ભુરો : આપણી આવનાર પેઢીની હાલત બહું ખરાબ હશે? ભગો : કાં, કેમ આમ બોલો છો? ભુરાનો જવાબ સાંભળીને હસી-હસીને લોટપોટ થઈ જશો

Posted by

જોક્સ-૧

Advertisement

એક પાણીપુરીની દુકાન ઉપર મેનુ જોયું – ખુબ જ સરસ છે છેલ્લે સુધી વાંચજો

પાણીપુરી – રૂ. 10

Special પાણીપુરી – રૂ. 12

Very special પાણીપુરી – રૂ. 15.

Extra special પાણીપુરી – રૂ. 18.

Double special પાણીપુરી – રૂ. 20.

Sunday special પાણીપુરી – રૂ. 25 (માત્ર રવિવાર).

મેં દરેક પાણીપુરીના જુદા જુદા સ્વાદ ચકાસવા માટે દરરોજ અલગ અલગ પાણીપુરી ખાવાનું  શરૂ કર્યું. પરંતુ બધી અલગ અલગ ખાધા પછી મને ખબર પડી કે દરેક પાણીપુરીનો એક જ સ્વાદ હતો. છેલ્લે દિવસે મેં તેમને સવાલ કર્યો કે બધાનો સ્વાદ એક જ હતો તો પૈસા અલગ અલગ કેમ ?

પાણીપુરી વાળાએ કહ્યું : સાદી પાણીપુરીની કિંમત રૂ. 10

Special પાણીપુરી એટલે ચમચી ધોઈને આપવામાં આવે છે.

Very special એટલે ચમચી અને પ્લેટ બંને ધોઈને આપવામાં આવે છે.

Extra special પાણીપુરી એટલે ચમચી અને પ્લેટ સાથે પાણીપુરીને પ્લેટોમાં મૂકતા પહેલા હાથ ધોઈને પીરસવામાં આવે છે.

Double special panipuri એટલે સ્વચ્છ પીવાનાં પાણીમાં બનાવેલી આપવામાં આવે છે.

પાણીપુરી વાળાએ મારા તરફ જોયું,પછી મેં પૂછ્યું Sunday special શું છે?

પાણીપુરી વાળાએ કહ્યું : “Sunday… હું ન્હાઈને આઉં છું”

જોક્સ-૨

એક સ્ત્રી જીન્સના ખિસ્સામાં iPhone 13 pro લઈને રસ્તે ચાલતી જતી હતી અને અચાનક લપસી પડી,

ત્યાં જ “ખ…ટા…ક” એવો કંઈક તુટવાનો અવાજ આવ્યો!!!

આંખ બંધ કરીને એ બોલી, “ભગવાન કરે આ અવાજ હાડકાનો હોય!!!”

જોક્સ-૩

દોસ્ત ૧ : તારી વાઈફ ઘર માં શુ કરે છે?

દોસ્ત ૨ : 😆😆🚗

દોસ્ત ૧ : આ શું છે ?

દોસ્ત ૨: હા હા કાર.

જોક્સ-૪

જીવનમાં એક વાત ધ્યાનમાં રાખો તમારી આંખમાં આંસુ આવશે તો હજાર જણા લુછવા આવશે, પણ ઝાડા થશે તો કોઈ લુછવા આવશે નહીં.

એટલે પાણી ઉકાળીને પીજો. ચોમાસું શરૂ થઈ ગયું છે. તબિયતની કાળજી રાખજો.

તમારો શુભેચ્છક.

જોક્સ-૫

પ્રેમી પ્રેમિકા દરિયા કિનારે બેઠા હતા. પ્રેમિકા રડતા રડતા બોલી, “તું મને ક્યાં સુધી પ્રેમ કરીશ?”

પ્રેમી એ આંખમાંથી ટીપું લઇ દરિયામાં નાખી કહ્યું, “આ ટીપુ શોધ્યું ના મળે ત્યાં સુધી.”

દરિયામાંથી અવાજ આવ્યો, “તમે આ નવું નવું ક્યાંથી લાવો છો. ઘર ભેગીનાં થાવ.”

જોક્સ-૬

ભુરો : આપણી આવનાર પેઢીની હાલત બહું ખરાબ હશે?

ભગો : કાં, કેમ આમ બોલો છો?

ભુરો : કારણ કે એમને સલાહ આપનાર ઘરડા માણસ આપણે હશું.

જોક્સ-૭

છોટુ ને ચોકલેટ ખાતો જોઈ પાડોશી (દોઢ) ડાયાલાલે કિધું : છોટુ બેટા , ચોકલેટ ખાવાથી દાંત બગડી જાય.

છોટુ : મારા દાદા ૧૧૦ વર્ષ સુધી જીવ્યા.

પાડોશી : કેમ, એ બહુ ચોકલેટ ખાતા’તા?

છોટુ : ના, એ બીજાના કામમાં માથું નો’તા મારતા.

જોક્સ-૮

ચંપા : આજે રાત્રે ભાત સાથે કઈ દાળ બનાવું…??

હસમુખલાલ : તને ઇચ્છા થાય એ બનાવી નાખ..!!

તમે માનશો નહીં..!! હસમુખલાલે રાત્રે ભાત સાથે “ધાણાની દાળ” ખાધી..!!

જોક્સ-૯ 

કામવાળી બાઈ એ શેઠ સાથે લગ્ન કરી લીધાં. થોડા દિવસ પછી એની બહેનપણી મળી.

બહેનપણી : ” હવે તારે તો મજો જ મજો ને?”

તો ” કે ” ના’રે ના, , , બધું જેમ થતું’તું તેમજ થાય છે.

“ખાલી પગાર ગ્યો”. . . !!!

Advertisement

Leave a Reply

Your email address will not be published.