ભુલથી પણ ગિફ્ટમાં ના આપવી જોઈએ આ ૫ ચીજો, આવું કરવાથી રિસાઈ શકે છે તમારું નસીબ

Posted by

વાત બર્થ ડે સેલિબ્રેશન ની હોય કે એનિવર્સરીની ઉજવણી હોય, મિત્રો અને પરિવાર ના તરફથી મળેલી ભેટો આ દિવસને વધારે ખાસ બનાવે છે. સામાન્ય રીતે તો ભેટોનું કોઈ મૂલ્ય નથી, પરંતુ હા આ ભેટો એ દર્શાવે છે કે તમારા મનમાં સામેવાળા પ્રત્યે કેટલું મહત્વ છે. આજ કારણ છે કે કોઈ પોતાના ગમતા અને ભેટ આપવી હોય તો બહુ જ વિચારવું પડે છે.

જોકે ભેટ આપવામાં આપણે થોડી સાવધાની રાખવી પણ જરૂરી છે. ઘણીવાર આપેલી ભેટો ની અસર સામેવાળાની અને આપણા પોતાની જિંદગી પર પણ પડતી હોય છે. આવી સ્થિતિમાં અમે તમને બતાવીશું કે કઈ એવી પાંચ વસ્તુઓ છે જે કયારેય પણ કોઇને ભેટમાં આપવી જોઈએ નહીં.

પાણીને લગતી  ભેટ કોઈને પણ ન આપો

ઘણા લોકો ગિફ્ટ તેમની સુંદરતા અને પૈસા જોઈને ખરીદી લે છે અને પોતાના ગમતા પાત્રને આપી દે છે. આવું કરવા પહેલા થોડી સાવધાની જરૂર રાખવી જોઈએ. ક્યારેય પણ આપણા ખાસ વ્યક્તિને પાણી થી જોડાયેલી કોઇપણ વસ્તુ ભેટ આપવી જોઈએ નહીં. કોઈને પણ કદી એક્વેરિયમ, પાણીવાળું શો પીસ, બોટલ, કુંડો કે પછી પાણી સાથે જોડાયેલી વસ્તુઓ ભેટમાં ના આપો. આવું કરવાથી તમને પૈસાની તંગી આવી શકે છે અને ઘણી મુશ્કેલીઓ પણ આવી શકે છે.

તમારા વ્યવસાયની વસ્તુઓ ના આપો

ઘણા લોકો ભેટને સમજી શકતા નથી તો તેઓ તે જ વસ્તુ પોતાના લોકોને ભેટમાં આપી દે છે જેનું તેઓ પોતે ઉપયોગ કરે છે. જેમકે જો તમે લેખનથી રોજગાર કરો છો તો કોઈને પણ પેન, ડાયરી કે બુક ભેટ ન કરો. આવી વસ્તુઓ ભેટમાં આપવાથી તમને તમારા વ્યવસાય અથવા નોકરીને નુકસાન થાય છે.

રૂમાલ

દરેક વ્યક્તિ પોતાની પાસે રૂમાલ રાખે છે, જેથી તે કોઈપણ જરૂરિયાતનાં સમયે તેનો ઉપયોગ કરી શકે. વ્યવહારનાં રૂપમાં પણ આપણે ક્યારેક-ક્યારેક સામેવાળાને એના આંસુ લુછવા માટે અથવા તો બીજા કોઈ ઉપયોગ માટે રૂમાલ આપી દઈએ છે. આવું કરવું એક સારી વાત છે, પરંતુ ક્યારે કોઇને પણ ભેટમાં રૂમાલનો સેટ આપવો જોઈએ નહીં. વાસ્તુના અનુસાર રૂમાલ કરવાથી લોકો વચ્ચે નકારાત્મકતા ફેલાય છે અને સંબંધો બગડે છે.

તીક્ષ્ણ અને ધારદાર વસ્તુઓ

જોકે ભાગ્યે જ એવું બને છે કે કોઈ કોઇને ભેટમાં કોઈ તીક્ષ્ણ અથવા તો ધારદાર વસ્તુઓ ગિફ્ટ કરે. જો તો પણ તમે આવું કરો છો તો તે બિલકુલ ના કરો. વાસ્તુશાસ્ત્રનું માનવમાં આવે તો તીક્ષ્ણ વસ્તુઓ જેમકે છરી, કાતર, તલવાર, સોય કે કોઈ પણ ધારદાર વાળી વસ્તુઓ ક્યારે પણ કોઇને ગિફ્ટ ના કરો. આવું કરવાથી તમારો ખરાબ સમય આવી શકે છે. કહેવામાં આવે છે કે જો કોઈપણ તીક્ષ્ણ વસ્તુઓ ભેટમાં આપીએ તો તેનાથી તમારું ભાગ્ય દુર્ભાગ્ય માં બદલી જાય છે.

ભગવાનની મૂર્તિઓ અને તસવીરો

ઘણા ખરા લોકો ભેટ તરીકે ભગવાનની મૂર્તિઓ અને ફોટાઓ પણ આપે છે. તમને પણ એવું લાગે છે કે આ ખૂબ જ સારી ભેટ છે, પરંતુ આવું કરવું જોઈએ નહીં. ખરેખર ભગવાનની પૂજા કરવાની હોય છે અને તમે જેના ઘરમાં આવી ભેટ આપી રહ્યા છો, ત્યાં તેમની કેવી રીતે પૂજા થશે તે તમને ખબર નથી. એવામાં ભગવાનની મૂર્તિ અને ફોટાઓ તમે તમારા માટે જ ખરીદો અને બીજાઓને ભેટમાં ના આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *