ભુલથી પણ ભગવાનની આ પ્રતિમાઓને પોતાના ઘરમાં સ્થાન આપવું નહીં, નહિતર થઈ શકે છે મોટું નુકસાન

ભારતમાં દેવી-દેવતાઓની મુર્તિ ઘરનાં મંદિરમાં રાખવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તેનાથી ઘરમાં ભગવાનની વિશેષ કૃપા બની રહે છે. તેનાથી ઘરમાં કોઈપણ કષ્ટ નથી આવતા. એટલા માટે આપણામાંથી દરેક લોકો પોતાના ઘરમાં ભગવાનની મુર્તિઓ રાખે છે અને તેમની દરરોજ પુજા કરે છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ અથવા પરિવારના લોકો પોતાના ઘરમાં મંદિર અને ભગવાનની મુર્તિઓ નહીં હોય.

હિન્દુ ધર્મમાં પુજાનું ઘણું મહત્વ છે, પરંતુ શું તમે જાણો છો જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક એવી મુર્તિઓ પણ છે જેમને તમારા ઘરમાં ન રાખવી જોઈએ. સાથે જ ભુલથી પણ તેમની પુજા પણ ઘરમાં ન કરવી જોઈએ. આ મુર્તિઓથી લાભ તો નથી આપતી પરંતુ તમારું ઘણું નુકસાન કરી દે છે. આજે અમે તમને એવી કેટલીક મુર્તિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

નટરાજ

નટરાજની મુર્તિ ખુબ જ આકર્ષક દેખાય છે, એટલા માટે ઘણા લોકો પોતાના ઘરમાં સજાવવા અથવા શો-પીસ માટે લઈ આવે છે. ઘણીવાર તમે ભુલી જાઓ છો કે નટરાજની મુર્તિમાં શિવનું રુદ્ર રૂપ નજર આવે છે. રુદ્ર રૂપનો મતલબ શિવજીનું ક્રોધ ભરેલું રૂપ. શિવજીને ક્રોધિત સ્વરૂપમાં ઘરમાં રાખવાથી અશાંતિ વધે છે. તેની સાથે જ જે લોકો રોજ શિવજીનાં આ ક્રોધિત અને જુએ છે, તેમના સ્વભાવમાં પણ ક્રોધ વધવા લાગે છે .

ભૈરવ મહારાજ

શિવ પુરાણમાં લખ્યું છે કે ભૈરવ મહારાજ ભગવાન શિવજીનો અવતાર છે. શિવજીનો અવતાર માનવા છતાં ઘરમાં તેમની મુર્તિ રાખવું અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોનાં જણાવ્યા અનુસાર ભૈરવ મહારાજની મુર્તિ હંમેશા ઘરની બહારનાં સ્થાન ઉપર સ્થાપિત કરવી જોઈએ. તેમને તંત્રના દેવતા માનવામાં આવે છે. તેમની પુજા પણ તંત્ર કર્મ માટે કરવામાં આવી છે. તંત્ર કર્મનાં કામ ઘરથી બહાર કરવામાં આવે છે, એટલા માટે ઘરમાં ક્યારેય પણ ભૈરવ મહારાજ ની સ્થાપના બિલકુલ ન કરવી.

રાહુ-કેતુ

રાહુ-કેતુને છાયાગ્રહ કહેવામાં આવે છે. આ બંને અસુર હતા. તેમણે છળથી દેવતાઓ સાથે અમૃતપાન કર્યું હતું. જેના કારણે તે અમર થઈ ગયા. રાહુલનું માથું અને કેતુનું ધડ. રાહુની ભગવાન વિષ્ણુની મન લગાવીને ભક્તિ કરી જેના કારણે તેને દેવતાઓમાં ગણતરી થવા લાગી. શાસ્ત્રોમાં આ બંને ગ્રહોને ક્રુર માનવામાં આવે છે. યાદ રાખો કે આ બંનેની પુજા ઘરથી બહાર કરવી શુભ રહે છે. એટલા માટે તેમની મુર્તિ ક્યારે પણ ઘરમાં સ્થાપિત ન કરવી જોઈએ કે ન પુજા કરવી જોઈએ.

શનિદેવ

જ્યોતિષ અને શાસ્ત્રોમાં શનિદેવને ક્રુર અને ન્યાયપ્રિય દેવતા કહેવામાં આવે છે. શનિદેવ આપણને આપણા કર્મોનું ફળ પ્રદાન કરે છે. શનિદેવ સુર્યદેવનાં પુત્ર છે. તેમને ઘણાં ક્રુર કહેવામાં આવે છે. તેના કારણે તેમની મુર્તિ રાખવી ઘરમાં અશુભ માનવામાં આવે છે. શનિદેવની પુજા પણ ઘરની બહાર મંદિરમાં કરવી જોઈએ. તેમની પુજા અને મુર્તિ ઘરમાં ન લાવવી જોઈએ.