ભુખ્યા મરી જાજો પણ મંગળવારનાં દિવસે ભુલથી પણ આ વસ્તુનું સેવન કરતાં નહીં, ઘરમાં ગરીબી આવશે

Posted by

મંગળવારનો દિવસ બજરંગબલી હનુમાનજી નો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ઘણા બધા લોકો બજરંગબલીની પુજા અર્ચનામાં જોડાયેલા રહેતા હોય છે. મંગળવારનાં દિવસે બજરંગબલી ભગવાનની પુજા કરવાથી સકારાત્મક ઊર્જા જન્મ લેતી હોય છે. જેનાથી શરીરમાં એવી શક્તિ પ્રદાન થાય છે. જેનાથી ખરાબ આત્માઓથી લઈને ખરાબ લોકો સાથે લડવામાં મદદ મળે છે. બજરંગબલી નાં ભક્તોએ મંગળવાર અને શનિવારના દિવસે ખાવા પીવાની ચીજો ઉપર ધ્યાન આપવું ખુબ જ આવશ્યક હોય છે. બજરંગબલી પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે. એટલા માટે બજરંગબલી હનુમાનજીને જે ચીજ પસંદ નથી, તે કાર્ય તમારે કરવું જોઈએ નહીં. નહિતર તમારે બજરંગબલીના ક્રોધનો સામનો કરવો પડે છે.

Advertisement

હિન્દુ ધર્મમાં હનુમાનજીનું અત્યંત મહત્વ છે. એવી માન્યતા છે કે હનુમાનજીની પુજા, ઉપાસના, મંત્ર અને પાઠ કરવાથી ભક્તોના બધા જ કષ્ટ દુર થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રીરામની આજ્ઞાનું પાલન કરીને હનુમાનજી આજે પણ પોતાના ભક્તોની રક્ષા અને કલ્યાણ માટે પૃથ્વી લોકમાં વાસ કરે છે. લોકો હનુમાનજીમાં એકલી આસ્થા અને વિશ્વાસ ધરાવે છે કે મોટામાં મોટી સમસ્યાનું નિવારણ હનુમાનજીની પુજાથી થઈ જાય છે. હનુમાનજીની કૃપાથી જ ધન, વિજય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ વિદ્યામાં હનુમાનજીની પુજા માટે અમુક ખાસ ઉપાય જણાવવામાં આવેલ છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયોથી જીવનના દુર્ભાગ્યને સહભાગ્યમાં બદલી શકાય છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજીને શક્તિ, શાંતિ, બુદ્ધિ અને ભક્તિના દેવતા માનવામાં આવેલ છે અને ભક્તોનું માનવું છે કે હનુમાનજી આપણને પરિશ્રમ કરવા માટે યોગ્ય શક્તિ પ્રદાન કરે છે. તેમની પુજાથી નિરોગી શરીરના આશીર્વાદ મળે છે. એવું માનવામાં આવે છે કે જો હનુમાનજી પ્રસન્ન થાય તો શનિદેવ પણ પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે શનિ ને મનાવવા માટે હનુમાનજીની પુજા કરવી જોઈએ. હનુમાનજીની કૃપા મેળવીને શ્રદ્ધાળુઓને જીવનમાં આવનાર કષ્ટમાંથી મુક્તિ મળે છે.

એક ઉપાય અનુસાર દરરોજ રાત્રે સુતા પહેલા હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને હનુમાન ચાલીસાનાં પાઠ કરવા જોઈએ. તેનાથી ધન સંબંધિત પરેશાની દુર થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આર્થિક પરેશાનીઓ માંથી બહાર નીકળવા માટે રામાયણ અથવા શ્રી રામચરિત માનસનાં પાઠ કરવા જોઈએ અથવા તો દરરોજ તેમના દોહા નાં પાઠ કરવા જોઈએ. દરરોજ હનુમાનજીને ધુપ, અગરબત્તી અને ફુલ ચડાવીને તેમની પુજા કરવી જોઈએ.

મંગળવાર અથવા શનિવારનો દિવસ હનુમાનજીની પુજા માટે વિશેષ માનવામાં આવે છે. પરંતુ સપ્તાહના આ બંને દિવસોમાં ૧૧ પીપળાના પાન લઈને ચોખા પાણીથી સાફ કર્યા બાદ પાન ઉપર ચંદન અથવા કુંકુ થી શ્રીરામનું નામ લખીને હનુમાનજીના મંદિરમાં આ પાન ચડાવવા જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવું કરવાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ દુર થઈ જશે. પ્રત્યેક મંગળવાર અથવા શનિવારના દિવસે સિંદુર અને ચમેલીનું તેલ હનુમાનજીને અર્પિત કરવાથી બધી ઇચ્છાઓ પુરી થાય છે.

જે લોકો મંગળવારનું વ્રત કરે છે તેમણે આ દિવસે મીઠાનું સેવન કરવું જોઈએ નહીં અને બની શકે તો ઓછું સેવન કરવું જોઈએ. જે લોકો મંગળવારના દિવસે દાન આપે છે તેમણે ખાસ કરીને મીઠી વસ્તુઓ મંગળવારના દિવસે ખાવી જોઈએ નહીં અને દાન ક્યારે પણ સ્વાર્થ ભાવથી કરવું જોઈએ નહીં. મંગળવારના દિવસે નખ અને વાળ કાપવા જોઈએ નહીં. તેનાથી માનહાની થવાનો ખતરો વધી જાય છે. સાથો સાથ નકારાત્મક પ્રભાવ આપણી કુંડળીમાં આવી જાય છે. ભુલથી પણ મંગળવારના દિવસે ઘરમાં હવન રાખવો જોઈએ નહીં અને માંસ તથા મદિરા નું સેવન બિલકુલ પણ કરવું જોઈએ નહીં. જો મંગળવારના દિવસે ઘરમાં હનુમાનજીની પુજા રાખેલી હોય તો ઘર સંપુર્ણ રીતે શુદ્ધ હોવું જોઈએ.

આવી નાની નાની વાતોનું અનુસરણ કરીને તમે હનુમાનજીને પ્રસન્ન કરી શકો છો અને પોતાની ઇચ્છિત મનોકામના તેમની પાસેથી પ્રાપ્ત કરી શકો છો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.