે કે ફિલ્મમાં તે એક સારી કારકિર્દી બનાવશે.”

જ્યારે રીવા ની ફિલ્મનું પ્રિમિયર થયું તો રવિ કિશન તેમાં સામેલ ન થઈ શક્યા હતા. ત્યારે તેમના પિતાનું નિધન થઇ ગયું હતું. આ માટે તેમણે રીવાને  ટ્વિટ કરીને આ વાતની માફી પણ માંગી હતી. રવિ કિશનનું સપનું છે કે તે પોતાની દીકરી સાથે કોઈ ફિલ્મમાં કામ કરે.

રીવા પોતાના પિતા માટે ઘણી લકી પણ છે. જ્યારે તે જન્મ લેવાની હતી તો રવિ કિશન પાસે એટલા પૈસા પણ ન હતા કે તે પોતાની પત્ની ડીલીવરી કઈ હોસ્પિટલમાં કરાવે. પરંતુ રીવા નાં જન્મ લીધા બાદ તેમનું ભાગ્ય પલટાઈ ગયું. રીવા અમેરિકાનાં ઍક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ થી દોઢ વર્ષ સુધી એક્ટિંગનાં ક્લાસ લીધેલા છે. તેણે અઢી વરસ સુધી ડાન્સ પણ શીખ્યો છે. એટલું જ નહીં તે એક વર્ષ સુધી દિગ્ગજ એક્ટર નસરુદ્દીન શાહનાં પ્લે ગ્રુપ માં અભિનય પણ કરી ચૂકી છે.

બોલીવુડ ડેબ્યુ પર રીવાએ કહ્યું હતું કે “તેમના પાપા નાં મિત્ર મોઈન બેગ અંકલનો ફોન આવ્યો હતો, તેમણે મને આ ફિલ્મની ઓફરની ખુશખબરી આપી હતી. હું ત્યારે અમેરિકામાં હતી.”

એક ફેમસ સ્ટાર બનવા પહેલાં રવિ કિશને મુંબઈમાં ખુબ જ સંઘર્ષ પણ કર્યો છે. તેમની પહેલી ભોજપુરી ફિલ્મ “સૈયા હમાર” હતી. બોલીવુડમાં તે કાજોલ ની ફિલ્મ “ઉધાર કી જિંદગી” અને શાહરુખની “આર્મી” માં નજર આવ્યા હતા. ત્યારબાદ તેમણે સલમાન ખાનની “તેરે નામ” માં કામ મળ્યું. આ રીતે તેઓ ધીરે ધીરે ઊંચાઈઓને સ્પર્શતા ગયા. તે અત્યાર સુધીમાં ૩૫૦ થી વધારે ભોજપુરી ફિલ્મ કરી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *