બિગ બોસ ૧૪નાં કન્ટેસ્ટન્ટ રાહુલ વૈદ્ય અને દિશા પરમાર લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા, જુઓ લગ્નનો આખો આલ્બમ

Posted by

Bigg Boss 14 ના એક્સ કન્ટેસ્ટન્ટ અને સિંગર રાહુલ વૈદ્ય પોતાની પ્રેમિકા અને ટીવી એક્ટ્રેસ દિશા પરમાર ની સાથે ૧૬ જુલાઇનાં રોજ લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા. અમુક દિવસોથી આ કપલ પોતાના લગ્નને લઈને ચર્ચામાં હતું. બંનેએ ૬ જુલાઈનાં રોજ પોતાના લગ્નની ઘોષણા પણ કરી હતી અને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટેટમેન્ટ રજુ કરીને લખ્યું હતું કે અમે બંને પરિવારજનોનાં આશીર્વાદથી પોતાના લાઈફની એક ખાસ મોમેન્ટ તમારી લોકો સાથે શેર કરવા માંગીએ છીએ.

તેમણે આગળ લખ્યું હતું કે અમે ખુબ જ ઉત્સાહ સાથે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે ૧૬ જુલાઇનાં રોજ અમારા લગ્ન થવાના છે. અમે એક સાથે પ્રેમ અને એકજુટતા નાં નવા અધ્યાયને શરૂ કરી રહ્યા છીએ. તેના માટે તમારા સ્નેહ અને આશીર્વાદ ની આવશ્યકતા છે. આ ઘોષણાનાં ૧૦ દિવસ બાદ એટલે કે ૧૬ જુલાઇના રોજ આખરે આ કપલે સાત ફેરા લીધા હતા. હવે બંનેના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Rahul Vaidya (@rahul_vaidya_bbking)

લગ્નમાં રાહુલે ઘુંટણ પર બેસીને દિશાને વીંટી પહેરાવી હતી. ત્યારબાદ બંનેએ એકબીજાને ગળે લગાવી લીધા હતા. આ દરમિયાન દુલ્હન દિશા પરમાર અને લાલ રંગના લહેંગામાં નજર આવી હતી. વળી રાહુલ વૈદ્ય કલરની શેરવાની અને ગોલ્ડન સાફો પહેલા નજર આવ્યા હતા. દિશા પોતાના દુલ્હનના આઉટફિટમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી, તો વળી રાહુલ વરરાજાનાં ગેટઅપમાં પણ ખુબ હેન્ડસમ જોવા મળી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Dhwani❤jasly (@jaslyxdhwani)

લગ્નની ઘોષણા સમયે રાહુલ વૈદ્ય દ્વારા ક્લિયર કરી દેવામાં આવ્યું હતું કે દિશા અને હું પોતાના લગ્નને પ્રાઇવેટ રાખવા માંગીએ છીએ. તેમાં અમે ફક્ત નજીકના લોકોને જ આમંત્રિત કરવા માંગીએ છીએ. અમારી ઇચ્છા આ લગ્નને વૈદિક રીતિરિવાજો થી કરવાની છે. વળી બીજી તરફ દિશાએ કહ્યું હતું કે લગ્ન બે લોકો અને તેના પરિવારનું મિલન હોય છે. હું એક સાધારણ લગ્ન કરવા માગું છું. મને ખુશી છે કે મારા લગ્ન માં આવું જ થઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by JasLy ❤Madiha (@jasly_precious)

 

View this post on Instagram

 

A post shared by Janvi Joshi ❣️ (@jaslyforever_28)

મહત્વપૂર્ણ છે કે રાહુલ અને દિશા નાં લગ્નનાં ફંકશન બે દિવસ પહેલાં જ શરૂ થઈ ગયા હતા. ૧૪ તારીખનાં રોજ દિશાની મહેંદી સેરેમની હતી. ૧૫ જુલાઇનાં રોજ પીઠી રાખવામાં આવી હતી. દિશાની મહેંદી અને પીઠીની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ હતી. ખાસ કરીને પીઠી સેરેમનીમાં દિશા પરમાર અને તેની ફ્રેન્ડ દ્વારા ખુબ જ મસ્તી કરવામાં આવી હતી અને એકથી એક ચડિયાતા પોઝ આપવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by @jasl_yforever9

વળી મહેંદી સેરેમની ની વાત કરવામાં આવે તો દિશા ગુલાબી રંગના કુર્તા અને સફેદ કલરનાં શારારા માં નજર આવી હતી. વળી બીજી તરફ રાહુલે હળવા વાદળી રંગનું પઠાણી સુટ પહેરી રાખ્યું હતું. આ મહેંદી સેરેમની સાથે જોડાયેલી ઘણી તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

તે સિવાય ૧૫ જુલાઇનાં રોજ રાહુલ દિશાની સંગીત સેરેમનીનું પણ આયોજન થયું હતું. તેમાં કપલે એક સાથે ખુબ જ સારુ પર્ફોમન્સ પણ આપ્યું હતું. આ સંગીત કાર્યક્રમમાં પણ કપલનાં ખાસ મિત્રને સંબંધી સામેલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *