ઘર પરિવારમાં ક્યારેક ક્યારેક અચાનક પરેશાનીઓ વધવા લાગે છે. ઘરમાં કોઈને કોઈ બીમાર રહેવા લાગે છે. અચાનકથી નકામા ખર્ચ વધવા લાગે છે અને ધન સંબંધિત સમસ્યા થવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો એક વખત વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી વાતો ઉપર ધ્યાન અવશ્ય આપવું જોઈએ. રસોડું એક એવું સ્થાન હોય છે, જ્યાં પરિવારના બધા સદસ્યો માટે ભોજન બનાવવામાં આવે છે. જો આ સ્થાન ઉપર કોઈ વાસ્તુદોષ હોય તો તેનો પ્રભાવ ભોજન બનાવનારની સાથો સાથ આખા પરિવાર ઉપર પડે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો રસોડામાં ભોજન બનાવતા સમયે મુખ યોગ્ય દિશામાં ન હોય તો પરેશાની નો સામનો કરવો પડી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે કઈ દિશામાં મુખ રાખીને ભોજન બનાવવું અશુભ હોય છે અને કઈ દિશામાં મુખ રાખીને ભોજન બનાવવું શુભ માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન બનાવવું શુભ માનવામાં આવતું નથી. આ દિશામાં મુખ રાખીને ક્યારેય ભોજન બનાવવું જોઈએ નહીં. આ દિશામાં મુખ રાખીને ભોજન બનાવવાથી ઘરમાં કલેશ ની સ્થિતિ ઉત્પન્ન થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ પણ આવવા લાગે છે. તેની સાથોસાથ કાર્યક્ષેત્રમાં પણ પરેશાનીઓ વધવા લાગે છે. ઉચ્ચ અધિકારીઓ અને સહયોગીઓની સાથે સંબંધ ખરાબ થવા લાગે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલથી પણ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન બનાવવું જોઈએ નહીં. આ દિશામાં મુખ રાખીને ભોજન બનાવનાર હંમેશાં સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓથી ઘેરાયેલ રહે છે. જે વ્યક્તિ ભોજન બનાવે છે તેને ઘૂંટણમાં દુખાવો, માઈગ્રેન અને ખંભાનાં દુખાવાની તકલીફ રહેવા લાગે છે. સાથોસાથ ધન સંબંધિત પરેશાનીઓ પણ થવા લાગે છે. આવું કરવાથી ઘરમાં પૈસા લાંબો સમય સુધી ટકતા નથી.
વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશામાં મુખ રાખીને ભોજન બનાવવું શુભ માનવામાં આવે છે. આ દિશામાં મુખ રાખીને ભોજન બનાવવાથી ઘરમાં કોઈપણ પ્રકારથી અન્ન અને ધનની કમી રહેતી નથી. ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. પરિવારના સદસ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં મુખ રાખીને ભોજન કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જો તમે પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન કરો છો તો તે માનસિક તણાવને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સાથોસાથ તમે બીમારીઓથી પણ દૂર રહેશો અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જો તમને પાચનની સમસ્યા હોય તો એવું માનવામાં આવે છે કે તમે પૂર્વ અથવા ઉત્તર પૂર્વ તરફ મુખ રાખીને ભોજન કરો છો તો તેનાથી તમારા પેટમાં ભોજન સારી રીતે પચી જાય છે.
એવું માનવામાં આવે છે કે જો પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવામાં આવે તો લાંબો સમય સુધી જીવિત રહે છે. કારણ કે તમારું ભોજન યોગ્ય રીતે પછી જાય છે અને તેના કારણે તમે ફિટ રહો છો તો તમારી ઉંમર ખૂબ જ લાંબી થાય છે. જો તમે પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છો અને જીવનમાં જલ્દીથી સફળતા પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન કરવું જોઈએ. કારણ કે તે તમારી કારકિર્દી માટે ખૂબ જ લાભદાયક હોય છે. એવું માનવામાં આવે છે કે તેનાથી તમારા જીવનમાં તમને ખૂબ જ સફળતા પ્રાપ્ત થાય છે.
જેવી રીતે કોઈ દિશાને ભોજન કરવા માટે સૌથી સારી માનવામાં આવે છે, એવી જ રીતે એક દિશા ભોજન માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તમે પોતાના વડીલો પાસેથી એવું જરૂર સાંભળ્યું હશે કે ક્યારેય પણ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવું જોઈએ નહીં. તેનું મુખ્ય કારણ છે કે દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે. કારણ કે આ દિશા યમ ની દિશા છે. જો તમે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચશે અને તમે બીમાર પડી શકો છો.