ભોપાલમાં ચાલતી બાઇક ઉપર યુવક અને યુવતીએ બધી હદ પાર કરી, હવે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે, જુઓ વિડીયો

Posted by

રસ્તા પર ઝડપથી દોડતી બાઈક અને તેની ઉપર બેસેલ પ્રેમી યુગલ અને તેમની અજીબોગરીબ હરકતો. કંઈક આ પ્રકારનો વિડીયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી છવાઈ રહ્યો છે. વાયરલ થયેલ વિડિયો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં છે અને શહેરના સૌથી સુંદર તથા વ્યસ્ત રસ્તા વીઆઈપી રોડ નો છે. આ રોડ ઉપર પ્રેમમાં ડુબેલા પ્રેમી યુવક ચાલતી બાઈક ઉપર અમુક એવી હરકતો કરીને બેસેલું જોવા મળી રહ્યું છે, તેને કરવી ખુબ જ મોંઘી પડી શકે છે. આ વિડીયો દેશભરમાં વાયરલ થયા બાદ પોલીસ સુધી પહોંચી ચુક્યો છે અને પોલીસ આ પ્રેમી યુગલની શોધમાં જોડાયેલી છે.

આ વાયરલ વિડીયો વિષે એવું જાણવા મળ્યું છે કે તે ભોપાલના વીઆઈપી રોડ નો છે કે વિડીયો ક્યાંનો છે તેના વિશે હજુ કોઈ પણ પ્રકારની જાણકારી સામે આવી નથી. આ વાયરલ વીડિયોમાં વીઆઈપી રોડ ઉપર એક પ્રેમી યુગલ બાઈક ઉપર એવી રીતે પોતાના પ્રેમનું પ્રદર્શન કરી રહેલ છે, જેનાથી તેમનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે યુવતી બાઈક પર પેટ્રોલની ટાંકી ઉપર યુવક તરફ ચહેરો કરીને તેને ચીપકીને બેસેલી છે. એટલું જ નહીં બંનેએ આ દરમિયાન હેલ્મેટ પહેર્યું નથી. આ બાઈક વીડિયોમાં એક કારને ઓવરટેક કરતી પણ નજર આવી રહી છે.

તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે બાઈક ની ઝડપ ખુબ જ વધારે હશે. આ કારમાં રહેલ વ્યક્તિએ પ્રેમી યુગલનો વિડીયો બનાવ્યો છે, જે સોશિયલ મીડિયા પર હવે ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઝડપી બાઈક પર આ કપલની હરકતોનો વીડિયો સામે આવ્યા બાદ હવે પોલીસ બાઈક ચાલકની તપાસ માં જોડાઈ ગઈ છે. પોલીસનું કહેવું છે કે જે રીતે ડ્રાઇવિંગ કરતો યુવક વીડિયોમાં જોવા મળી રહ્યો છે, તે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહેલ છે.

વાયરલ વિડીયો માંથી બાઇકનો નંબર કાઢીને યુવકની ઓળખ કરવામાં આવશે અને તેને પકડીને તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. જો કે હજુ સુધી આ મામલામાં કોઇએ પોલીસને ફરિયાદ કરી નથી, પરંતુ જે રીતે યુવક બાઇક ચલાવી રહ્યો છે તે પોતાની અને અન્ય લોકો માટે ખતરનાક છે. પોલીસે વિડિયોનાં આધાર પર વીઆઈપી રોડ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ને ચેક કરવાના શરૂ કરી દીધા છે.

તમને જણાવી દઈએ કે વીઆઈપી રોડ ભોપાલ શહેરનો સૌથી સુંદર રોડ માંથી એક છે અને આવું પહેલી વખત નથી, જ્યારે આ રોડ ઉપર પ્રેમીયુગલને આ રીતે બાઇક પર આવી હરકત કરતા જોવામાં આવ્યું હોય. અહિયાંનાં લોકો જણાવે છે કે પ્રેમી યુગલો આ પ્રકારની હરકતો કરતા રસ્તા પર ઘણી વખત જોવામાં આવેલ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ બાઈક સ્ટંટ કરનાર બાઈકર્સ પર ઘણી વખત કાર્યવાહી કરવામાં આવી ચુકેલ છે. તેની સાથે જ બાઇકને મોડીફાઈ કરીને તેના સાઇલેન્સર નો અવાજ બદલવા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે બાઇકને મોડીફાઇડ કરવું પણ સરકારી નિયમોની વિરુદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *