વાસ્તુશાસ્ત્ર બેડરૂમ ટિપ્સ : ભુલથી પણ પોતાના બેડરૂમમાં ન રાખવી આ ૫ ચીજો, પતિ-પત્નીનાં સંબંધોમાં પડી શકે છે તિરાડ

સામાન્ય રીતે ઘરનો દરેક ખુણો ખાસ હોય છે. પરંતુ ખાસ કરીને બેડરૂમ આપણા જીવનમાં ખુબ જ મહત્વ ધરાવે છે. જો તમારા જીવનમાં પણ સતત ઉતાર-ચઢાવ આવે છે અને ઘરમાં અશાંતિ જ છે તો તેનું એક મોટું કારણ વાસ્તુશાસ્ત્ર પણ હોઈ શકે છે. જો ઘરમાં વાસ્તુદોષ હોય તો ઘરની શાંતિ ભંગ થવા માં જરા પણ સમય લાગતો નથી. પરસ્પર મતભેદ, લડાઈ-ઝઘડા, ઉંઘ આવવામાં પરેશાની, મુંઝવણ મહેસુસ થવી અને ચીડિયાપણું હોવું પણ વાસ્તુદોષ નું કારણ હોઇ શકે છે.

વાસ્તુ શાસ્ત્રમાં એવી અમુક ચીજો નો ઉલ્લેખ કરવામાં આવેલ છે, જેને ભુલથી પણ બેડરૂમમાં રાખવી જોઇએ નહિં. માન્યતા છે કે આ વસ્તુઓ શુભ હોય છે તો ચાલો તમને આજે અમારા આર્ટિકલમાં જણાવીએ કે તે વસ્તુઓ કઈ છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ક્યારેય પણ સાવરણી, ચીપીયો, તવો અને ડસ્ટબિન ભુલથી પણ રાખવું જોઈએ નહીં. તેને રાખવાથી વ્યક્તિના જીવનમાં હંમેશા ચિંતા રહે છે તથા ધન નાં આગમનમાં પણ અડચણ ઊભી થાય છે.

બેડરૂમમાં ક્યારેય પણ બજરંગ બલી ની તસ્વીર અથવા મુર્તિ લગાવવી જોઈએ નહીં. કારણ કે હનુમાનજી બાલ બ્રહ્મચારી છે. પોતાના વૈવાહિક જીવનને સુખદ બનાવવા માટે તમે પ્રેમના પ્રતિક રાધા કૃષ્ણની તસ્વીર જરુર લગાવી શકો છો.

જો તમારા બેડરૂમમાં નદી, તળાવ, ઝરણું અથવા કોઈ યુદ્ધ અથવા તો ખતરનાક જાનવર નો ફોટો લગાવી રાખેલ છે, તો તેને તુરંત ઉતારી દો. કારણ કે બેડરૂમમાં આ પ્રકારની તસ્વીરો લગાવવાથી પતિ-પત્ની વચ્ચે લડાઈ ઝઘડા થવાની સંભાવના રહે છે.

પોતાના બેડ ઉપર કાળા રંગની ચાદર પાથરવી નહીં. ભલે કાળો રંગ તમારો મનપસંદ હોય અથવા તો કોઈએ તમને ગિફ્ટ માં કાળા રંગની ચાદર આપેલી હોય, તો પણ તેને પોતાના બેડરૂમમાં બિલકુલ પણ પાથરવી જોઈએ નહીં. તેનાથી શુક્ર અને શનિ પ્રસન્ન થાય છે અને પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડવા લાગે છે.

પોતાના બેડબોક્સમાં કોઈપણ પ્રકારનો ઇલેક્ટ્રિક સામાન રાખવો જોઈએ નહીં. કારણ કે રાહુ ગ્રહ તેનું પ્રતિનિધિત્વ કરે છે. બેડરૂમ અને બેડ શુક્ર ગ્રહ નું પ્રતિનિધિત્વ કરે છે.